________________
ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે, તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઈન્દ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના, અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે, એ વાત જરૂરની નથી લાગતી! મતલબ આ ચૈતન્યે કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. (૨) અતીન્દ્રિય, સ્વાધીન, નિરાકુળ, સંતોષકારક, સ્થિર, અને અનંત, અવિનાશી હોવાથી નિર્દોષ છે.
આત્મીય :પોતાનું.
આત્મીયપણે :પોતાપણે. (અજ્ઞાની જીવ દેહ, ધન વગેરે પરદ્રવ્યને પોતાનું માનીને, તેમાં મમત્વ કરે છે.)
આત્મોત્પન્ન આત્માને જ આશ્રય કરીને, સ્વાશ્રિત પ્રવર્તતું હોવાથી, આત્મોત્પન્ન. આત્યંતિક અનંત; સતત; ખૂબ; સર્વશ્રેષ્ઠ; આખરી; અંતિમ. (૨) સર્વથા. (૩) અત્યંતપણે. (૪) અત્યંત; પુષ્કળ; શાશ્વત; હંમેશનું; કાયમનું; આંતરું થોડું અંતર;
આંતર જ્યોતિ :અંતરંગ અધ્યાત્મ જ્યોતિ.
આંતર પરિગ્રહ :મિથ્યાત્વ, ચાર કષાય (ક્રોધ,માન, માયા, લોભ), નવ નોકષાય. (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ આ નવ અલ્પકષાયને નોકષાય કહે છે.) એમ મળીને ૧૪ અંતરંગ પરિગ્રહ છે.
આંતરતબક્કો :આંતર વિભાગ. આંતરો કોઈ પણ બે પદાર્થ વચ્ચેનો ગાળો; ભેદભાવ; ફરક; અંતર. (૨) ભેદ; ગાળો; જુદાઈ; જુદાપણું; વાડ; આડચ; વ્યવધાન. (૪) છેટાપણું; અંતર; જુદાપણું; ભિન્નપણું. (૫) જુદાઈ; ભેદ; અંતર; તફાવત; ગાળો; પડદો; અંતરપટ.
આતાપ :પીડા (૨) અગ્નિની ઉષ્ણ વેદના.
૧૮૧
આતાકારી પીડાકારી.
આતાપન ઃસૂર્યના પ્રખર તાપમાં બેસવું.
આતાપન યોગ :સૂર્યના તાપમાં તપ કરવું તે આતાપન યોગ છે. (૨) પર્વતના શિખર ઉપર તાપમાં ઊભા રહીને ધ્યાન કરવું . (૩) તડકામાં બેસી અથવા ઊભા રહી ધ્યાન કરવું તે.
આતાપનામ કર્મ જે કર્મના ઉદયથી, પ્રકાશરૂપ (તેજ રૂપ) શરીર હોય. જેમ કે, સૂર્યનું પ્રતિબિંબ.
આસ્થિત્ય પર પદાર્થો, તેમજ તેના લક્ષ્યથી ઉત્પન્ન થવા વાળા સિદ્ધિકારો ને, પોતાના નહિ માનવા; નહિ જાણવા અને તેમાં લીન ન થવું, તે જ આકિંચત્ય છે.
આતિશય ઉત્તમ.
અતીન્દ્રિય આત્મિક સુખ મેળવવાનાં સાધનો :ઈન્દ્રિયોમાં જીભ બળવાન છે. જ્ઞાનાવરણાદિ આઠે કર્મોમાં મોહકર્મ બળવાન છે; પાંચો મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત પ્રબળ છે એ ગુપ્તિઓમાં મનોગુપ્તિ ખાળવી કઠણ છે. આ ચારે વાતો કઠણાઈથી સિદ્ધ થાય છે.
આઠેય ગ્રહણ કરવા યોગ્ય.
આઠેય નામકર્મો જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઊપજે તેને આદેય નામકર્મ કહે છે.
આદાકર્મ :આદિકર્મ
આદેયતા :લેવા-ગ્રહણ કરવા યોગ્યપણું, સ્વીકારવા યોગ્યપણું.
આદેયનામ કર્મ જે કર્મના ઉદયથી ક્રાન્તિવાળું શરીર ન હોય તેને અનાદેય નામ
કર્મ કહે છે.
આદ્યાકર્મી આહાર ઉદ્દેશીક આહાર; પ્રાસુક આહાર; મુનિને લો બનાવેલ આહાર આદર પ્રેમ; ભાવ; ભક્તિ; પૂજ્યભાવ; સામા તરફ માનની ભાવના; સત્કાર;
સન્માન; આવકાર; કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન. (૨) આવકારભાવ; આશ્રય (૩) આરંભ, શરૂઆત. (૪) કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન.