________________
૧૯૯
યથાસંભવ દેહની સ્થિતિનું કારણ છે. જેમકે- (૭) કેવળીને નોકર્મ આહાર બતાવ્યો છે, તેમને લાભનંતરાયકર્મના ક્ષયથી અનંત લાભ પ્રગટ થયો હોવાથી તેમના શરીર સાથે અપૂર્વ અસાધારણ પુગલોનો પ્રતિસમય સંબંધ થાય છે, તે નોકર્મ કેવળીને દેહની સ્થિતિનું કારણ છે, બીજું નથી; એ હેતુથી કેવળીને નોકર્મનો આહાર કહ્યો છે.(૮) નારકીઓને નરકાયુનામકર્મનો ઉદય છે તે તેને દેહની સ્થિતિનું કારણ છે તેથી તેને કર્મ આહાર કહેવાય છે. (૯) મનુષ્યો અને તિર્યંચને કવળાહાર પ્રસિદ્ધ છે. (૧૦) વૃક્ષ જાતિને લેપાહાર છે. (૧૧)પંખીના ઈંડાને ઓજાહાર છે. શુક્ર નામની ધાતુની ઉપધાતુ ઓજ છે. ઈંડાને પંખી સેવે તેને ઓજ આહાર ન સમજવો. (૧૨)
દેવો મનથી તૃપ્ત થાય છે, તેમને મનસાહાર કહેવાય છે. (૨). ચાર પ્રકારના આહાર છે. (૧) અશન-રોટલા, ભાત, પકવાન્ન વગેરે. (૨)
પાન = પાણી વગેરે. (૩) ખાદ્ય = ફળ, મેવો વગેરે, (૪) સ્વાધ = પાન, સોપારી, એચલી, લવીંગ વગેરે. એ ચારે પ્રકારના આહાર રાત્રે અભક્ષ્યરૂપ
આહારકનામ કર્મપ્રકતિ :તેના ચાર ભેદ છે-આહારક શરીર નામકર્મ,
આહારક અંગ-ઉપાંગ નામકર્મ, આહારક બંધ નામકર્મ, આહારક સંઘાતક
નામકર્મ, આ પ્રકૃતિ બધાને ન હોય. આ પ્રકૃતિ મુનિને હોય છે. આહાર-નીહારાદિ ખોરાકનું ગ્રહણ કરવું અને મળ-મૂત્રનો ત્યાગ કરવો
વિસર્જન કરવું તે ક્રિયા. આહારમાર્ગણા આહારક અને અણાહારક એ બે અવસ્થા છે. એ બે અવસ્થામાં
કર્મના નિમિત્તની અપેક્ષા આવે છે, માટે તે પણ આત્માનું અખંડ સ્વરૂપ નથી. આહારના ભાવ અને અણઆહારક અવસ્થા તે આત્માનું અખંડ સ્વરૂપ નથી; તે બન્ને પર્યાય થાય છે આત્મામાં, પરંતુ તે પર્યાય ઉપર લક્ષ મૂકતાં રાગ આવે છે, અને રાગ તે આત્માનું સ્વરૂપ નથી, માટે આહારક એ
અણઆહારકની અવસ્થાના ભેદ આત્મામાં નથી. આહાર્ય આહારથી લાવવામાં આવતું; કુત્રિમ; ઔપાધિક. (સર્વ કૃત્રિમ
ઔપાધિક ભાવોથી રહિત એવું જે મુનિના આત્માનું સહજ રૂપ તે, વસ્ત્રાભૂષણાદિક સર્વ કૃત્રિમતાઓથી રહિત, યથાજાતરૂ૫૫ણાની અપેક્ષા રાખે છે. અર્થાત્ મુનિના આત્માનું રૂપ દશા સહજ હોવાથી, દેહ પણ યથા જાત જ હોવો જોઈએ, માટે યથાજાતરૂપપણું તે મુનિપણાનું બાહ્ય લિંગ
છે.) માટે યથાજાતરૂપપણું, તે મુનિપણાનું બાહ્ય લિંગ છે.) આહારવર્ગણા ઔદારિક, વૈક્રિયિક અને આહારક એ ત્રણ શરીરરૂપ જે પરિણમે
તેને આહારવર્ગણા કહે છે. ઈચ્છા કામના (૨) તે વર્તમાન વર્તતી દશા ઉપરનો અણગમો, અને પર વસ્તુ
તરફના રાગની હૈયાતી સૂચવે છે. ઇચ્છા તે દુઃખ છે. લોભ છે. ઈચ્છાકાર :ઉત્કૃષ્ઠ શ્રાવક, સમ્યગ્દષ્ટિવાન શ્રાવક ઈડા :ડાબીનાસિકાનો સ્વર-ચંદ્રસ્વર. ઇતર :બીજી; પરવસ્તુ. ઈતર :અન્યોન્યાશ્ચય
આહાર વર્ગણા જે ઔદારિક, વૈકિયિક અને આહારક એ ત્રણ શરીરરૂપે પરિણામે
તેને આહાર વર્ગણા કહે છે. આહારક કર્મ-નોકર્મરૂપ આહાર કરનાર. આહાક શરીર આહારક અદ્ધિધારી મુનિને, પ્રશ્ન પૂછવાનો વિકલ્પ આવ્યો, માટે
આહારક શરીર બન્યું એમ નથી. તે સમયે આહારક શરીરનો, પરિણમવાનો કાળ હતો, માટે તે આહારક શરીર બન્યું છે. જીવે તેને બનાવ્યું છે, એમ કહેવું એ બધી (વ્યવહારની વાતો છે. (૨) છઠ્ઠા ગુણસ્થાન વતી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થયેથી કેવળી અથવા શ્રુતકેવળીની સમીપ જવાને માટે મસ્તકમાંથી જે એક હાથનું પુતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે. (૩) આહારક ઋદ્ધિધાત્રી છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા થતાં અથવા જિનાલયની વંદના કરવા માટે મસ્તકમથી એક હાથ પ્રમાણ સ્વચ્છ અને સફેદ, સાત ધાતુ રહિત પુરુષાકાર જે પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે.