________________
૧૭૫
પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા-પોતે જ્યારે સ્વ-સન્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું તે અવગ્રહ; પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા; આત્માનું સ્વરૂપ આમ જ છે અન્યથા નથી. એમ સ્પષ્ટ નિર્ણય થયો તે અવાય; અને નિર્ણય કરેલા આત્માના બોધને દૃઢપણે ધારી રાખવો તે ધારણા.
ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિ-સ્વરૂપે છે એ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંતર સ્વલક્ષમાં મન-ઈન્દ્રિય નિમિત્ત નથી.
જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં કરી શકે છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિશે સત્યાર્થ સ્વાદ'વાદ-પ્રરૂપણ પ્રમાણે છે
:આત્મા અમાન્ય અપેક્ષાએ તો જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિકાળથી જોય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી તે રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો
થકો કેવળ જ્ઞાન રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. આત્માના ગુણનો કાલ ક્યાંથી પાંગરે ? :ઉત્તર :- સ્વભાવ આશ્રિત
સમ્યક્રદર્શનરૂપ બીજથી અને સમ્યક્ દર્શનથી કરેલી અખંડ સ્વલક્ષની સ્થિરતાથી; પણ શુભભાવથી કે કોઈપણ વિકારથી અવિકારી આત્માને ગુણ કદી પણ થાય નહિ, ગુણ તો સ્વભાવમાં જ છે; ઊઘડતા નથી પણ ગુણની
પર્યાય ઊઘડે છે તેને ગુણ ઊઘડ્યા એમ વ્યવહારે બોલાય. આત્માના ત્રણ ભેદ મૂઢ બહિરાત્મા, વિચક્ષ અંતરાત્મા અને પરબ્રહ્મ પરમાત્મા
એમ ત્રણ પ્રકારે છે જે દેહને આત્મા માને છે તે પ્રાણી બહિરાત્મા છે.
મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે, વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદજ્ઞાનમાં પરિણમેલો આત્મા અતંરાત્મા છે તથા શુદ્ધ-બુદ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. શુદ્ધ એટલે રાગાદિ રહિત તથા બુદ્ધ એટલે અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ,
ભાવકર્મ તથા નોકર્મથી પણ રહિત છે. આ પ્રકારે આત્મા ત્રણ ભેદવાળો છે. આત્માના પ્રકાર :આત્માના ત્રણ પ્રકાર કહેલા છે. બહિરાત્મા, અંતરાત્મા અને
પરમાત્મા. (૧) બહિરાત્માભાવ એટલે આત્માનો પોતાના સિવાયની અન્ય સર્વ વસ્તુ
માટેનો ભવ. અન્ય સર્વ વસ્તુ એટલે દેહ, કુટુંબ, લક્ષ્મી, પ્રભુતા વગેરે . તેમાં
સ્વબુદ્ધિ કરનારા એવો જીવ તે બહિરાત્મા. (૨) અંતરાત્મા = આત્મા શરીરાદિથી ભિન્ન છે, એવી પ્રતીતિ થાય, અન્ય તરફનો
મોહ ટળી જાય અને પોતાના તરફ રુચિ થાય તે અંતરાત્મા. (૩) પરમાત્મા = પરમ વિશુદ્ધ વીતરાગદશા જેનામાં હોય તે પરમાત્મા.
કેવળજ્ઞાન સ્વરૂપ વિશુદ્ધ આત્મા તે પરમાત્મા. એમ કહી શકાય કે આત્માના આ ત્રણ પ્રકાર એ ખરી રીતે, વિકાસની
દષ્ટિએ એક જ આત્માની એક એકથી ચડિયાતી ત્રણ ભૂમિકાઓ છે. આત્માના પરમરૂપની અનુભૂતિનો માર્ગ :બધી ઈન્દ્રિયોનો વ્યાપાર રહિત કરીને
ઈન્દ્રિયોની પોતાના વિષયોમાં પ્રવૃત્તિ રોકીને-સાથે મનને પણ નિર્વિકલ્પ કરીને-જે થોડી ક્ષણો માટે અંતરંગમાં દેખાય છે તે આત્માનું રૂપ છે કે જે
શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ છે. આત્માના ભવો :આત્મા સર્વથી ઘણો કાળ નિગોદમાં એટલે બટાટા-સમરકંદમાં
અને તિયય રહે છે. તેનાથી થોડો કાળ દેવમાં રહે છે. એનાથી થોડો કાળ નરકમાં, એનાથી થોડો કાળ મનુષ્યમાં અને સૌથી વધારે કાળ સિદ્ધગતિમાં રહે છે. જીવે અત્યાર સુધી સર્વ ઓછા ભવ મનુષ્યના કર્યા, મનુષ્યના ભવ કર્યા અનંતા પણ સૌથી થોડા અનંતા, તેથી અસંખ્યાત ગુણો કાળ નરકમાં ગયો. તેથી અસંખ્ય ગુણો કાળ દેવમાં ગયો. અને એથી અનંતગુણો કાળ