________________
ઉપાદાન ગ્રહણ, સ્વીકાર; કાર્યનું એવું કારણ કે, જે કાર્યમાં ઓતપ્રોત રહેલું હોય;
સમવાયી કારણ. (૨) ઉપ=સમીપ, આદાનઃગ્રહવું. જે સમીપ કારણથી, કાર્યને ગ્રહોય તે ઉપાદાન છે. (૩) કારણભૂત; વસ્તુની સહજ શકિત. (૪) મૂળ વસ્તુની શક્તિ (૫) ગ્રહણ; સ્વીકાર; સમાવેશ; અવયવ; ઘટક; કાર્યનું એક કારણ, કે જે કાર્યમાં ઓતપ્રોત થયેલું હોય; સમવાયી કારણ; સુખના સાધનનું જ્ઞાન; જ્ઞાન શકિત નિજશક્તિ (૬) મૂળ કારણ. (૭) આત્માની નિર્મળ-શુદ્ધ દશાનું પરિણમન તે શુદ્ધ ઉપાદાન છે. આત્માની શુદ્ધ જ્ઞાન દશાનું પરિણમન તેને ઉપાદાન કહે છે. (૮) પોતે તે પર્યાયમાં પરિણમનાર પદાર્થ (૯) જીવની વિશિષ્ટ યોગ્યતા; મોક્ષ સાધક જીવની યોગ્યતા (૧૦) પોતે તે પર્યાયમાં પરિણમનાર પદાર્થ (૧૧) જે દ્રવ્ય ત્રણે કાળમાં પોતાના સ્વરૂપને છોડીને અને નહિ છોડીને પૂર્વ રૂપથી અને અપૂર્વ રૂપથી વર્તી રહે છે, તે ઉપાદાન કારણ છે, એમ જાણવું. જે પોતાના સ્વરૂપને છોડી દે છે અને જે તેને સર્વથા છોડતા નથી, તે અર્થનું ઉપાદાન નથી થતું. જેમ કે, ક્ષણિક અને શાશ્વત ભાવાર્થ દ્રવ્યમાં બે અંશ છે. એક શાશ્વત અને એક ક્ષણિક ગુણ. શાશ્વત હોવાને લીધે, પોતાના સ્વરૂપને ત્રણે કાળ છોડતો નથી. અને પર્યાય ક્ષણિક હોવાને લીધે પોતાના સ્વરૂપને પ્રત્યેક પળે છોડી દે છે. આ બન્ને અંશ તે દ્રવ્યમાં, પૃથક્ કોઇ અર્થાન્તર રૂપ નથી. આ બન્નેથી સમવેત દ્રવ્ય જ કાર્યના ઉપાદાન કારણ છે. અર્થાન્તરભૂત રૂપથી સ્વીકાર કરવામાં આવેલ શાશ્વત પદાર્થ, અથવા ક્ષણિક પદાર્થ ક્યારેય પણ, ઉપાદાન બની શકતા નથી. કેમ કે સર્વથા શાશ્વત પદાર્થમાં પરિણમનનો અભાવ હોવાના કારણે, કાર્ય જ નથી થતું, તો કારણ કોને કહે? અને સર્વથા ક્ષણિક પદાર્થ પ્રતિક્ષણ વિનાશ જ પામે છે, ત્યારે તેને કારણપણે કેવી રીતે બની શકે? પરિણામ ક્ષણિક ઉપાદાન છે. અને ગુણ શાશ્વત ઉપાદાન છે. (૨૩) જે પદાર્થ પર્યાયની વર્તમાન શક્તિને પણ ઉપાદાન કારણ કહેવાય છે.(૨૪) મૂળ વસ્તુની શક્તિ! આત્માની ત્રિકાળી શક્તિ. (૨૫) (ઉપ+આદાન) ઉપ એટલે સમીપ અને આધાન એટલે ગ્રહણ થવું તે; જે પદાર્થના સમીપમાં કાર્યનું ગ્રહણ થાય છે તે વખતે જે પર પદાર્થની અનુકુળ હાજરી હોય તે નિમિત્ત.
૨૩૦ જીવની પૂર્ણ શક્તિ તે ઉપાદાન છે. તેની ઓળખાણ કરે તો, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ ઉપાદાન કારણ પ્રગટે, અને યુક્તિ થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય પ્રગટ કરવાં તે આત્માનો મૂળ સ્વભાવ છે. સ્વભાવ કહો, શક્તિ કહો તે બધાનો અર્થ એક જ છે. (૨૬) મૂળ વસ્તુની શક્તિ; આત્માથી જ ઉત્પન્ન
થયેલ. ઉપાદાન અને નિમિત્ત કાર્ય, હંમેશા નિજ ઉપાદાનથી જ થાય, અને કદીય
નિમિત્તથી ન થાય એ સ્યાદ્વાદ છે. નિમિત્ત તો પર વસ્તુ છે. તેનું પરિણમન તેને લઈને, અને સ્વનું પરિણમન સ્વને લઈને છે. તેમાં નિમિત્તનું શું કામ છે ? ત્યારે તે કહે છે કે, શરીર ચાલે છે, તેમાં આત્માનું નિમિત્ત તો છે ને ? ભાઈ, નિમિત્ત તો છે, પણ નિમિત્ત છે એનો અર્થ શું ? શું નિમિત્ત છે માટે શરીર ચાલે છે ? પરિણમે છે? તથા આત્માની અનુભૂતિનું પરિણમન, શું શરીર છે, તેથી થાય છે ? આજે આત્માનુભૂતિ થઈ છે, તે શું કાર્મણશરીરના ઉદયના અભાવને કારણે થઈ છે - એમ છે ? ના. એમ છે જ નહિ. દરેકનું પરિણમન સ્વતંત્ર છે. જ્યાં પોતાનું બળ (ઉપાદાન શક્તિ) છે, ત્યાં નિમિત્ત શું કરે ? સ્વ અને પરનું એકપણું , ત્રણ કાળમાં થતું નથી. માટે નિમિત્ત છે, તેથી પોતાનામાં પરિણમન થાય છે એમ છે જ નહિ. શરીરનું પરિણમન, જીવનું નિમિત્ત છે, તેથી થયું છે કે જીવની અનુભૂતિનું પરિણમન, નિમિત્ત છે માટે થયું છે એમ નથી. શરીરની પરિણતિ, શરીરમાં અને આત્માની પરિણતિ આત્મામાં છે. આત્માના નિમિત્તે, શરીરમાં પરિણતિ થઈ છે એમ નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. કોઈ વખતે નિમિત્તથી અને કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય, એ સ્યાદ્વાદ નથી, પણ કુદડીવાદ છે, મિથ્યાવાદ છે. ત્રણે કાળ અને ત્રણે લોકમાં, ચૈતન્યની કે જડની કમબદ્ધ પરિણતિ, પોતપોતાના ઉપાદાનથી થાય છે. એમાં પરની પંચમાત્ર અપેક્ષા નથી. ઉપાદાનનું પરિણમન નિમિત્તથી હંમેશાં, નિરપેક્ષ જ થાય છે. (૨) સ્વ તે ઉપાદાન, અને પર તે, નિમિત્ત (૩) ઉપાદાન એટલે નિશ્ચય અને નિમિત્ત એટલે વ્યવહાર. ઉપાદાન તે સ્વ છે, અને નિમિત્ત તે પર છે. ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ, આત્મા પરથી જુદો છે, દેહાદિ કોઇ પણ વસ્તુથી