________________
નિગોદતિર્યંચમાં ગયો. અને સૌથી અનંતગુણો વધારે કાળ સિદ્ધમાં છે. સૌથી અનંત ગુણો ઓછો કાળ મનુષ્યમાં છે.
આત્માના મોક્ષનો ઉપાય છે ઃકર્મ બંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે. ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવાની પાત્રતાના લક્ષણો ઃમુમુક્ષુને તૃષ્ણાનો ઘટાડો, દાન, કરુણા, સત્ય, બ્રહ્મચર્યનો રંગ, ધર્મનો પ્રેમ, પ્રભાવના, ભક્તિ, તીવ્ર આસક્તિની મોળપ અને માનાદિ પાતળા પાડી જંતુ કરવાની ટેવ, એવી લૌકિક વ્યવહારુ નીતિ તો હોવી જ જોઈએ, પણ તે અપૂર્વ નથી. અહીં તો શરૂઆત આત્મામાં લોકોત્તર નીતિથી જ થાય છે, અનંતકાળે મોંઘું જતું મનુષ્યપણું મળ્યું તે વખતે ત્રિલોકનાથ તીર્થંકરદેવ કહે છે તેવું સ્વતંત્ર આત્મતત્ત્વ તું ન જાણ તો મનુષ્યપણું તમને શું કામનું થયું ? તારી જાતનો મહિમા આવ્યા વિના તૃષ્ણા-મમતા ખરેખરી મોળી ન પડે, માટે કહ્યું છે કે સમજ્યા પહેલાં આસક્તિ ઘટે તો અલ્પ ઘટે, પણ સમજ્યો એટલે સદેહે અનંતી મમતા અને તૃષ્ણા ટળે છે. મૂળ સમજણ ઉપર વજન છે. નિરપેક્ષ સ્વરૂપ સમજ્યા વિના એકલા વ્યવહારે શુભાશુભ કરી અનંતવાર નવ ચૈવેયક સુધીના દેવત્વમાં જઈ આવ્યો પણ ભવ ન ઘટ્યો. માટે વીતરાગ દેવ કહે છે કે પ્રથમ અવિકારી આત્માને ઓળખો. વંર્તમાનમાં સાક્ષાત્ શ્રી સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રે પરમાત્મા પછે છે. જેઓ પણ ધોકમાર્ગ એ રીતે કહે છે.
આત્માના સ્વભાવમાં દુઃખ છે શું ? :ના, નારકના નારકીને સ્વર્ગના સુખની ગંધ
નહિ. પરમાણુંમાં પીડાની ગંધ નહિ, સૂર્યમાં અંધકારની ગંધ નહિ, સ્વર્ગના દેવને નરકના દુઃખની ગંધ નહિ, રાગમાં ધર્મની ગંધ નહિ, સૂર્યમાં અંધકારની ગંધ નહિ અને સુખ સ્વભાવમાં સંસાર દુઃખની ગંધ નહિ. આત્માની અનુભૂતિ :જેટલે દરજ્જે નિરુપાધિક જ્ઞાનગુણ અવસ્થામાં પ્રગટે તે આત્મા જ છે અને આત્મા તે જ્ઞાન જ છે, બે વસ્તુ જુદી નથી. આ પ્રમાણે
૧૭૬
ગુણ-ગુણીનું અભેદપણું લક્ષમાં આવતાં હું નિત્ય-અભેદ જ્ઞાનસ્વરૂપે પૂર્ણ ગુણોથી ભરેલો છું. અને સર્વ પરદ્રવ્યોથી જુદો, મારા ગુણોમાં અને ગુણોની સર્વ પર્યાયોમાં એકરૂપ નિશ્ચલ છું; અને પર નિમિત્તાધીનપણે ઉત્પન્ન થતા રાગાદિ ભાવોથી ભિન્ન પોતાનું નિર્મળ સ્વરૂપ તેનું એકાકાર અનુભવન અર્થાત્ સ્વાશ્રિત સળંગ જ્ઞાન સ્વભાવનું અનુભવન (એકાગ્રતા) તે આત્માનું જ અનુભવન છે. અને જ્ઞાન સ્વભાવનું અનુભવન તે અંશે નિર્મળ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું નિશ્ચળ અનુભવન છે.
શુદ્ધનય વડે દૃષ્ટિમાં રાગનો નકાર કરી સ્વભાવ ઉપર દષ્ટિ કરતાં તેમાં પરસંયોગનો કે રાગાદિ પરાશ્રયનો અનુભવ નથી પણ ત્રણે કાળના સર્વજ્ઞ ભગવંતોએ કહેલ અને જાતે અનુભવેલ એવો શુદ્ધ આત્માનો અનુભવ છે. નિશ્ચયનયથી-શુદ્ધદષ્ટિથી તેમાં કોઈ પ્રકારના ભેદ નથી. આવું જેણે જાણ્યું તેણે પોતાનું સ્વરૂપ જાણ્યું. (૨) જ્ઞાતાનુભૂતિ.
આત્માની અવસ્થાના ત્રણ પ્રકાર અનાદિથી આત્મામાં ત્રણ પ્રકારની અવસ્થા
છે; ઊંધી માન્યતા-મિથ્યાત્વ, ઊંધું જ્ઞાન-અજ્ઞાન અને ઊંધી એકાગ્રતા-ઊંધું ચારિત્ર-અવિરતિ. એ ત્રણ પ્રકારનો વિકાર છે. જો કે આત્માના ઉપયોગનો વેપાર-અવસ્થા તો શુદ્ધનયથી શુદ્ધ છે. ઉપયોગ છે તે આત્માની અવસ્થા છે તે પણ શુદ્ધ જ છે, વસ્તુ તો શુદ્ધ છે જ પણ તેનો ઉપયોગ એટલે અવસ્થા પણ અનાદિથી શુદ્ધ જ છે, નિરંજન છે, મલિનતા વગરની છે. આત્માની ઉપમા ઃનાળિયેરના ચાર ભાગ છે; એક ભાગ છાલાં, એક કાચલી; એ કાચલી તરફની રાતી છાલ અને ચોથું મીઠું ધોળું ટોપરું. તે જ આ આત્માને વિષે, આ દેહ એ છાલાં સમાન છે., અંદર કર્મ છે, તે કાચલી છે, રાગ દ્વેષના ભાવ, તે રાતી છાલ જેવા છે.અને એ રાતી છાલના અંદર ટોપરાના સફેદ ગોળા જેવો આત્મા, એક જ્ઞાયકભાવપણે વિરાજે છે. જેમ મીઠો સ્વાદિષ્ટ ટોકરાપાક કરવો હોય, તો રાતડ-લાલ છાલ કાઢી નાખવી પડે, જેમ અનાકુળ આનંદ જોઈએ તેણે રાગથી ભિન્ન પડવુ જોઈએ. રાગથી ભિન્ન પડી, શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું આલંબન કર્યા વિના, બધું નિરર્થક છે.