________________
માટે, ઉપદેશ આપે નહિ, ૬. કોઇએ કર્યું હોય, તેને ભલું કહે નહિ, ૭. | કાયાથી પોતે કરે નહિ, ૮. બીજાન હાથ વગેરે દ્વારા પ્રેરણા કરાવે નહિ, ૯. અને કોઇએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા. અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ સ્વ ભંગ કહયા તેમાંથી કેટલાક ભાગોમાંથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું, એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. માટે
શકય હોય તે રીતે ત્યાગ કરવો. ઉત્સર્ગ રૂપ નિવૃત્તિ સામાન્ય ત્યાગ ઉત્સર્ગસાપે સામાન્ય નિયમની, અપેક્ષા સહિત. ઉત્સર્પિણી ચઢતો કાળ. (૨) ઊંચે ઊંચે સરકતો જતો કાળ;ઉત્તરોત્તર ચઢતો કાળ, ઉત્સર્પિણી કાળ :જે કાળચક્રમાં આયુ, કાય, સુખ વધતાં જાય,એવો કાળ. (૨)
ઉત-ઊંચે, સર્પિણી-સરકતો જતો એટલે કે ઉત્તરોત્તર ચઢતો કાળ તે ઉત્સર્પિણી કાળ. (૩) ચડતા છ આર પૂરા થાય તેટલો કાલ; દશ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણનો ચડતો કાલ; આયુષ્ય, વૈભવ, બળ આદિ વધતાં જાય
તેવો કાલ પ્રવાહ. ઉત્સાહ :આનંદમય પ્રસંગ. ઉત્સાહ રાગ ઉતાપ :ચિંતા; ફિકર; દુઃખ; પીડા; સંતાપ; બળાપો; તાપ; તડકો; ઘામ; બફારો. ઉતારુ :પ્રવાસી; મુસાફર. ઉથાપવું ઓળંગવું; ન માનવું; દૂર કરવું; ઉલ્લંઘવું. (૨) ઊંચા કરવા. ઉથામનું એક સ્થાનથી બીજા સ્થાનમાં નાખવું, ખાલી કરવું; ઠાલવવું; ફેરવી
ફેરવીને જોવું. (૨) ઊંચા કરવું; આમથી તેમ ઊંચકવું ને મૂકવું; ફીંદવું; ઊંચું
નીચું કે આમ તેમ કરી નાખવું; મિથ્યા મેહનત કરવી. ઉદક પેઢાલ સૂત્રકૃતાંગ નામના બીજા અંગમાં એક અધ્યયન છે. ઉદગમ ઉત્પાદનનાદિ દોષોનું સ્વરૂપ જાણવા માટે મૂળાચાર આદિ ગ્રંથો જોવા
જોઇએ. ઉદઘોષ :વચન ટંકાર (૨) પ્રકાશન
ઉદઘોળ્યું :પ્રકાશ્ય, જાણ કરી ઉદ્યોત :પ્રકાશ; ઝળહળાટ; ઉદ્યોત ઉદ્દેશ હેતુ ધારણા; ઇરાદો. ઉદ્દેશિક આહાર દોષયુકત આહાર (૨) મુનિ સાધુ માટે બનાવેલ આહાર, તે
દોષયુક્ત છે. (૩) અમુક વસ્તુનો આહાર, અમુક મુનિને માટે જ તૈયાર
કરેલો હોય તે. ઉથાત :ભવ્ય ઉદ્ધત સ્વતંત્ર (૨) કોઈને ગણે નહિ-નિમિત્તને ગણે નહિ, રાગનેય ગણે નહિ,
ને પર્યાય ને ગણે નહિ, બધાને ગૌણ કરી છે. અહા! આવો ઉદ્ધત બોધ ધામ પ્રભુ, આત્મા છે. તેમ વર્તમાન જ્ઞાનની પર્યાય અંતર્મુખ કરી, પ્રત્યક્ષ જાણી લેવો એ કરવા યોગ્ય કામ છે. (૩) કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ છે. (૪) ઉગ્ર; કોઇનીય પરવા કરે નહિ તેવો; બધાને ગૌણ
કરી દે તેવો સ્વતંત્ર. ઉદ્ધ બોધ શુદ્ધ વિજ્ઞાન ધન; ઊંચું. ઉન્નત જ્ઞાન; ભવ્ય જ્ઞાન. સમસ્ત કર્તાપણાના
ભાવથી રહિત; એક માત્ર જ્ઞાતા જ માનો. ઉક્ત મોહની લાગી ઋદ્ધિ; શોભા. ઉદ્દાત્ત :ઉચ્ચ; કોઈને આધીન ન હોવું ઉદ્ધારે છે. નાશ થવા દેતો નથી. ઉÉબર ફળ :પાંચ પ્રકારનાં છે. કળનાં નામ ઉમરો, કકુંબર, વડ, પીપર, અને
પીપળાનાં ફળ અથવા ગુલરનાં ફળ. ઉદ્દભેદ :સ્કુરણ; પ્રગટતા; ફણગા; ઝરા; કુવારા. ઉદ્દભવ ઉદય ઉgબર જે વૃક્ષોને તોડવાથી દૂધ નીકળે છે એવા વડ, પીપર, ઉંબર, કઠુંબર, પાકર
વૃક્ષોને, ક્ષીરવૃક્ષ અથવા ઉદુમ્બર કહે છે. તેમાં સૂક્ષ્મ તથા પૂલ ત્રસ જીવોની,
ઘણી ઉત્પત્તિ થાય છે. ઉદુમ્બર ફળ :ગૂલર, વડ, પીપલ, પિલખન અને પાકર એ પાંચ ઉદુમ્બર ફળ છે.
તેમાં બહ બીજ છે તેથી શ્રાવક તેને ખાતાં નથી.