________________
૨૨૧ સુધી તરતમય પૂર્વક (વધતો વધતો)અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્ય પૂર્વક (વધતો વધતો) શુભોપયોગ અને છેલ્લા બે ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ આવું વર્ણન કથંચિત થઇ શકે છે. (૩૪) આત્માની નિર્મળ અવસ્થા; ચૈતન્ય વેપાર તે શુદ્ધ છે, નિરંજન છે, મલિન નથી. દ્રવ્ય ગુણમાં તો મેલ નથી, પરંતુ અવસ્થામાં પણ મેલ નથી. (૩૫) ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે, ઉપયોગ છેઃ ઉપયોગ બે પ્રકારનો
ઉપયોગ જીવનું નિર્બોધ લક્ષણ છે. (૨૫) સાધન; અધૂરું શુદ્ધ પરિણમન તે ઉપાય કારણમાર્ગ છે. (૨૬) ચેતનાની પરિણતિ વિશેષને ઉપયોગ કહે છે. ચેતના સામાન્ય ગુણ છે. અને જ્ઞાન દર્શન એ બે, ચેતનાની પર્યાય યા અવસ્થાઓ છે. તેમને ઉપયોગ કહે છે. (૨૭) ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ જીવદ્રવ્યની પરિણતી છે. (૨૮) આત્માના ચૈતન્ય ગુણને અનુસરીને વર્તવાવાળા પરિણામને ઉપયોગ કહે છે. ઉપયોગ બધા જીવોને સમયે સમયે થઇ રહ્યો છે. (૨૯) જ્ઞાનનું કષાયો સાથે જોડાવું (૩૦) આત્માનો ચૈતન્યને અનુસરીને વર્તનારો પરિણામ તે, ઉપયોગ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે. અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છેઃ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. (૩૧) ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે, શરીરાદિનાં કાર્યો હું કરી શકું, હું તેને હલાવી-ચલાવી શકું એમ જે જીવો માને છે, તે ચેતન અને જડદ્રવ્યને એકરૂપ માને છે, તેઓની એ ખોટી માન્યતા છોડાવવા, અને જીવદ્રવ્ય જડથી સર્વથા જુદું છે એમ બતાવવા, જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે એમ અહીં બતાવ્યું છે. નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય કહી પુદ્ગલ દ્રવ્ય પણે (શરીરાદિપણે) થતું જોવામાં આવતું નથી અને નિત્ય જડ લક્ષણવાળું શરીરાદિ પુદગલ દ્રવ્ય કદી જીવદ્રવ્યપણે થતું જોવામાં આવતું નથી; કારણ કે ઉપયોગ અને જડપણાને એકરૂપ થવામાં, પ્રકાશ અને અંધકારની માફક, વિરોધ છે. જડ અને ચેતન એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત કોઇપણ રીતે એકરૂપ થતાં નથી; તેથી હે જીવ! તુ સર્વ પ્રકારે પ્રસન્ન થા! તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ, આવો શ્રી ગુરુઓ ઉપદેશ છે. જીવ, શરીર અને દ્રવ્યકર્મ એક આકાશપ્રદેશે બંધરૂપ રહ્યાં છે. તેથી તે ઘણા મળેલા પદાર્થોમાંથી, એક જીવ પદાર્થને જુદો જાણવા માટે, આ સૂત્રમાં જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે. (૩૨) ચેતનાની પ્રવૃત્તિ (૩૩) સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણ સ્થાનોને સંક્ષેપથી ઉપયોગરૂપે વર્ણવતાં, પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્ય પૂર્વક (ઘટતો ઘટતો) સાતમાથી બારમા ગુણસ્થાન
• જ્ઞનોપયોગ અને • દર્શનો પયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે. • સ્વભાવ જ્ઞાનોપયોગ અને • વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવ જ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે: • કાર્યસ્વભાવ જ્ઞાનોપયોગ (અર્થાત કેવળ જ્ઞાનોપયોગી અને ... કારણ સ્વભાવ જ્ઞાનોપયોગ (અર્થાત સહજ જ્ઞાનોપયોગ. • વિભાવ જ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ • સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગ અને • મિથ્યા વિભાગ જ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવ જ્ઞાનોપયોગ). “સમ્યક વિભાવ જ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિ જ્ઞાનોપયોગ, સુશ્રુત જ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યય જ્ઞાનોપયોગ). મિથ્યા વિભાવ જ્ઞાનોપયોગના કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે: • કુમતિ જ્ઞાનોપયોગ, • કુશ્રુત જ્ઞાનોપયોગ અને • વિભંગ જ્ઞાનો પયોગ અર્થાત કુઅવધિ જ્ઞાનોપયોગ. (૩૬)ચૈતન્ય સ્વભાવને અનુસરીને થતો આત્માનો વ્યાપાર તે ઉપયોગ છે.(૩૭) ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને, ઉપયોગ કહે છે. ઉપયોગને જ્ઞાન-દર્શન પણ કહે છે. બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય, બીજા કોઇ દ્રવ્યમાં હોતો નથી. તેથી તેને જીવનો અસાધારણ ગુણ, અથવા લક્ષણ કહે છે. વળી તે સભૂત (આત્મભૂત) લક્ષણ છે તેથી બધા જીવોમાં સદાય હોય છે. (૩૮) જાણવાની દશા; નિર્માણ જાણવા દેખવાની મારી અવસ્થા. (૩૯) શુદ્ધોપયોગ, શુભ