________________
ઉદાત્ત ઃકોઈને આધીન નથી; સ્વાધીન; પરાધીન નથી. (૨) ઉચ્ચ ઉદાર ઃમોટા વિસ્તારવાળું; નિશ્ચય. (૨) નિશ્ચળ; મોટા વિસ્તારવાળું ઉદારણા કાળ પાક્યા પહેલાં, કર્મનાં ફળ તપાદિ કારણે ઉદયમાં આવે, તે ઉદીરણા.
ઉદાસ વૈરાગી જેવો થઇ જાય.
ઉદાસભાવ ઉપેક્ષાભાવ
ઉદાસી ઉપેક્ષાવૃત્તિવાળું; તટસ્થ; શોકાતુર; દિલગીર; નિરાશ
ઉદાસીન જેમ સિદ્ધ ભગવાન, ઉદાસીન હોવા છતાં, સિદ્ધગુણોના અનુરાગપણે પરિણમતા ભવ્ય જીવોને, સિદ્ધગતિના સહકારી કારણભૂત છે. તેમ ધર્મ પણ, ઉદાસીન હોવા છતાં, પોતપોતાના ભાવોથી જે ગતિરૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને, ગતિનું સહકારી કારણ છે. (૨) ઉર્દૂ એટલે ઊંચે અને આસ=બેસવું, સર્વ પરભાવો, પરદ્રવ્યોમાંથી, વૃત્તિ ઊઠી જઈ, ઊંચે એટલે સર્વથી અલિપ્ત ભાવમાં, આત્મભાવમાં એકાગ્ર થઈ, તે રૂપ ઉદાસીનતા; આસક્તિ રહિતદર વીતરાગતા; સર્વ ભાવ પ્રત્યે અસંગ અપ્રતિબદ્ધ, એવા સાક્ષીભાવે સમતા નિરંતર રહે. (૩) નિષ્ક્રિય; ઉપેક્ષાવૃત્તિવાળું; તટસ્થ; ખિન્ન; ગમગીન; શોકાતુર; દિલગીર; નિરાશ; નાસીપાસ; ભિન્ન અસરકારક. (૪) જેમ સિદ્ધ ભગવાન, ઉદાસીન હોવા છતાં, સિદ્ધ ગુણોના અનુરાગરૂપે પરિણમતા, ભવ્ય જીવોને સિદ્ધગતિના સહકારી કારણભૂત છે, તેમ ધર્માસ્તિકાય પણ ઉદાસીન હોવા છતાં, પોતપોતાના ભાવોથી જ, ગતિરૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને, ગતિનું સહકારી કારણ છે. (૫) સંબંધ વિનાનો; તટસ્થ (૬) નિષ્ક્રિય; મધ્યસ્થ. (૭) ઉદાસ; દિલગીર; શોકાર્ન; શોક મગ્ન. (૮) તટસ્થ; સંબંધ વિનાનો. (૯) પરદ્રવ્યોથી વિરક્ત સ્વરૂપ (૧૦) ઉત+આસન= ઊંચે બેઠેલા સંસારના સર્વ પ્રપંચોથી ઊંચે જઇ બેઠા હતા. (૧૧) ઊંચે બેઠેલો; જગતના ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા; અસ્પર્શી; અલેખ; આત્મદશાના આસનમાં બેઠેલો. (૧૨) રાગ દ્વેષાદિથી અસ્પર્શી; ઊંચી સ્થિતિરૂપ ભાવમાં વર્તવું. (૧૩) જ્ઞાતા-દૃષ્ટા માત્ર અવસ્થા. (૧૪) સંબંધ વિનાનો; તટસ્થ; સમભાવ
૨૧૩
ઉદાસીનતા :ઉપેક્ષાભાવ; વૈરાગ્ય. (૨) ઉર્દુ એટલે ઊંચે અને આસ=બેસવું, સર્વ પરભાવો, પરદ્રવ્યોમાંથી, વૃત્તિ ઊઠી જઈ, ઊંચે એટલે સર્વથી અલિપ્ત ભાવમાં, આત્મભાવમાં એકાગ્ર થઈ, તે રૂપ ઉદાસીનતા; આસક્તિ રહિતદર વીતરાગતા; સર્વ ભાવ પ્રત્યે અસંગ અપ્રતિબદ્ધ એવા સાક્ષીભાવે, સમતા નિરંતર રહે. (૩) ઉ+ આસીનતા, ઉત્, ઉચેં, રાગદ્વેષ મોહ આદિ ભાવોથી અસ્પૃશ્ય, ઉચ્ચ આત્મસ્થિતિમાં આસીનતા, બેસવાપણું એ જ અધ્યાત્મની જનની, માતા છે; અર્થાત્ ઉદાસીનતા વિના અધ્યાત્મનો જન્મ સંભવતો નથી. માટે એક ઉદાસીનતા, વૈરાગ્ય, અનાસક્તિભાવ એજ સુખને આપનાર મિત્ર છે, અથવા તે ઉદાસીનતા જ અધ્યાત્મરૂપ શુદ્ધ આત્મદશા પ્રગટાવવા જનની સમાન અનન્ય કારણ છે. (૪) ઉદ્+આસીનતા. ઉર્દુ એટલે ઊંચે, આસીનતા એટલે બેસવાપણું, રાગ દ્વેષ આદિથી ઊંચે બેસવાપણું તે ઉદાસીનતા. (૫) સમભાવ (૬) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી, શુભ કર્મના ઉદયથી સુખસાધનો પ્રાપ્ત થાય. તો તેનાથી હર્ષ ન થાય. અને અશુભ કર્મના ઉદયથી દુઃખદાયક સંયોગો મળે તો તેનાથી શોક ન થાય. અર્થાત્ કોઇ પણ દશામાં વિષય ભાવો ન થતાં આત્મા સમભાવી જ રહે, એક જ સરખી વૃત્તિથી બન્નેને વેદે, તે ઉદાસીનતા. આ દશામાં કષાયોનો ઉપશમ અને ક્ષય હોવાથી, સુખ દુઃખ સમભાવે વેદાતા હોવાથી બન્ને પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. વૈરાગ્યદશાની જેમ શુભની વૃદ્ કે અશુભનો ાય તે દશામાં થતાં નથી, કારણ કે બન્ને ભાવો તરફ તે, ઉદાસન હોય છે. આમ ઉદાસીનતા એ આત્માનો ગુણ છે. કેટલાક ઉદાસીનતાને દુઃખની સ્થિતિમાં ઉદ્ભવતી મનની નબળાઇ તરીકે ગણાવે છે તે અયોગ્ય છે. ઉદાસીનતા અને દીનતામાં ઘણો તફાવત છે. દીનતા લાચારીમાંથી પ્રગટે છે, ઉદાસીનતા આત્માના સામર્થ્યમાંથી પ્રગટે છે. ઉદાસીનતામાં અશુભ અને શુભકર્મની નિર્જરા સાથે સાથે પુણ્યાનું બંધી પુણ્ય બંધાય છે, ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી, સરાગ સંયમ હોય છે, ત્યાં સુધી સમ્યક્ ચારિત્ર સંપૂર્ણપણે પાળી શકાતું નથી, અને કેટલીક શુભ વૃત્તિઓ ઉદયમાં આવી જતાં, પુણ્યાનું બંધી પૂણ્યનાં તીર્થકરગોત્ર જેવાં કર્મો બંધાય છે. (૭)