________________
ઉત્પાદ-વ્યય :ટકીને બદલે ને બદલવા છતાં ટકી રહે એવું આશ્ચર્ય કારી વસ્તુનું સત
સ્વરૂપ છે. (૨) ઉત્પાદ-વ્યનાં પરિણામ પુદગલ સાથે છે. જીવની સાથે વ્યાપતાં નથી. આથી ઉત્પાદ વ્યયરૂપ જે ભાવ છે, તે પુદગલ છે, તે જીવ
નથી. ઉત્પાદ-વ્યય-ધૃવત્વશક્તિ તે ગુણ છે, તે ધ્રુવ છે. એ આત્મદ્રવ્યનો ગુણ છે. જેના
કારણે દ્રવ્ય નવી પર્યાયપણે ઉપજે અને પૂર્વ પર્યાય પણે નાશ પામે અને દ્રવ્યપણે ધ્રુવ-કાયમ રહે. આવી ઉત્પાદ-વ્યય-ધવત્વ શકિત આત્મામાં નિત્ય રહેલી છે. ભગવાન નિત્યાનંદસ્વરૂપ આત્મામાં જે અનંત શક્તિઓ છે તે
બધી નિત્ય છે. ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય :જો ગુણ હોય, તો જ ધ્રૌવ્ય હોય, અને જો પર્યાયો હોય, તો
જ ઉત્પાદવ્યય હોય; માટે જો ગુણપર્યાયો ન હોય, તો ઉત્પાદવ્યધ્રૌવ્ય, પોતાના સ્વરૂપને પામી શકે જ નહિ. આ રીતે દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે, એમ કહેતાં તે ગુણપર્યાયવાળું, પણ જાહેર થઈ જાય છે. (૨) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે. અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે. (અર્થાત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, પર્યાયોનો આશ્રય છે. અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે). તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે. દ્રવ્યાન્તર નથી. પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે, (અર્થાત્ પર્યાયો દ્રવ્યને આશ્રિત છે. ઉત્પાદ વ્યયધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે જ છે. પર્યાયથી ભિન્ન પદાર્થરૂપ નથી. તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ છે. દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. (૩) દ્રવ્યથી જુદા પદાર્થો નથી. ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી તે બધુંય દ્રવ્ય છે. (૪) સ્વયંભૂ સર્વજ્ઞ ભગાનને જે શુદ્ધાત્મ સ્વભાવ ઉત્પન્ન થયો, તે કદી નાશ પામતો નથી. તેથી તેમને વિનાશ વિનાનો ઉત્પાદ છે; અને અનાદિ અવિદ્યાજનિત વિભાવ પરિણામ, એકવાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઊપજત નથી. તેથી તેમને ઉત્પાદ વિનાનો વિસ્તાર છે. આ રીતે અહીં એમ કહ્યું કે, સિદ્ધ પણે તેઓ અવિનાશી છે. આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત છે; કારણ કે શુદ્ધ પર્યાયની અપેક્ષાએ તેમને ઉત્પાદ છે, અશુદ્ધ
૨૦૯ પર્યાયની અપેક્ષાએ વ્યય છે અને તે બન્નેના આધારભૂત આત્માપણાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. દરેક દ્રવ્યઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય મય હોવાથી મુક્ત આત્માને પણ ઉત્પાદ-વ્યય-ધોવ્ય અવશ્ય હોય છે. સ્થૂલતાથી જોઇએ તો, સિદ્ધ-પર્યાયનો ઉત્પાદ થયો. સંસાર પર્યાયનો વ્યય થયો અને આત્માપણું ધ્રુવ રહ્યું- એ અપેક્ષાએ મુક્ત આત્માને ઉત્પાદ-વ્યય-દ્રો છે. અથવા, મુકત આત્માનું જ્ઞાન શેય પદાર્થોના આકારે થયા કરે છે. તેથી સર્વ શેય પદાર્થોમાં, જે જે પ્રકારે ઉત્પાદન થાય છે તે તે પ્રકારે જ્ઞાનમાં, ઉત્પાદિત થયા કરે છે. માટે મુક્ત આત્માને સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે. અથવા વધારે સૂક્ષ્મતાથી જોઇએ તો, અગુરુ લઘુ ગુણમાં થતી ષટગુણ હાનિવૃદ્ધિને લીધે, મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વર્તે છે. અહીં જેમ સિદ્ધ ભગવાનમાં ઉત્પાદાદિ કહ્યાં તેમ, કેવળી ભગવાનનાં પણ
યથાયોગ્ય સમજી લેવાં. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં હે છે. તેથી સત્ છે. તે
સ્વભાવ ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે, પરિણામ છે. દરેક પરિણામ સ્વકાળમાં પોતાના રૂપે ઉપજે છે. પૂર્વરૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એક પ્રવાહપણું હોવાથી, દરેક પરિણામ ઉત્પાદ-વિનાશ વિનાનો એકરૂપ-ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ. મોતીના હારની માફક ઉત્પાદ-વ્યય
ધ્રૌવ્યાત્મક છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રય :ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રિપુટી (ત્રણનો સમહો. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું પણ એક જ અસ્તિત્વ છે જેમકે સુવર્ણ જ કુંડળાદિ
ઉત્પાદો, બાજુબંધાદિવ્યયો અને પીળાશદિ ધ્રૌવ્યનું, કર્તા, કરણ તથા અધિકરણ છે; તેથી સુવર્ણ જ, તેમનું સ્વરૂપ ધારણ કરે છે. ઉત્પાદ-વ્યયધ્રૌવ્યો જ દ્રવ્યનાં કર્તા, કરણ અને અધિકરણ છે; તેથી ઉત્પાદ-ધ્રૌવ્યો જ, દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે.