________________
૧૭૩
આત્માનું કાર્ય આત્મા પોતે થનાર છે, અને આત્માનું ખરેખરું કાર્ય તે સ્વભાવ
કાર્ય છે; વિકલ્પ રહિત જ્ઞાન કરવું, વિકલ્પ રહિત શ્રદ્ધા કરવી અને વિકલ્પ રહિત રમણતા કરવી તે આત્માનું ખરેખરું કાર્ય છે. નિર્મળ શ્રદ્ધા, નિર્મળ જ્ઞાન, નિર્મળ ચારિત્ર તે સ્વભાવ કાર્ય છે. અજ્ઞાન અવસ્થા તે કર્તા અને પુણ્ય-પાપના ભાવ તે કર્મ તે વિભાવકાર્ય છે. આત્મા જડનો કર્તા અને જડ આત્માનું કાર્ય થાય તેવી રીતે કર્તા-કાર્ય નથી. આત્મા થનાર છે અને વીતરાગ ભાવ તે તેનું ખરેખરું કાર્ય છે. કારણ પર્યાય કારણ છે અને નિર્મળ પર્યાય, પ્રગટે તે કાર્ય છે. દ્રવ્ય, ગુણ અને કારણ પર્યાય ઉપર વર્તમાનમાં અભેદ દષ્ટિ આપવાથી નિર્મળ ઉત્પાદ-વ્યયરૂપ કાર્ય પ્રગટે છે. નિર્મળ સમ્યજ્ઞાન, નિર્મળ સમ્યક પ્રતીત અને નિર્મળ સખ્યારિત્ર તે સ્વભાવકાર્ય છે. વસ્તુ વર્તતી વર્તતી ત્રિકાળ વર્તે છે તે કારણપર્યાય છે. ઇંસ્તુ ધ્રુવ છે, વસ્તુનો ગુણ અને તેની વર્તમાન, વર્તમાન વર્તતી નિર્મળ પર્યાય અનાદિ અનંત ધ્રુવ છે, એનું મનન કરતાં સ્વભાવ પર્યાય પ્રગટે તે કાર્ય પર્યાય છે. દ્રવ્ય, ગુણ અને તેની કારણ પર્યાય તે નિશ્ચય છે; તે ત્રણ ઉપર અભેદ દૃષ્ટિ આપવાથી અને તેમાં એકાગ્ર થવાથી નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર પ્રગટે છે તે વ્યવહાર છે. (૨) જાણવાની ક્રિયા તે આત્માનું કાર્ય છે. આ સભૂત
વ્યાવહાર છે. આત્માનું સ્થાન સાચી સમજણ કરી વાસ્તવિક અનુભવ કરવા માટે વિકલ્પથી છૂટી
અંદર કરવા માટેની જે વિચાર શ્રેણિ ચાલે છે તે આત્મા છે, કારણ કે તે જ્ઞાન રાગનું નથી, જડ ઈન્દ્રિયોનું નથી, પરનુ નથી, પર તરફ ઢળતું નથી; પણ આત્મા તરફ વળ્યું છે, આત્માને જ જાણે છે, તેથી તે જ્ઞાન આત્માનું જ
છે. (૨) નિરુપાધિની ઉપાધિ. આત્માની પર્યાય આત્માની પર્યાયમાં જે નિર્મળતા છે તે પ્રગટ નથી પણ અનાદિ
અનંત સ્વભાવ પ્રકારે છે. સાપેક્ષ પર્યાય જેમ પ્રગટ છે. તેમ આ નિપક્ષ પર્યાય પ્રગટ નથી પણ અપ્રગટ છે.
આત્માનો મોણ છે :પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનાભ્યાસથી,
તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા
યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. આત્માને રાગના ત્યાગના કર્તાપણાનું નામ તે ક્શનમાત્ર છે :૫રમાર્થથી જોવામાં
આવે તો, એટલે કે વાસ્તવિકપણે જેમ છે તેમ જોવામાં આવે, તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, કારણ કે રાગ છોડ્યો, એવું આત્માના સ્વરૂપમાં છે જ નહિ. જ્યાં સ્વરૂપમાં કર્યો, ત્યાં રાગ જ થયો નહીં, તો પછી રાગ છોડ્યો એમ ક્યાંથી આવે ? રાગનો ત્યાગ કર્યો એનો અર્થ શું ? શું પ્રત્યાખ્યાનના કાળે, ચારિત્રના કાળે, રાગની હયાતી છે ? શું જ્ઞાન જ્ઞાનમાં કરે છે, તે કાળે રાગની હયાતી છે ? ના. તે કાળે રાગનો અભાવ છે. પરંતુ પૂર્વે પર્યાયમાં રાગ હતો, તે વર્તમાનમાં ન થયો એમ દેખીને, નામમાત્રથી કહેવાય છે કે, આત્માએ રાગનો ત્યાગ કર્યો. અદ્ભુત
વાત છે. આત્માનું જાણ :જ્ઞાન અને આનંદ. (૨) આત્મામાં સ્પર્શ; રૂપ; રસને ગંધ નથી.
માટે તે અમૂર્તિક - અરૂપી છે. લોકાલોક પ્રકાશક, તથા કમ, કારણ અને વ્યવધાન (આડ-પડદો-ભંગ) થી રહિત એવું જે કેવલજ્ઞાન, તેથી આત્મા સહિત છે, તેથી જ્ઞાનમય છે, વીતરાગ પરમાનંદ એકરૂપ સુખામૃતના આસ્વાદથી સમરસી ભાવમાં પરિણમેલો હોવાથી આત્મા પરમાનંદ સ્વભાવવાળો છે. ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો હોવાથી આત્મા નિત્ય છે, ભાવરૂપ છે, ઉત્કૃષ્ટ પદાર્થ છે, અભાવરૂપ નથી. તથા મિથ્યાત્વ રાગાદિપ અંજનનો અભાવ થવાથી આત્મા નિરંજન છે. આ પ્રમાણે આત્માને તું યથાર્થપણે જાણ. ઉપરોક્ત ગુણોવાળો આત્મા ઉપાદેય છે, શેષ
સર્વ હેય છે. આત્માને લાભ નુકશાનનું કારણ :લાભનું કારણ આત્મદ્રવ્ય તરફનું લક્ષણ અને
નુકસાનનું કારણ પરલક્ષે તેના ક્ષણિક અવસ્થામાં વિકાર. આત્મદ્રવ્ય પોતે નુકસાનનું કારણ નથી. જે પર્યાય આખા દ્રવ્યને કારણપણે અંગીકાર કરે છે.