________________
આરૂષ્ણુ બોહિલ્લાબું ભવરોગ રહિતની ભાવ સમાધિ. આર્જવ સરળતા; નિષ્કપટતા. (૨) ઋજુતા; સરલતા; મૃદુતા; કોમળતા;
નિખાલસપણું, નમ્રતા, સાદાઈ; સમ્યગ્દર્શન સહિત, વીતરાગી નિર્મમતા. આર્જવ-ધર્મ જે શ્રમણ કુટિલ-ભાવ (માયા) છોડી નિર્મળ હૃદયે ચરે છે.
(ચારિત્રનું પાલન કરે છે), તેને નિશ્ચયે ત્રીજો આર્જવ-ધર્મ થાય છે. આર્શિકા: જૈન ધર્મની દીક્ષાવાળી સાધ્વી; ગરણીજી; આર્યા. આરૂઢ :સ્થિત અર્ણવ સાગર; સમુદ્ર; (અત્યાનંદાર્ણવ તરંગ = અતિ આનંદ સમુદ્રનાં મોજા) આરત :પીડા; સંકટ; દુઃખ; ભીડ; જરૂરિયાત; ગરજ આર્ત :પીડિત; દુઃખી. (૨) દુઃખરૂપ પરિણામ (૩) ભયાકુળ આર્તધ્યાન : કોઈ પણ પર પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પર
પદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે. (૨) આર્તધ્યાન ચાર પ્રકારે છે : (૯) ઈષ્ટ વિયોગ, (૯) અનિષ્ટ સંયોગ, (૯)
વેદના અને (૯) નિદાન. (૩) કલેશ. આર્તિ દુઃખ; વિપત્તિ; પીડા. આર્થિક તે નિર્મળ વસ્તુને જોવાનું પ્રયોજન અને નય એટલે તેનું જ્ઞાન, શુદ્ધ
દ્રવ્યને જોવાનું જેનું પ્રયોજન છે તે જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવ્યાર્થિક નય
કહેવાય છે. આરંભ ઉપધિ સંબંધી કર્મપ્રક્રમના પરિણામ, જેનું લક્ષણ છે એવો આરંભ.
(કર્મપ્રક્રમ = કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા.) (૨) તે કાર્યની શરૂઆત કરવી, તેને આરંભ કહેવાય છે. (૩) ઉદ્યમ (૪) પરિગ્રહ સંબંધી કામમાં જોડાવારૂપ પરિણામ જેનું લક્ષણ છે એવો આરંભ. (૪) તે કાર્યની શરૂઆત કરવી તેને આરંભ કહેવાય છે. (૫) હિંસાનાં કાર્ય. (૬) કોઈપણ ક્રિયાની
તૈયારી; હિંસાનું કામ. (૭) યત્ન. આરંભાલિયા નુકસાનકારી કાર્યોમાં રોકાવું; છેદવું; તોડવું; ભેદવું; કે બીજા કોઈ
તેમ કરે તો હર્ષિત થવું તે આરંભક્રિયા છે. આરંભથી ઉદ્યમથી (૨) યત્નથી
૧૮૬ આરંભ-પરિગ્રહ આરંભ-પરિગ્રહ પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને
ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમ કે આરંભ - પરિગ્રહ તે
અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. આર્ય ઉત્તમ. આર્ય શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષને તથા આર્ય દેશના રહેનારને માટે
વપરાય. (૨) જાણકાર. (૩) ઉત્તમ આચરણવાળા પુરુષ, સાધુ, પાપથી દૂર
હોય તે આર્ય. આર્ય આચાર :મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે. (૨) આત્માનું
અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો તે કારણોની નિવૃત્તિ. અને તેમ થઈ અવ્યાબાધ આનંદ સ્વરૂપ અભાવ એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ
થવી તે. આર્યજીવન લુહાણ :પ્રથમ તો સાધારણ રીતે આર્યજીવને અનીતિ તથા ક્રુરતાનો
ત્યાગ હોય જ, સાધારણ આર્યપણું લૌકિક સરળતા, તેમજ પરસ્ત્રીનો ત્યાગ, અંતરમાં બ્રહ્મચર્યનો રંગ, આજીવિકા માટે પરને છેતરપિંડીનો ત્યાગ, નીતિ , સત્યવચન વગેરે તો જીવનમાં વણાઈ જવું જોઈએ. દેહાદિ પર વિષયોમાં તીવ્ર આસક્તિનો ત્યાગ વગેરે તો સાધારણ નીતિમાં હોય જ, પછી લોકોત્તર
ધર્મમાં પ્રવેશ થઈ શકે છે. આદેશ:ઉત્તમ દેશ, જ્યાં આત્માદિ તત્ત્વોની વિચારણા થઈ શકે, આત્મોન્નતિ
થઈ શકે તેવી અનુકૂળતાવાળો દેશ. આર્યધર્મ જ્ઞાની પુરુષ તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એવો જે
આર્ય (ઉત્તમ) માર્ગ, તેને આર્યધર્મ કહે છે. આર્યભાષા:આદિમ આર્યપ્રજાની મૂળ ભાષા; (જેમાંથી ભાષા શાસ્ત્રીઓએ જેની
કામચલાઉ સંજ્ઞા આપી છે તે પ્રારભારત-યુરોપીય ભાષાઓનો વિકાસ થયો. આ પ્રાભારત-યુરોપીયમાંથી યુરોપીય અને ભારત-આર્ય-પારસીક અને એમાંથી ભારત-આર્ય અને ભારત પારસીક, ભારત આર્ય એટલે વેદની પ્રાચીન ભાષા, જેમાંથી એક બાજુ બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદની મહાભારત રામાયણની સાહિત્યિક સંસ્કૃત તો બીજા બાજુ પાલિ