________________
૧૭૭
આત્માની ધાતુઓ :જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આત્માની
ધાતુઓ છે. એ પાંચ જીવના સ્વરૂપ લક્ષણો છે અને તે અંતઃકરણમાં રહેલ
આત્માની કથા સર્વ પર દ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના |
આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા-સંગતિ-સોબત કહી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કહી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ જે ભગવાન આત્મા તેમાં એકત્ર થવું એ સુલભ નથી, કેમ કે અનંતકાળથી કર્યું નથી; માટે અસુલભ છે એટલે કે દુર્લભ છે. માણસને ન સમજાય એ મનમાંથી કાઢી નાખવું જોઈએ, કારણકે આત્મા એકલો સમજણનો પિંડ છે. ન સમજાય એવી લાયકાતવાળો નથી, સમજે એવી લાયકાતવાળો છે. માટે બુદ્ધિ થોડી અને અમે ન સમજી શકીએ એ વાત કાઢી નાખવી. આમાં બુદ્ધિનું કામ ઝાઝું નથી. પણ યથાર્થ રુચિનું કામ
આત્માની યિા ચૈતન્ય પરિણતિ તે આત્માની ક્રિયા. મોહરહિત ક્રિયા મનુષ્યાદિ
પર્યાય રૂ૫ ફળ નિપજાવતી નથી અને મોહ સહિત ક્રિયા અવશ્ય મનુષ્યાદિપર્યાયરૂ૫ ફળ નિપજાવે છે. મોહસહિત ભાવો એક પ્રકારના હોતા
નથી તેથી તેના ફળરૂપ મનુષાદિ પર્યાયો પણ શાશ્વત એકરૂપ હોતા નથી. આત્માની યિામાં કરવાનું શું ? :૫ર તરફ ઊંધી માન્યતાનું વીર્ય હતું તે વીર્ય
પોતામાં આવે છે. પોતા તરફ વળ્યો એટલે અનંતુ વીર્ય થયું, અનંતી આત્માની અંતર ક્રિયા થઈ એટલે કે સ્વાભાવિક પરિણમન થયું તે મોક્ષમાર્ગની અનતી ક્રિયા પ્રગટ થઈ; અજ્ઞાની કાળમાં-દશામાં કાળક્રમે બહારના અનંતો સંયોગો મળ્યા, કાળક્રમે અનંતા વિકારીભાવો થયા, પણ
જ્યાં પોતાનો અનંતો સ્વભાવ સ્વીકાર્યો ત્યાં વિકાર ફિયા હતી તેના કરતાં પણ અનંતી સ્વભાવ ક્રિયા પ્રગટ થઈ; તે અનંતી ક્રિયા આત્માનું ભાન કરતી
પ્રગટ થાય છે; આનું નામ મોક્ષમાર્ગ છે. આત્માની પૈતન્ય સંપદા :અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શ્રદ્ધા.અનંત શાંતિ
આદિ અપાર ગુણોનો દરિયો છે.
આત્માની નિર્બળતા બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં
આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય, નિર્મળ થાય. આત્માની પર્યાય આત્માની પર્યાયમાં જે નિર્મળતા છે તે પ્રગટ નથી પણ અનાદિ
અનંત સ્વભાવ પ્રકારે છે, સાપેક્ષ પર્યાય જેમ પ્રગટ છે તેમ આ નિરપેક્ષ
પર્યાય પ્રગટ નથી પણ અપ્રગટ છે. આત્માની સ્તુતિ :રાગ અને નિમિત્તથી ભિન્ન પડીને, ભગવાન આત્મા જે શુદ્ધ
ચૈતન્યઘન વસ્તુ છે, તેની સન્મુખ થવાથી, જેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટી છે, (ય-જ્ઞાયક સંકરદોષ દૂર થયો છે), તે જ્ઞાનને હજુ (મોહ) કર્મનું નિમિત્તપણું છે, અને તેના તરફના વલણવાળી, વિકારી, ભાવ દશા થાય છે. હવે એ જ્ઞાની, નિમિત્તનું લક્ષ છોડીને, અંદર નિજ જ્ઞાયકભાવનો ઉગ્ર આશ્રય લઈને, તે ભાવ્ય મોહ-રાગાદિને જીતે છે. અર્થાત્ મોહનો ઉપશમ કરે છે. તેથી તેને ભાવ્ય-ભાવક સંકરદોષ થતો હતો, તે ટળે છે, અને આત્માની
સ્તુતિ થાય છે. અર્થાત્ આત્માના ગુણની વૃદ્ધિ થાય છે. આત્માની સનમુખતા આત્મામાં જવાનો પ્રયત્ન કરતો હોય તો આત્માની
સન્મુખતા કહેવાય. શાસ્ત્રના જાણપણામાં રોકાઈ રહે અને અંતર નિર્વિકલ્પમાં જવાનો પ્રયત્ન કરતો નથી તો તે આત્મસન્મુખ પણ કહેવાતો
નથી. આત્માનો અભ્યાસ કરવો નિજ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા કરવાનો પુરુષાર્થ
અંતરમુખ થઈ આત્મામાં પુરુષાર્થ કરતાં સ્વરૂપની રચના નિર્મળ થાય, થાય
ને થાય જ. આત્માનો અવાહ-ઈહા-અવાય અને ધારણા જીવને અનાદિથી પોતાના
આત્માના સ્વરૂપની ભ્રમણા છે. માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો પછી...પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય દ્વારા તથા