________________
ઉપયોગ, અને અશુભ ઉપયોગ- એ ત્રણ છે. આ ચારિત્રગુણની અવસ્થા છે. (તથા જાણવું-દેખવું તે જ્ઞાન દર્શન ગુણનો ઉપયોગ છે, તો વાત અહીં નથી.) (૪૦) ઉપયોગ છે તે આત્માની અવસ્થા છે. તે પણ શુદ્ધ જ છે. વસ્તુ તે શુધ્ધ છે જ, પણ તેનો ઉપયોગ એટલે અવસ્થા પણ અનાદિથી શુદ્ધ છે, નિરંજન છે, મલિનતા વગરની છે. અનાદિથી આત્મામાં ત્રણ પ્રકારની અવસ્થા છે. ઊંધી માન્યતા (મિથ્યાત્વ), ઊંધું જ્ઞાન (અજ્ઞાન) અને ઊંધી એકાગ્રતા (અવિરતિ) એ, ત્રણ પ્રકારનો વિકાર છે. જો કે આત્માના ઉપયોગનો વેપાર-અવસ્થા તો શુદ્ધનયથી શુદ્ધ છે. અહીં તો બંધ-મોક્ષ અને કર્મના સદ્ભાવ-અભાવની અપેક્ષા વગરની વાત છે, વસ્તુ તો દ્રવ્યથી ને ગુણથી વર્તમાનમાં, ત્રણ કાળના સામર્થ્યથી ભરપૂર છે, શુદ્ધ છે અને વસ્તુની વર્તમાનકાળ એટલે વર્તમાન અંશ, તે પણ શુદ્ધ છે. વસ્તુના વર્તમાન શુદ્ધ ઉપયોગનો વેપાર એટલે કે શુદ્ધ પર્યાય, તે એક જ પ્રકારે છે, તે પર્યાય ઊણી નથી, અધૂરી નથી, મલિન નથી, પણ શુદ્ધ નિરંજન એક જ પ્રકારે પૂરી છે. વસ્તુ તો શુદ્ધ નિરંજન છે, પણ તેના પરિણામ એટલે અવસ્થા, તે પણ શુદ્ધ નિરંજન છે. વસ્તુ હોય તેને વર્તમાન હોય ને? વર્તમાન વગરની વસ્તુ હોય ન હોય, અને વસ્તુની જેવો સ્વભાવ હોય તેવો જ તેનો અંશ હોય. તેનો વર્તમાન અંશ વિકારી અને અધૂરો ન હોય. વિકાર દેખાય છે, તે કર્મની અપેક્ષાવાળી સાપેક્ષ પર્યાય છે. મૂળ સ્વભાવભૂત નિરપેક્ષ પર્યાયમાં, વિકાર નથી, તે પર્યાય અનાદિ અનંત છે. શુદ્ધ છે. નિરંજન છે. તેને કારણ, પર્યાય કહેવાય છે. ગયા કાળની અવસ્થા અને ભવિષ્યની અવસ્થાનું સામર્થ્ય દ્રવ્યમાં ધૂવરૂપે છે. અને તેનો વર્તમાન વેપાર પણ ધ્રુવ છે. આકાશાદિમાં પદાર્થમાં પોતાના સ્વભાવની જાતનો જ નિર્મળ ઉત્પાદ-વ્યય થાય છે, અને આત્મામાં રાગ-દ્વેષના વિકારી ઉત્પાદ-વ્યયનું પરિણમન થાય છે. તે સાપેક્ષ પર્યાય છે. નિમિત્તના સદભાવની અપેક્ષા લાગુ પડે ત્યાં સંસાર અવસ્થા છે. અને અભાવની અપેક્ષા લાગુ પડે, ત્યાં મોક્ષ અવસ્થા છે. તે બન્ને સાપેક્ષ છે. પણ આત્મા માં આકાશાદિ પદાર્થની જેમ, નિર્મળ નિરપેક્ષ પર્યાય પણ છે. કારણ કે આકાશ પણ પદાર્થ છે. અને આત્મા પણ પદાર્થ છે. દ્રવ્ય, ગુણ ને
૨૨૨ પર્યાય ત્રણે જો નિરપેક્ષ હોય, તો જ વસ્તુની અખંડતા થાય છે. વસ્તુ અનંત ગુણ અને અનંત પર્યાયનો પિંડ છે. ગયા કાળમાં જે થઇ ગઇ, અને ભવિષ્યમાં જે થશે, તે બધી પર્યાયના સામર્થ્યરૂપ દ્રવ્ય છે. મોક્ષપર્યાય જે બહાર આવે છે, એટલે કે પ્રગટે છે, તે બધી તાકાત દ્રવ્યમાં ભરી પડી છે. વસ્તુ પોતે ગુણ-પર્યાયનો પિંડ છે. તો તેમાં શુધ્ધ કારણ પર્યાય પણ છે. જે વસ્તુ હોય, તેને વર્તમાન પણ હોય, વર્તમાન વગરની વસ્તુ ન હોય અને વર્તમાન અંશ પણ વસ્તુની જાતનો જ હોય. એક પરમાણુ છે તે વસ્તુ છે, વસ્તુમાં તેના સ્વભાવની જાતની જ નિર્મળ પર્યાય હોય. જેમ ટિકમાં નિર્મળ પર્યાય છે, તેમ આત્માનાં પણ નિર્મળ પર્યાય છે; સ્ફટિક તો સ્કંધની પર્યાય છે. તેથી તે મૂળ શૂદ્ધ પર્યાય નથી. દાખલો શું અપાય? વસ્તુ જ દાખલા વિનાની છે. આ વિષય તદ્દન જુદી જાતનો જ છે, અપૂર્વ છે. (૪૧) કોઇપણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ કોઇ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ, જ્ઞાન. (૪૨) સામાન્ય પણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિરૂપ, ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ. (૪૩) વિકારી ઉપયોગ (૪૪) અજ્ઞાનરૂપ ઉપયોગ ત્રણ પ્રકારનો છે, મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ, એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ છે. તે પરનાં અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, સ્વપરના સમસ્ત ભેદને છૂપાવીને, પોતાના સવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે. (૪૫) ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને, ઉપયોગ કહે છે. ઉપયોગને જ્ઞાન-દર્શન પણ કહેવાય છે. તે બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઇ દ્રવ્યમાં હોતા નથી, તેથી તેને જીવન અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે. વળી તે અભૂત (આત્મ ભૂત) લક્ષણ છે. તેથી તે બધા જીવોમાં હોય છે. (૪૬) ચેતન્ય તે આત્માનો સ્વભાવ છે. તે ચૈતન્ય સ્વભાવને અનુસરતો આત્માનો જે પરિણામ, તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ જીવનું નિર્માદ્ય લક્ષણ છે. (૪૭) આત્માનું લક્ષણ છે. અને તે દર્શન અને જ્ઞાનના ભેદથી બે પ્રકારનો બતાવ્યો છે. આત્માના ચૈતન્યાનુસાર પરિણામ છે. (૪૮) જ્ઞાનનો વ્યાપાર (૪૯)