________________
થાય; તેમ અમર્યાદાપણે જેનો ફેલાવ છે એવો સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ
આસવોથી નિવૃત્ત થતો જાય છે.
આસવો અને આત્માનું ભેદશાન
(૧) આસવો ઘાતક છે, પયાયવધ્ય છે.(વધ્ય=હણાવા યોગ્ય ; ઘાત થવા લાયક) (૨) આસવો અવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે.
(૩) આસ્રવો અનિત્ય છે, ભગવાન આત્મા જ નિત્ય છે.
(૪) આસવો અશરેણ છે, ભગવાન આત્મા જ શરણ છે.
(૫) આસવો દુઃખરૂપ છે., ભગવાન આત્મા જ અદુઃખરૂપ છે.
(૬) આસવો, પુણ્ય-પાપ બંધના હેતુ હોવાથી, દુઃખફળરૂપ છે, ભગવાન આત્મા જ, પુણ્ય-પાપ બંધનો અહેતુ હોવાથી, અદુઃખ ફળરૂપ છે. આસવોથી છૂટવાની ક્રિયા હું એક છું; શુદ્ધ છું; મમત્વ રહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું એવું ભાન થવાથી આત્મા આસવોથી નિવર્તે છે, બંધન છૂટી જાય છે. આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પરમાર્થિક વસ્તુવિશેષ છું. આસવોથી નિવર્તવાની વિધિ રીત શું છે ? :
(૧) હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત, ચિન્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય ઉદયરૂપ વિજ્ઞાનઘન સ્વભાવભાવપણાને લીધે એક છું. (૨) (કર્તા, કર્મ, કરણ, સપ્રદાન, અપાદાન અને અધિકરણ-સ્વરૂપ), સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી, જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિના માત્રપણાને લીધે શુદ્ધ છું.
(૩) પુદ્ગલ દ્રવ્ય જેવું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપ પણું), તેના સ્વામીપણે પોતે સદાય નહિ. પરિણમતો હોવાથી મમતા રહિત છું.
(૪) ચિત્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુ સ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. - આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ, પર માયિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પર દ્રવ્ય પ્રવૃત્તિથી, નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિર્મળ
૧૯૮
રહેતો થકો, સમસ્ત પર દ્રથના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા, જે ચંચળ હ્લોલો તેમના નિરોધ વડે, આને જ ( આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવનો થકો, પોતાના અજ્ઞાન વડે, આત્મામાં ઉત્પન્ન જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય ક્ષય કરું છું.
આસવોને અશુચિષય કહયાં છે તો શું દુર્ગંધ આવતી હશે ? હા ! પુણ્ય પાપના પરિણામ અશુચિમય છે, અપવિત્ર છે; દુર્ગંધમય છે, આત્માના સ્વભાવથી તદ્ન વિરુદ્ધ જાતનાં છે.
આસુરી ભાવના અનન્તાનુબંધી કષાય અને કલહમાં આસક્તિથી અથવા શરીરાદિ પારિગ્રહમાં આસક્તિથી તેવાં નિમિત્તને મેળવતો કરુણારહિત, પશ્ચાત્તાપ રહિત, પૂર્વનું વેર રાખનાર મુનિ દાનવી અથવા આસુરી ભાવનાને ધારે છે. આવ નવા બંધનું કારણ. આસ્વાદન :વેદન.
આસ્વાદમાન છે ઃઆસ્વાદ લેવાય છે; અનુભવાય છે.
આસાદન પરદ્વારા પ્રકાશ થવા યોગ્ય જ્ઞાનને રોકવું તે આસાદન છે. આસાદના જીવાદિ પાંચ અસ્તિકાય, પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર તથા બે ઇન્દ્રિયો થી પાંચ ઇન્દ્રિય સુધી ત્રસકાય - આ રીતે છ જીવસમૂહ, અહિંસાદિ પાંચ મહાવ્રત, ઈર્યા આદિ પાંચ સમિતિ અને કાય,મન, વચન, આદિ ત્રણ ગુપ્તિ- એવી આઠ પ્રવચનમાના અને જીવાદિ નવ પદાર્થ- આ પ્રકારે તેત્રીસ પદાર્થ છે તેમનાં આસાદનનાં પણ આજ નામ છે. આ પદાર્થોનું સ્વરૂપ બીજી રીતે “અન્યથા કહેવું તેમાં શંકા વગેરે ઉત્પન્ન કરવી તેને આસાદના આશાતના કહે છે.
આસીન :બેઠેલા; બિરાજમાન,
આસીન થવું :સ્થિર થવું; સ્વરૂપમાં સ્થિર થવું તે જ ઉદાસીનતા છે. આતઆદાન ચોરે ચોરેલી વસ્તુને ખરીદવી.
આહાર ઃ
(૧) આહારના છ ભેદ છે-(૧) નોકર્મ આહાર, (૨) કર્માહાર, (૩)કવળાહાર, (૪) લેપાહાર, (૫) ઓજાહાર અને (૬) મનસાહાર-એ છ પ્રકારના આહાર