________________
આલિંગન :સ્પર્શ.
આલોક પ્રકાશ.
આલોકમ પ્રકાશપુંજ
આલોકાકાશ :લોકાકાશની બહારના અનંત આકાશને આલોકાકાશ છે. આલોચન :(૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે; બારીકાઈથી વિચારવું તે; બરાબર ધ્યાનમાં લેવું તે. (૨) નિવેદન; કથન. (૨૧૧ મી ગાથામાં આલોચનનો પહેલો અર્થ ઘટે છે, અને ૨૧૨ મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.) પ્રવચનસાર શાસ્ત્ર.
આલોચના :(૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે; બારીકાઈથી વિચારવું તે; બરાબર ખ્યાલમાં લેવું તે. (૨) નિવેદન; કથન. (પ્રવચનસાર શાસ્ત્રની ૨૧૧મી ગાથામાં આલોચનાનો પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨ મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.) (૩) વર્તમાન રાગથી રહિત તે આલોચના છે. (૪) ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે. વર્તમાન ઉદયમાં આવેલું જ કર્મ તેનું જે મમત્વ છોડે છે તે આત્મા આલોચના છે. નિજ જ્ઞાનાનંદ-પરમાનંદમય સ્વરૂપને જાણીને તેમાં જ લીન થઈ જાય તે સંવર છે, આલોચના છે. (૫) વર્તમાન કર્મોદયથી ભિન્ન થયા છે તે સંવર અને આલોચના છે. રાગથી રહિત થવું તે આલોચના છે. (૬) નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિના બળથી વર્તમાનમાં ઉદયમાં આવેલાં શુભ-અશુભનાં કારણ એવાં હર્ષ-વિષયાદિ અશુદ્ધ પરિણામોને આત્માથી ભિન્ન કરવાં તે નિશ્ચય આલોચના છે. (૭) વર્તમાન રાગથી રહિત તે આલોચના છે. (૮) અવલોકન; ગુણકોષનો વિચાર કરવો; સમીક્ષા. (૯) પ્રતિક્રમણ. (૧૦) ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે. સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. (૧૧) વર્તમાન રાગથી રહિત, તે આલોચના છે. આલોચના-કલ્પ આલોચનાનો વિધિ.
આળ કલંક; ખોટો આરોપ; તહોમત; આક્ષેપ; મિથ્યા શબ્દ
૧૮૮
આળસ :ધર્મ કરવામાં આળસ, ધર્મ કોણ કરે ? ધર્મ કરવા આવ્યો હોય તોય આળસ કરે અને કષાયમાં પ્રવર્તે. એ બધાં લક્ષણો પ્રમાદ સૂચવે છે. આળસુ :એદી; સુસ્ત; કામ કરવામાં અરુચિવાળું; પ્રમાદી; પુરુષાર્થહીન. આવકાર :આદરમાન; સત્કાર. (૨) વ્યાપવું.
આવૃત્ત ઃપાછું ફરેલું; પાછું આવેલું; વીંટળાયેલું; વીંટેલું; વારંવાર થયેલું કે કરવામાં આવેલું. (૨) ચક્રાકારે કરેલું; વીંટળાયેલું; વીંટેલું; પાછું ફરેલું; પાછું આવવું. (૪) આચ્છાદન.
આવૃત્તિ ઃકોઈ વસ્તુને પોતાના તરફ ખેંચવી તે આવૃત્તિ; પોતા તરફથી દૂર કરવી તે પરિવૃત્તિ. એક રાગ બીજો દ્વેષ. અવમીદર્ય :ઉણોદરી.
આવરક જેમાં દીવો મૂક્યો હોય તે પાત્ર.
આવરણ ઃઅંતરાય; વિઘ્ન; અડચણ; આચ્છાદન; ઢાંકણ. (૨) પડળ; પટલ; પડદો. (૩) વસ્તુના સ્વરૂપને ઢાંકનાર અંતરાય;
આવરણ કરનારાં કર્મો પોત પોતાના ક્ષેત્રમાં આવરણ કરે છે. જેમકે :
જ્ઞાનવરણી કર્મ આત્માના જ્ઞાનગુણને આવરણ કરે છે; દર્શનાવરણ દર્શન ગુહા આવરે છે, વેદનીય સાતા-અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતીન્દ્રિય સુખને ઘાતે છે, મોહનીય કર્મ સમ્યક્ત્વ તથા ચારિત્રગુણને વિપરીત કરે છે, આયુકર્મ આત્માને શરીરમાં રોકી રાખે -એટલે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતું નથી, ગોગકર્મ જીવને ઊંચ-નીચ ગોત્રમાં નાખે છે, અને અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રમાણે આવરણકર્મો પોતપોતાનાં કાર્ય કર્યા કરે છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકતાં નથી; તેમજ નાશ કર્યો પણ નથી, તથા કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, આત્મા જેવો છે તેવો જ છે. આત્મા કેવો છે ? નૈયાયિક મીમાંસક તથા વેદાંતદર્શનવાળા આત્માને સર્વવ્યાપક માને છે, સાંખ્યદર્શનના અનુયાયીઓ આત્માને જડ માને છે, જૈન દર્શનીઓ આત્માને દેહપ્રમાણ માને છે અને બૌદ્ધો આત્માને શૂન્ય માને છે. આ પ્રમાણે આત્માના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ છે. નય અપેક્ષાએ આત્મા