________________
ઉદુમ્બર ફળના નામ ઉમરો, કડુંબર, વડ, પીપર અને પીપળાનાં ફળ અથવા ગુલરના ફળ આમ પાંચ ફળો છે.
ઉદય :વિપાક- અનુભવ. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને, જેટલો રાગ-દ્વેષ કરે, તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો, એમ કહેવાય. કષાયકર્મના ઉદયમાં જોડાતાં, જીવને તીવ્ર ભાવ થાય, તે ચારિત્રમોહનીય કર્મના આસવનું કારણ (નિમિત્ત) છે એમ સમજવું. (૨) ઉત્પત્તિ; ચડતી; ઉન્નતિ; પ્રગટતા. (૩) પ્રગટ થવું. (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને, લઈને કર્મ જે પોતાની શક્તિ દેખાડે છે, તેને કર્મનો ઉદય કહે છે; કર્મફળનું પ્રગટવું. (૫) ઉદય બે પ્રકારનો છે ઃ એક પ્રદેશોદય, અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય (દેખીતી) રીતે વેદાય છે, અને પ્રદેશોદય અંદરથી વેદાય છે. (૬) આવેલા કામોના પાકને, ઉદય કહે છે. (૭) જે આત્મા રાગ, દ્વેષ અને અજ્ઞાન ન હોય, તેને ઉદય કહીએ છીએ. (૮) કર્મનો વિપાક; અનુભવ. (૯) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, તથા ભાવને લઇને કર્મ જે પોતાની શક્તિ દેખાડે છે, તેને કર્મનો ઉદય કહે છે. કર્મફળનું પ્રગટવું.
હૃદય પામે છે ઃઉત્પન્ન થાય છે.
ઉદય પામવું ઃપ્રગટ થયું. (૨) ઉત્પન્ન થવું.
ઉદય ભાવ કર્મોનો ફળ દેવામાં સમર્થપણે ઉદ્ભવે, તે ઉદયભાવ છે.
ઉદાત ઃતત્પર; સજ્જ; કૃતનિશ્ચય; આતુર; ઉદ્યમી; ખંતીલું; ઉઘોગી; તૈયાર થઈ રહેલું; નિશ્ચય કરી, ઊભું થયેલું.
ઉદાત :પ્રવૃત્ત (૨) તૈયાર; નિર્મળ
ઉદાત થવું ઃતત્પર થવું; લાગવું; ઉદ્યમવંત થવું; વળવું; ઢળવું.
ઉદામ :પ્રયત્ન (૨) પુરુષાર્થ
ઉદામ :પુરુષાર્થ સ્વરૂપમાં દૃષ્ટિ ને રમણતા જે વડે થાય, તેનું જ નામ પુરુષાર્થ છે. ઉદયમાન ઉદયમાં આવતું ઉદયરૂપ :પ્રગટ રૂપ; પ્રત્યક્ષ; ઉધ્રુવ તત્પર
૨૧૨
ઉદયસ્થાનો પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા. જેમ કે ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ, આદિ જેટલા ઉદયના પ્રકારો છે એવું જેમનું વલણ છે તેને ઉદય સ્થાનો કહે છે.
ઉધ્યાધીન સાતા-અસાતા, માન-પૂજા, તિરસ્કાર-પુરસ્કાર, લાભ-અલાભ આદિ, જે સ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં માત્ર જ્ઞાતા-દૃષ્ટા સાક્ષીભાવે કહી, સમભાવે, ભયરહિત નિઃસ્પૃહ, નિષ્કામપણે વિચરવું, કે જેથી વિષયકષાય અને પ્રમાદનો જય કરી, પરમ નિગ્રંથદશા પ્રાપ્ત થાય.
ઉદયાભાવી થાય જે કર્મ ફળ આપ્યા વિના ખરી જાય, તેમને ઉદયાભાવી ાય કહે છે.
ઉદ્યોત પ્રકાશ; ઝળહળાટ (ઉદ્યોત) (૨) પ્રભાવના; પ્રકાશવંત; જ્યોતિ. (૩) ચંદ્ર, ચંદ્રકાન્તમણિ, દીવા આદિનો પ્રકાશ તે ઉદ્યોત છે. (૪) જ્ઞાન પ્રકાશ. ઉદ્યોત નામ કર્મ જે કર્મના ઉદયથી ઉદ્યોત (ઝળહળાટ રૂપ), શરીર હોય. ઉદ્યોત-ઉદ્યોત પ્રકાશ, ઝળહળાટ ઉદ્યોતન :પ્રકાશન ઉદ્યોતન પ્રકાશિત, પ્રકાશન ઉદ્યોતરૂપ :જ્યોતિસ્વરૂપ ઉદ્દેક :પુષ્કળતા; વધારો;
ઉદ્વેગ :ખેદ; ખિન્નતા; ઉચાટ; (૨) ગભરાટ; વ્યાકુળતા; (૩) દિલગીરી; શોક; (૪) વ્યગ્રતા; ક્ષોભ.
ઉદ્વિગ્ન :ખિન્ન; ભારે દિલગીર; ઉદ્વેગ પામેલું; કંટાળેલું; ખેદ, ઉચાટ; ગભરાટ; વ્યાકુળતા; શોક; વ્યગ્રતા; ક્ષોભ; ઉદ્વેગ. (૨) પરિણતિ; કષાયની ઉદ્વિગ્નતા= રાગ-દ્વેષની પરિણતિ. (૩) ભયાકુળ; આશંકાથી ચિંતિત; આકુળિત
ઉદ્વિશતા :ખેદ; ખિન્નતા; કંટાળો; ઉચાટ; ગભરાટ; વ્યાકુળતા; વ્યગ્રતા; ક્ષોભ, શોક, દિલગીરી;
ઉદ્દેશક આહાર દોષયુક્ત આહાર; સાધુના નિમિત્તને બનાવેલ આહાર, તેને ઉદ્દેશક આહાર કહે છે, તે દોષયુકત છે.