________________
છે. પરોક્ષ એવું તે ઇન્દ્રિયજ્ઞાન, ઇન્દ્રિય, પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવારૂપ વ્યગ્રતાને (અસ્થિરતાને લીધે અતિશય ચંચળ-ક્ષુબ્ધ છે, અલ્પ શક્તિવાળું હોવાથી, ખેદ છતાં પગલે પગલે ઠગાય છે (કારણ કે પર પદાર્થો આત્માને આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન, અજ્ઞાન
નામને જ યોગ્ય છે. માટે તે હોય છે. ઇન્દ્રિયશાન આત્માનનું કારણ નથી. :અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય
એ જ્ઞાન પણ ખંડ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યાં તે ઇન્દ્રિયજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે છે, આત્મા નહિ. આત્માને જાણતાં જે આનંદનો સ્વાદ આવે છે, તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી
આવતો નથી. તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નથી. ઇન્દ્રિયજન્ય સુખ જે અસ્થિર છે, પીડાકારી છે, તૃષ્ણા વર્ધક છે, કર્મ-બંધનું કારણ
છે, પરાધીન છે, તે ઇન્દ્રિય જન્ય સુખને જિનરાજાએ અસુખ જ કહ્યું છે. ઈન્દ્રિયનિગ્રહ ઇન્દ્રિયોને વશ રાખવી તે. ઇન્દ્રિય સુખ તે ક્ષણભંગુર છે-સતત સ્થિર રહેનાર નથી, પીડાકારી છે, દુઃખ
સાથમાં લઈને રહે છે, માત્ર તૃષ્ણા ઉત્પન્ન જ નથી કરતું, પરંતુ તેને વધારે પણ છે, કર્મો આસવ બંધનું કારણ છે અને સાથે જ સ્વાધીન ન હોઈને પરાધીન છે, તેથી જ જિનેદ્ર ભગાવન તેને વાસ્તવમાં દુઃખ જ કહે છે. (૨) શરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ (ઇન્દ્રિયસુખરૂપ) પરિણતિએ પરિણમે છે, દેહ નહિ; તેથી ત્યારે પણ (સશરીર અવસ્થામાં પણ) સુખનું નિશ્ચયકારણ આત્મા જ છે. અર્થાત્ ઇન્દ્રિયસુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઇન્દ્રિયસુખ રૂપ થાય છે, તેમાં દેહ કારણ નથી; દેહ તો જડ છે કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તદ્દન ભિન્ન હોવાને લીધે, સુખ અને દેહને નિશ્ચયથી કાર્યકારણપણું બિલકુલ નથી.
૨૦૧ ઇન્દ્રિય સુખરૂપે પરિણમનાર આત્માને દર્શન જ્ઞાન વીર્યાત્મક સ્વભાવની ઉત્કૃષ્ટ શક્તિ રોકાઇ ગઇ છે, અર્થાત્ સ્વભાવ અશુદ્ધ થયો છે. (૩) • પરના સંબંધવાળું હોતું થયું પધશ્રય પણાને લીધે પરાધીન છે. • બંધ સહિત હોતું થયું, ખાવાની ઇચ્છા, પાણી પીવાની ઇચ્છા, મૈથુનની ઇચ્છા ઇત્યાદિ, તૃષ્ણાનાં પ્રગટવાઓ સહિત હોવાને લીધે, અત્યંત આકુળ છે. • વિચ્છિન્ન (તૂટક) હોવું થયું આ શાતાવેદનીયનો ઉદય જેને નષ્ટ કરે છે એવા, શાતવેદનીયના ઉદય વડે પ્રવર્તતું અનુભવમાં આવતું હોવાને લીધે, વિપદાની ઉત્પત્તિવાળું છે. • બંધનું કારણ હોતું થયું વિષયોપભોગના માર્ગને લાગેલી વળગેલી, રાગાદિ કોષોની સેના અનુસાર કર્મરજનાં ઘાટાં ઘરનો સંબંધ થતો હોવાને, લીધે, પરિણામે, દુઃખ સહે છે, અને ૫. વિષમ હોતું થયું હાનિવૃદ્ધિમાં પરિણમતું હોવાને લીધે અત્યંત દુ:ખદ છે. તે માટે ઇન્દ્રિય
દુઃખ છે. ઈન્દ્રિયાતીત મનાતીત; શૂન્યમનસ્ક ઈન્દ્રિયો સ્પર્શન, રસના, ઘાણા, ચશ્ન અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો છે. એમના
વિષય ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ છે. એ પાંચ વિષય ચેતનારહિત જડ છે, મૂર્તિક છે, અને ચેતનામય અમૂર્તિક આત્માનો કાંઇ પણ ઉપકાર કે અપકાર કરતા નથી, છતાં પણ આત્મા વિકલ્પથી ભ્રાન્ત બુદ્ધિથી, તેમને પોતાના સુખના દાતા તથા દુઃખના દાતા માને છે. (૨) ઇન્દ્રિયો પાંચ હોય છે, વધારે હોતી નથી. ઇન્દ્ર કહેતાં, આત્માને એટલે સંસારી જીવને
ઓળખાવનારું જે ચિહ્ન, તેને ઇન્દ્રિય કહે છે. દરેક દ્રવ્ય ઇન્દ્રિય પોત-પોતાના વિષયનું જ્ઞાન ઉપજે તેમાં નિમિત્તકારણ છે, કોઇ ઇન્દ્રિય બીજી કોઇ ઇન્દ્રિયને આધીન નથી. જુદી જુદી એકેક ઇન્દ્રિય પરની અપેક્ષારહિત છે. એટલે કે અહમિન્દ્રની જેમ, દરેક પોતપોતાને આધીન છે એવી ઐશ્વર્યતા (મોટા) ઘરે છે. પ્રશ્નઃ- વચન, હાથ, પગ, ગુદા અને લિંગને પણ ઇન્દ્રિયગણવી જોઇએ? ઉત્તરઃ- નહિં. અહીં ઉપયોગનું પ્રકરણ છે. ઉપયોગમાં સ્પર્ધાદિ ઇન્દ્રિયો નિમિત્ત છે તેથી તેને ઇન્દ્રિય માનવી વ્યાજબી છે. વચન વગેરે ઉપયોગમાં