________________
२२०
(૫) આત્મસ્વભાવમાં જોડાવું (૬) ઉપયોગને તેમાં જ જોડીને; ઉપયોગની
અંતર એકાગ્રતા (૭) જોડાવું; વિભાગમાં રંગાવું. ઉપયક્ત થઈને ઉપયોગને તેમાં જ જોડીને તેના પ્રત્યે જ ચેત રાખવી, વા તેમાં જ
જાગ્રત રહેવું. ઉપયg :ઉચિત. ઉપેયભાવ સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે, તે પ્રકાર. ઉપયોગ :ચેતનાની પ્રવૃત્તિ; શબ્દાદિ વિષયોમાં, ઈદ્રિયોનું જોડાણ. (૨)
ચૈતન્યગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના, પરિણામને ઉપયોગ કહે છે. ઉપયોગને જ્ઞાન-દર્શન પણ કહેવાય છે, તે બધા જીવોમાં હોય છે, અને જીવ સિવાય, બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી, તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે; વળી તે સભૂત (આત્મભૂત) લક્ષણ છે. તેથી બધા જીવોમાં સદાય હોય છે. (૩) ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ,જીવદ્રવ્યની પરિણતિ છે. (૪) લક્ષ; રુચિ (૫) ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે. તે ચૈતન્ય સ્વભાવને અનુસરતો, આત્માનો જે પરિણામ, તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ જીવનું નિર્બાધ લક્ષણ છે. (૬) આત્માના જ પરિણામોને અનુસરીને થતાં, જ્ઞાનના પરિણામો, તે ઉપયોગ; ભાવ. (૭) કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે, થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર, મલિનતા. (૮) સંભાળ; સાવચેતી; દરકાર. (૯) ચેતનાની પરિણતિ; જેથી પદાર્થનો બોધ થાય. (૧૦) આત્માનો ચૈતન્ય-અનુવિધાથી (અર્થાત્ ચૈતન્યને અનુસરનારો) પરિણામ, તે ઉપયોગ છે. તે પણ બે પ્રકારનો છે - જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ત્યાં વિશેષને ગ્રહનારું જ્ઞાન છે, અને સામાન્યને ગ્રહના, દર્શન છે. (અર્થાત્ વિશેષ જેમાં પ્રતિભાસે, તે જ્ઞાન છે. અને સામાન્ય જેમાં પ્રતિભાસે, તે દર્શન છે). વળી ઉપયોગ સર્વદા, જીવથી અપૃથભૂત જ છે, કારણકે, એક અસ્તિત્વથી રચાયેલા છે. (૧૧) (ઉપયોગ, સદા જીવથી અભિન્ન જ છે, કારણકે, તેઓ એક અસ્તિત્વથી નિષ્પન્ન છે. ચેતનાનો પરિણામ, તે તે ઉપયોગ છે. આ ઉપયોગ, જીવરૂપી
લક્યનું લક્ષણ છે.) (૧૨) ચિત્પરિણામ જેનું લક્ષણ (સ્વરૂપ) છે, એવો ઉપયોગ હોય છે. (૧૩) ચૈતન્ય-અનુવિધાથી પરિણામ, અર્થાત્ ચૈતન્યને અનુસરતો પરિણામ, તે ઉપયોગ છે. સવિકલ્પ ઉપયોગ, ને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને, દર્શન કહેવામાં આવે છે. જ્ઞાનોપયોગના ભેદોમાંથી, માત્ર કેવળજ્ઞાન જ શુદ્ધ હોવાથી, સકળ (અખંડ, પરિપૂર્ણ) છે. અને બીજા બધા અશુદ્ધ હોવાથી, વિકળ (ખંડિત, અપૂર્ણ) છે; દર્શનોપયોગના ભેદોમાંથી માત્ર, કેવળદર્શન જ શુદ્ધ હોવાથી, સકળ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી, વિકળ છે. (૧૪) ચૈતન્યગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને, ઉપયોગ કહે છે. ઉપયોગ, સદા જીવથી અભિન્ન જ છે, કારણકે, તેઓ એક અસ્તિત્વથી નિષ્પન્ન છે. (૧૫) ઉપયોગના બે પ્રકાર છે : (૯) ઉપયોગ એટલે જાણવું-દેખવું, એવો ત્રિકાળી ગુણ અને (*) ઉપયોગ એટલે આ જાણવું-દેખવું ત્રિકાળ છે, એમ નિર્ણય કરનારી પર્યાય-જાણનાર પર્યાય, વ્યક્ત છે અને પ્રસિદ્ધ છે. જાણવું, જાણવું, જાણવું એ લક્ષણ પ્રસિદ્ધ છે, તેનાથી પ્રસાધ્યમાન આત્માને, સાધી શકાય છે, જાણી શકાય છે. (૧૫) ઉપ= સમીપમાં, યોગ= જોડાઈને ટકી રહેવું તે. જ્ઞાનસ્વરૂપમાં જોડાઈને ટકી રહેવું, તે ઉપયોગ છે. (૧૬) જ્ઞાનાવરણના ક્ષયોપશમ વિશેષનું નામ લબ્ધિ છે, અને તેના નિમિત્તથી આત્માના જાણવારૂપ ભાવ થાય છે, તે ઉપયોગ છે. (૧૮) ચેતનાની પ્રવૃત્તિ; શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોનું જોડાણ; સંભાળ; સાવચેતી; દરકાર (૧૯) ધ્યાન; સાવચેતી; સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે ઉપયોગ. (૨૦) જ્ઞાન દર્શન ચરિત્રરૂપ ઉપયોગથી ભાવધર્મ થાય છે. (૨૧) આત્માની નિર્મળ અવસ્થા; ચૈતન્ય વેપાર તે શુદ્ધ છે, નિરંજન છે. (૨૨) જીવની જ્ઞાન-દર્શન અથવા જાણવા દેખવાની શક્તિનો વ્યાપાર (૨૩) ઉપયોગ ને આત્માનો ચૈતન્યાનુવિધાથી પરિણામ છે. જેના મૂળ વિભાગ, દર્શન અને જ્ઞાનના ભેદથી બે પ્રકારના છે. અને આ ભેદની દૃષ્ટિએ દેખવા તથા જાણવારૂપ ચૈતન્યાનું, વિદ્યાથી પરિણામને ઉપયોગ કહે છે. (૨૪) ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે તે ચૈતન્ય સ્વભાવને અનુસરતો, આત્માનો જે પરિણામ, તેને ઉપયોગ કહેવામાં આવે છે.