________________
ઇતરેતરાય દોષ ઃજીવ અને પુદગલનો જે બંધ છે. તેમાં ઇતરેતરાય દોષ નથી. જીવના એના એ રાગના પરિણામથી બંધ થાય અને એના એ બંધથી પાછો એનો એ રાગ થાય, તો ઇતરેત રાય દોષ થાય પણ વસ્તુ સ્વરૂપ નથી, જેમ ની એક પૂણી પછી બીજી પૂણી હોય તો પણ દોરો સંધાયા કરે તેમ અમુક સ્થિતિ સુધી કર્મો આત્મામાં રહે, ટળતાં જાય અને નવાં બંધાતાં જાય પણ પ્રવાહ તૂટે નહીં જીવમાં નવા નવા રાગાદિ વિકારના પરિણામ થાય છે. અને જડ કર્યો પણ જૂનાં ટળતા જાય છે. અને નવાં બંધાતાં જાય છે. પણ પ્રવાહ તૂટતો નથી. જે પરિણામથી કર્મ બંધ થયો.તે બંધ તેના તે પરિણામનું નિમિત્ત થતું નથી.નવા પરિણામનું નિમિત્ત થાય છે. જે નવાં વિકારી પરિણામ થયાં તે જૂના બંધનું નિમિત્ત થતું નથી પણ નવા બંધનું નિમિત્ત થાય છે. માટે ઇતરેતશ્ર રાય દોષ લાગતો નથી.
પહેલા આત્માં શુદ્ધ હતો અને પછી અશુદ્વ થયો, પહેલા કર્મ ન હોતાં ને પછી કર્મ બંધાયાં તેમ નથી.એટલે કે આત્માંના પરિણામથી કર્મ થયા અને કર્મથી આત્માંના પરિણામ થયાં એમ નથી. એક બીજાના આધારે બન્ને સિદ્ધ થયા તેમ નથી પરંતુ અનાદિ કાળથી સ્વતઃ સિદ્ધ છે. અનાદિ કાળથી કર્મ કર્મપણે અને આત્માંના પરિણામ વિકાર પણે સ્વતંત્ર પરિણમતાં આવે છે. કોઇના આધારે કોઇ સિદ્ધ થતું નથી. માટે ઇતરેતરાયશ્ર દોષ લાગતો નથી અનાદિકાળથી આવો બંધ છે. તે કર્તા, કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન છે. તે અજ્ઞાનનું નિમિત્તે આ બંધ છે.
ઇંતેતરાય :એકબીજાનો આશ્રય; અન્યોન્યાશ્રય; એકબીજાનો ટેકો, એક પ્રકારનો દોષ.
ઇત્વારિકા ગમન :ઇત્વારિકા જે વ્યભિચારિણી સ્ત્રી, તેને ઘેરે જવું અથવા તેને પોતાના ઘરે બોલાવી (ધનાદિ) લેણ દેણ રાખે, પરસ્પર વાર્તા કરે, શ્રૃંગાર દેખે, તે ઇત્યારિકાગમન નામે અવિચાર છે.
ઇતિ :આ પ્રમાણે; સમાપ્ત; પુરું થવું એમ બતાવે છે; સમાપ્તિ,
ઇતિહાસ :ભૂતકાળનું વૃત્તાંત
ઇન્દ્ર ઃસ્વર્ગનો અધિપતિ (૨) અધિષ્ઠાતા; સ્વામી.
૨૦૦
ઈન્દ્રવરણું દેખીતું જેટલું સુંદર, તેટલું જ કડવું એવું એક ફળ; વિષફળઃ ઇન્દ્રવારણાં. ઇન્દ્રાણી :ઇન્દ્રની સ્ત્રી
ઇન્દ્રિય ઃજ્ઞાનનું બાહ્ય સાધન (૧)આત્મા (ઇન્દ્ર-આત્મા) પરમ ઐશ્વર્યરૂપ પ્રવર્તે
છે. એમ અનુમાન કરાવનારું શરીરનું ચિહ્ન; જ્ઞાન તથા કર્મનું (બહારનું કે આંતર) સાધન (ત્વચા, ચક્ષુ, કાન, જીભ અને નાક તથા વાચા, હાથ,પગ, અપદ્ગાર અને ઉપસ્થંદ્રિય એ પાંચ અનુક્રમે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો છે.) (૨) વિષય (૩) આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહે છે. ઇન્દ્રિય અતીત :અતીન્દ્રિય
ઇન્દ્રિય નિગ્રહ :ઇન્દ્રિયોને વશ રાખવી તે; સંયમ ઇન્દ્રિય વિષય :સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ ઇન્દ્રિયગાય ઇન્દ્રિયથી જણાય તેવું. ઇન્દ્રિયગા યદ્વારા :ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય દ્વારા. ઇન્દ્રિયજ :ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું;
ઇન્દ્રિયજ્ઞાન :વિષયથી (૨) અંતઃકરણ (મન) પરોપદેશ અને ઇન્દ્રિયો (પાંચ ઇન્દ્રિયો) પૌદગલિક હોવાથી, તેમનું રૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે. તેઓ ઇન્દ્રિય જ્ઞાનમાં બહિરંગ કારણો છે.
ઉપલબ્ધિ (ક્ષયોપશમ) સંસ્કાર (પૂર્વે જાણેલા પદાર્થથી ધારણા), પ્રકાશ (ચક્ષુ ઇન્દ્રિયદ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ નિમિત્તરૂપ કારણ છે) વગેરે, અંતરંગ સ્વરૂપ-કારણ પણે ગ્રહીને પ્રવર્તે છે. અને પ્રવર્તતું થયું તે, સપ્રદેશને જ જાણે છે. કારણ કે તે સ્થૂલને જાણનારું છે, અપ્રદેશને નથી જાણતું, કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી; મૂર્તને જ જાણે છે, કારણ કે મૂર્તિક વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું. કારણ કે અમૂર્તિક વિષય સાથે ઇન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી. વર્તમાનને જ જાણે છે, કારણ કે વિષયવિષયીના સંનિપાત(મેળાપ)નો સદ્ભાવ છે. વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું, કારણ કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષ (સંબંધસમીપતા)નો અભાવ છે. (૩) ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત ઇન્દ્રિયજ્ઞાન સ્થૂલ ઇન્દ્રિયગોચર પદાર્થોને જ જ્ઞાનના જ્ઞાયોપથમિક ઉઘાડ અનુસાર જાણી શકે