________________
આપત્તિ આવી પડવું તે. (૨) દોષ; આફત; સંકટ; મુશ્કેલી. (૩) આવી પડવું તે. આત્પુરુષ સર્વજ્ઞ ઉપદેશક.
આખોપરી આસ દ્વારા પ્રથમ જ્ઞાન થઈને ઉપદેશાવેલું હોય.
આપદા :દુઃખ.
- આત્મા વસ્તુ છે તે દ્રવ્ય છે. (ચૈતન્યચિંતામણિમાળા)
- તેના ચૈતન્ય સ્વભાવમય ગુણો છે તે દોરા સમાન કાયમ નિત્ય છે. · તે ગુણોના ધરનાર ગુણી એવા આત્માનો, બધા વિકલ્પોને મટાડી દઈ, અંતર્મુખ થઈ અનુભવ કરશે તે પર્યાય છે, તે નિર્મળ પર્યાયને મોક્ષનો માર્ગ કહીએ છીએ.
આપૂર્ણ ઃસંપૂર્ણ. (૨) છલોછલ ભરેલું (૩) છલોછલ ભરેલું તત્ત્વ. અપ્રાકૃત અલૌકિક; સંસ્કારી; પ્રાકૃતિક-ભૌતિક પ્રકારનું નહિ તેવું. આપાત કરવું :તિરસ્કારવું; હેય ગણવું; દૂર કરવું; છોડી દેવું. આપોઆપ :પોતાનાથી જ.
આબાધાકાળ :કર્મ બાંધ્યા પછીથી તે ઉદયમાં આવે (એટલે તેનાં ફળ ભોગવવાં પડે), ત્યાં લગીનો કાળ, તે આબાધાકાળ કહેવાય. એટલે કર્મ બાંધવું અને તે ભોગવવું, એ બેની વચ્ચેનો કાળ.
આભરણ ઘરેણું; આભૂષણ. (૨) અલંકાર
આભાસ ભ્રમ; ખોટો દેખાવ; ઝાંખો પ્રકાશ. (૨) બે વસ્તુ વચ્ચે સરખામણીનો દેખાવ; સાદશ્ય; ભ્રમ; ખોટો દેખાવ; ભ્રામક;
આભાસી ભ્રામક
આભિયોગિક ભાવના :મંત્ર, અભિનય, કૌતુક, ભૂતપ્રયોગ-આદિમાં પ્રવર્તતો સાતા, રસ, એ ઋદ્ધિ એ ત્રણ ગારવના નિમિત્તે આભિયોગિક ભાવનાને ભજે છે.
ૐ કાર એકાક્ષરી :અનક્ષરી દિવ્ય વાણી. તેને વચન ઈશ્વરી અર્થાત્ વાગીશ્વર કહેવાય છે. તે શબ્દ બ્રહ્મરૂપ છે. જ્યારે આત્માસર્વજ્ઞ વીતરાગ ભગવાન અર્હત પરમાત્મા થાય છે ત્યારે પૂર્વે બંધાયેલા તીર્થંકર નામ કર્મ પ્રવૃત્તિના પુણ્ય પ્રારબ્ધના કારણે દિવ્યવાણીનો યોગ થવાથી હોઠ બંધ છતાં આત્માના સર્વ
૧૮૪
પ્રદેશોથી કાર એકાક્ષરી દિવ્યવાણી છૂટે છે. અર્હત પરમાત્મા તદ્ન અકષાય શુદ્ધ ભાવે પ્રણમેલા છે તેથી તેનું નિમિત્ત હોવાથી વાણી પણ એકાક્ષરી થઈ જાય છે ને તે વાણી ૐકાર પણે ઈચ્છા વિના છૂટે છે. એવો ૐકાર દિવ્ય ધ્વનિ-સરસ્વતીરૂપ તીર્થંકરની વાણી સહજ છૂટે છે.
આમ્નાય પરંપરા; ધાર્મિક પરંપરા; સંપ્રદાય; પરંપરાથી મળેલ ધાર્મિક ગ્રંથ;
પરંપરાથી ઊતરી આવેલ રિવાજ; રૂઢિ; શિષ્ટાચાર; રાજ્ય બંધારણ. (૨) જિનાગમની પરંપરા. (૩) માન્યતા; મત. (૪) શાસન; હકૂમત; હુકમ ચાલે તે.
આમળો :અવળો વળ
આશિષ :માંસ (૨) લલચાવવા માટે રાખેલી ખાવાની વસ્તુ; માંસ. (૩) લાલચ આમોદ :સુગંધ; (૨) મોજ.
આય શક્તિ; પહોંચ; હિંમત; આવક; આમદાની. (૨) શક્તિ (ચાલવાની આય રહેતી નથી)
આયુ કર્મના ચાર ભેદ :નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ-એ ચાર ભેદ આયુ કર્મના છે. (૨) આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. આયુકર્મ કેમ જીતાય ? :તેવી રીતે આયુકર્મનો ઉદય થાય છે, માટે જીવને શરીરમાં
રહેવું પડે છે, એમ નથી. ભાવકકર્મનો ઉદય, જડકર્મમાં છે અને તેને અનુસરીને પર્યાયમાં રહેવાની લાયકાત, પોતાની છે માટે જીવ રહ્યો છે. આયુકર્મ તો નિમિત્તમાત્ર છે.
આયત લંબાઈરૂપે; પ્રવાહરૂપે; ક્રમસર. (૨) લંબાઈ.
આયત સામાન્ય સમુદાય :આયત સામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઈ અર્થાત્ કાળ-અપેક્ષિત પ્રવાહ. દ્રવ્યના લંબાઈ અપેક્ષાના (એક પછી એક પ્રવર્તતા, ક્રમભાવી, કાળ-અપેક્ષિત) ભેદોને, (આયત વિશેષોને) પર્યાયો કહેવામાં આવે છે. તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતો વિશેષપણાને ગૌણ કરી તો, એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું એજ ભાંસે છે. આયત સામાન્ય (અથવા આયત સામાન્ય સમુદાય), તે દ્રવ્ય છે.