________________
ચેતનાની પ્રવૃત્તિ; શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોનું જોડાણ. (૫૦) જ્ઞાનદર્શન, અર્થાત્ જાણવું-દેખવું ઉપયોગ છે તે, ગુણ (લક્ષણ) છે. જીવનો ગુણ ઉપયોગ છે. આત્માનો જાણવા-દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને અનુસરીને વર્તનારો-થનારો વર્તમાન પરિણામ-પર્યાય તે, ઉપયોગ છે. (૫૧) જીવના લક્ષણરૂપ ચૈતન્ય ને અનુરૂપ પરિણામને, ઉપયોગ કહે છે. (૫૨) ઉપયોગ આત્માનું લક્ષણ છે, તેને શેય પદાર્થોનું આલંબન નથી. આત્માના આલંબનથી ઉપયોગ પ્રગટ થાય છે. બાહ્ય પદાર્થોના આલંબનથી ઉપયોગ પ્રગટ થતો નથી. આત્માને તો પર પદાર્થોનું આલંબન નથી. પણ તેના ઉપયોગને પણ બાહ્ય પદાર્થોનું આલંબન નથી. ઉપયોગ લક્ષણને લક્ષ્ય, એવા આત્માનું આલંબન છે. પર પદાર્થોના આલંબનથી, એટલે કે દેવ-ગુરુ જીવાણીના આલંબનથી, આત્માનો ઉપયોગ પ્રગટ થતો નથી. પણ સ્વના આલંબનથી જ ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગની અસ્તિ જ્ઞેય પદાર્થોને લઇને નથી, પણ તે જેનું લક્ષણ છે એવા આત્માની અસ્તિરૂપ છે. તે ઉપયોગને પરનું આલંબન કેમ હોય? ઘણું વાંચે, ઘણું સાંભળે, માટે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એમ નથી. પણ શુદ્ધિની વૃદ્ધિ, આત્માના અવલંબને થાય છે. (૫૩) વ્યાપાર (૫૪) જ્ઞાન તો વ્યાપાર (૫૫) ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જ્ઞાન-દર્શન રૂપ જીવના પરિણામને, ઉપયોગ કહે છે. ઉપયોગને જ્ઞાન-દર્શન પણ કહેવાય છે. તે બધા જીવોમાં હોય છે. અને જીવ સિવાય બીજા કોઇ દ્રવ્યમાં હોતો નથી, તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે; વળી તે સદ્ભૂત (આત્મભૂત) લક્ષણ છે. તેથી બધાં જીવોમાં સદાય હોય છે. (૫૬) આત્મામાં જે વર્તમાન જાણવા દેખવાના ભાવ છે તે પરિણામ અસ્તિ છે ને? તો તે જાણવાદેખવાના પરિણામ કાંઇ સામે જાણવા. દેખવાની ચીજ છે તેને લઇને અહીં (જીવમાં) થાય છે એમ નથી; પણ પોતે અંદર ભગવાન આત્મા ચૈતન્યવસ્તુ ત્રિકાળ છે તેની ચૈતન્ય જ્ઞાનને દર્શન એવી શક્તિને અનુસરીને તે થાય છે. આ રીતે જીવના દ્રવ્ય-ગુણ છે પર્યાયની સ્વતંત્રતા છે. સ્વતંત્ર અસ્તિ છે એમ કહે છે, તેના (જીવના) ગુણ દ્રવ્યના આશ્રયે છે, ને તેનું પરિણમન પણ
૨૨૩
ગુણના આશ્રયે છે; અર્થાત્ જાણવા-દેખવા રૂપ જે પ્રકાશ છે. કાયમી ગુણ હોય તે કાયમી ગુણરૂપ પ્રકાશ દ્રવ્યના આશ્રયે છે, અને તે જે પ્રકાશ છે તેના આશ્રયે તેને અનુસરીને આ શેયને કે ઇન્દ્રિયને અનુસરીને થતા નથી. ભારે વાત ભાઇ ! અહા કહે છે. આત્માની.....અહાહા........! આત્મા એ તો સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ થઇ, ને ચૈતન્ય એ એનો ધ્રુવ, અવિનાશી ગુણ શક્તિ ભાવ સ્વભાવ થયો, ને તેને અનુવર્તી પરિણામ તેને અનુસરીને થતો, વર્તમાન પરિણામ દશા, વર્તમાન અંશ, વર્તમાન પર્યાય-અવસ્થાહાલત, તે ઉપયોગ છે; અર્થાત્ તેને ઉપયોગ કહેવામાં આવે છે. જુઓ, આ ઉપયોગનું સ્વરૂપ! ભાઇ, તારે મન જો એમ હોય કે આંખ આદિ ઇન્દ્રિ છે કે સામે પુસ્તક છે, તો અંદર જાણવા દેખવાની પર્યાય-વર્તમાન દશા થાય છે તો તે તારો ભ્રમ છે! ભ્રાન્તિ છે; એ તારું અજ્ઞાન છે. સમજાયે છે કાંઇ? (૫૭) ચેતનાની પરિણતિ, જેથી પદાર્થને બોધ થાય; ધર્મ. (૫૮) ક્ષયોપશમ હેતુથી ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. (૫૯) શક્તિના પરિણમનનું નામ ઉપયોગ છે. (૬૦) જાણવા દેખવાનો વર્તમાન વ્યાપાર (૬૧) જીવને પરદ્રવ્યના સંયોગનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. અને તે અશુદ્ધ ઉપયોગ વિશુદ્ધિ અને સંકલેશરૂપ ઉપરાગને લીધે, શુભ અને અશુભપણે દ્વિવિધતાને પામ્યો થશે, જે પુણ્ય અને પાપપણે દ્વિવિધતાને પામે છે, એવું જે પર દ્રવ્ય તેના સંયોગના કારણ તરીકે કામ કરે છે. (૬૨) ચેતનાની પ્રવૃત્તિ; જ્ઞાનસ્વરૂપી આત્માની સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ (૬૩) પ્રથમ તો ઉપયોગ, ખરેખર આત્માનો સ્વભાવ છે. કારણ કે તે ઉપયોગ ચૈતન્યને અનુસરીને થતો પરિણામ છે. અને તે ઉપયોગ, જ્ઞાન ને દર્શન છે. કારણ કે ચૈતન્ય આકાર અને નિરાકાર એમ ઉભયરૂપ છે. હવે આ ઉપયોગના શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભેદ, પાડવામાં આવે છે. તેમાં શુદ્ધ ઉપયોગ નિરુપરાગ (નિર્વિકાર) છે; અશુદ્ધ ઉપયોગ સોપરાગ (સવિકાર) છે. અને તે અશુદ્ધ ઉપયોગ શુભ અને અશુભ એવા બે પ્રકારનો છે. (૬૪) વર્તના પરિણામ (૬૫) ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે, તે ચૈતન્ય સ્વભાવને અનુસરતો, આત્માનો જે જ્ઞાન દર્શન રૂપ પરિણામ, તેને ઉપયોગ કહેવામાં આવે છે.