________________
શુદ્ધાત્મસ્વરૂપની હિંસારૂપ પરિણામ જેનું લક્ષણ છે, એ અસંયમ (એ ત્રણે) |
અવશ્ય ભાવી હોય છે. (૪) ઉકાર; પરિગ્રહ; ઉપકરણ ઉપધિમાં પરિગ્રહમાં. ઉપધિ = પરિગ્રહ. ઉપપ૪ :યોગ્ય. ઉપન્યાસ કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવન. (૨) પાસે,
જોડાજોડ મુકયું તે; થાપણ; આડમાં મૂકેલી વસ્તુ, લખાણ, સૂચના;
દરખાસ્ત ઉપનિષદ્ ઉપ-સમીપે. નિષદ'—બેસીને = સમીપે બેસવું. ઉપપત્તિ પુરાવો; પ્રમાણ; સિદ્ધિ; યુક્તિ; સાબિતીમાં પ્રમાણો અને ઉદાહરણો
બતાવવાની ક્રિયા. (૨) સિદ્ધિ; પ્રાતિ; અનુભૂતિ. (૩) નિષ્પન્ન થવું;
સિદ્ધ થવું; પ્રાપ્તિ; સિદ્ધિ. ઉપપ:ઉચિત; યોગ્ય; ઘટિત; ન્યાયયુક્ત. ઉપપન્ન નથી બની શકતી નથી; ઘટતી નથી; યોગ્ય નથી. ઉપપાદ :પુદગલોનું અન્ય પર્યાયરૂપ પરિણમવું, તે ઉપપાદ છે. (૨) વિવક્ષિત
ગતિમાંથી અન્યગતિમાં ઉત્પન્ન થવું તે ઉપપાદ છે. જીવોના વિગ્રહ સહિત અને વિગ્રહ વિના આગમન, ગમન, અયન અને ઉપપદને પણ સર્વજ્ઞ ભગવાન જાણે છે. (૩) જન્મ (૪) વિવક્ષિત ગતિમાંથી અન્ય ગતિમાં
ઉત્પન્ન થવું તે, ઉપવાદ છે. ઉપપાદ જન્મ :માતા-પિતાને રજ અને વીર્ય વિના દેવ અને નારકીઓના
નિશ્ચિત સ્થાન વિશેષમાં ઉત્પન્ન થવાને, ઉપપાદ જન્મ કહે છે. આ ઉપપદ
જન્મવાળું શરીર વૈક્રિયિક રજકણોનું બને છે. ઉપપાદજન્મ કોને કહે છે. દેવ અને નારકીઓને ઉપપાદજન્મ જ હોય છે, અર્થાત્
ઉપપાદ જન્મ તે જીવોને જ હોય છે. ઉપબુહક આત્મશક્તિનો વધારનાર ઉપખંહણ (આત્માનો ધર્મ) વધારવો. (૨) ઉપબૃહણનો અર્થ વધારવાનું છે.
ઉપવૃંહણ નામના ગુણ અર્થે માદવ, ક્ષમા, સંતોષાદિ ભાવનાઓ વડે,
૨૧૯ નિરંતર પોતાના આત્માના ધર્મની અર્થાત્ શુદ્ધ સ્વભાવની વૃદ્ધિ કરવી
જોઇએ. અને બીજાના દોષોને ગુપ્ત રાખવા પણ જોઇએ. એ પણ કર્તવ્ય છે. ઉપભોગ : જે વસ્તુ વારંવાર ભોગવાય, તે ઉપભોગ કહેવાય. (૨) વારંવાર ભોગવી
શકાય એવી વસ્તુ. ઉપભોગ પરિભોગ પરિણામ :શિક્ષાવ્રતનાં પાંચ અતિચાર :
(૧) સચિત્ત-જીવવાળાં (કાચાં ફળ વગેરે) પદાર્થો. (૨) સચિત્ત પદાર્થોની સાથે મળેલા, પદાર્થો. (૩) ગરિષ્ટ પદાર્થો, (૪) દુઃ૫કવ, અર્થાત્ અર્ધ પાકેલ કે માઠી રીતે પાકેલ પદાર્થો,-તેમનો આહાર કરવો - એ પાંચ ઉપભોગ પરિભોગ શિક્ષાવ્રતના અતિચારો છે. ભોગ =જે વસ્તુ એક જ વખત વપરાય, તે ભોગ. જેમકે, અન્ન; તેને પરિભોગ પણ કહેવાય છે.
ઉપભોગ=જે વસ્તુ વારંવાર વપરાય, તે ઉપભોગ. જેમકે વસ્ત્ર વગેરે. ઉપમેય ઉપમા અલંકારમાં જે મુખ્ય વર્યા છે, તે પદ કે જેની અન્ય ઉપમાન સાથે
સરખામણી કરવામાં આવે છે. (૨) જ્ઞાન (૩) ઉપમા (૪) સરખામણી;
તુલના; દાખલો; ઉદાહરણ; દષ્ટાંત. (૫) સરખામણી; મળતાપણું ઉપમાન વર્ય વ્યક્તિ દ્રવ્ય કે ક્રિયા વગેરેની અન્ય સાથે સરખામણી કરવામાં
આવે, તે વ્યક્તિ, દ્રવ્ય કે ક્રિયા બતાવનારો શબ્દ. (૨) છ પ્રમાણોમાંનું એક
પ્રમાણ (૩) દર્પણ ઉપય :ફળ; સાધ્ય; કાર્ય (૨) માર્ગફળ; માર્ગનું ફળ; સિદ્ધરૂપે (૩) કળ; પ્રાપ્તિ,
પરિપૂર્ણ શુદ્ધ પરિણમન, તે ઉપેય ફળ છે. (૪) ઉપાય દ્વારા જે સાધ્ય
અથવા પ્રાપ્ય હોય, તેને ઉપેય કહે છે. ઉપયુક્ત :જોડાવું ઉપયુક્ત યોગ્ય; લાયક; ઉચિત; વાજબી; ઉપયોગી; જોડાવું. (૨) ઉપયોગમાં
લીધેલું; વાપરેલું; કામનું; ઉપયોગી; યોગ્ય; લાયક; ઉચિત; વાજબી; બંધબેસતું આવે તેવું. (૩) ઉપયોગ આકારે પરિણમવું; (૪) યોગ્ય; તન્મય.