________________
આત્મા શેનાથી જણાય? ઇન્દ્રિયો વડે જાણે તે આતમાં- તો કહે છે કે ના;
આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા એમ માનતાં, તેનો સર્વજ્ઞ સ્વભાવનો અપવાદ થાય છે. તેમ જ સર્વજ્ઞનો પણ તેમાં અપવાદ થાય છે. સર્વજ્ઞનું જ્ઞાન અતીન્દ્રિય છે, તેને ઇન્દ્રિયોનું અવલંબન જરા પણ નથી. આવા અતીન્દ્રિય સ્વરૂપે આત્માને લક્ષમાં લેવો, તે જ સર્વસની ખરી સ્તુતિ છે. અતીન્દ્રિય આત્માને ઇન્દ્રિય વડે જાણવો માનવો
તેમાં સર્વશની સ્તુતી નથી, પણ સર્વજ્ઞનો અપવાદ છે. આત્મા શરીર નથી :ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, આહારક શરીર, તેજસ શરીર
અને કાશ્મણ શરીર-એ બધાં શરીરો પુદ્ગલ દ્રવ્યાત્મક છે, તેથી નક્કી થાય છે
કે આત્મા શરીર નથી. આત્મા સર્વકાળે પ્રત્યા છે તો કેમ દેખાતો નથી ? એ શક્તિ અપેક્ષાએ પ્રત્યક્ષ છે.
જેની દૃષ્ટિ આત્મા ઉપર જાય એને પ્રત્યક્ષ છે. ત્રણે કાળે નિર્મળ છે. ત્રણે કાળે પ્રત્યક્ષ છે, જેના સ્વરૂપમાં દયા-દાન આદિના રાગ નથી અને જે પ્રત્યક્ષ કરવા માગે છે તેને પ્રત્યક્ષ છે. જે વર્તમાન જ્ઞાનનો અંશ છે તેને ત્રિકાળી તરફ
વાળતાં પ્રત્યક્ષ છે. આત્મા સ્વયં ધર્મ થતો :આત્મા પોતે ધર્મપણે પરિણમતો. આત્મા હણાય છેએનો અર્થ એમ લેવો કે આત્મા હણાયો નથી, પણ આત્માની
નિર્મળ અવસ્થા-પર્યાય હણાય છે. અવસ્થા હણાતાં આત્મા હણાય છે તેમ
ઉપચારથી કહેવાય. આત્માકારતા આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હોવાપણું ને આત્માકારતા
કહીએ છીએ. આત્માંતર અન્ય આત્મા. આત્માનું એકરૂપપણું :આત્મામાં અનેક ગુણ અને તેની ક્રમે થતી પર્યાયો તે તેના
અંશો છે અને તેના સમુદાયરૂપ અભેદ એકરૂપ તેને એકરૂપપણું કહે છે. આત્માને એકપણું ક્યાં કારણોથી છે ? (૧) જ્ઞાનાત્મકપણાને લીધે, (૨)
દર્શનભૂતપણાને લીધે, (૩) અતીન્દ્રિય મહાપદાર્થપણાને લીધે, (૪) અચળપણાને લીધે અને (૫) નિરાલંબપણાને લીધે છે.
૧૭૨ આત્મા (૧) જ્ઞાનાત્મક, (૨) દર્શનરૂપ, (૩) ઈન્દ્રિયો વિના સર્વને જાણનારો મહાપદાર્થ, (૪) શેય પર પર્યાયોને ગ્રહતો-મૂકતો નહિ હોવાથી, અચળ અને (૫) શેય. પરદ્રવ્યોનું આલંબન નહિ લેતો હોવાથી, નિરાલંબ છે; તેથી તે એક છે. આ રીતે એક હોવાથી, તે શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા
ધ્રુવ હોવાને, લીધે તે જ એક ઉપલબ્ધ કરવા યોગ્ય છે. આત્માનું કર્તવ્ય :જાણવું, જોવું અને સ્થિર રહેવું - તે સિવાય પોતાના જીવનું કાંઈ
કર્તવ્ય આત્મા સ્વીકારતો નથી. આત્માનું કર્મ :આત્મા, પોતાના ભાવને પ્રાપ્ત કરે છે-પહોંચે છે. તેથી તે ભાવ જ
આત્માનું કર્મ છે. આત્માને કર્મનો સંયોગ :આત્માને કર્મનો સંયોગ અનાદિથી છે, પણ તે એક એક
સમય પૂરતો વર્તમાન અવસ્થાથી છે; જયાં સુધી વિકારી ભાવ ટાળે નહિ ત્યાં સુધી તે રહેશે. કોઈ જીવ પાસે અત્યારે અનાદિના કર્મ નથી, પ્રવાહ અનાદિ છે, જીવ પરથી બંધાણો નથી પણ પરી જુદો છે છતાં એ ભાન ભૂલીને પરને પોતાનું માનીને પરવલણ-રાગમાં અનાદિકાળથી અનેક અવસ્થામાં જીવ અટક્યો છે. જીવ અને કર્મને એક સાથે એક ક્ષેત્રની અપેક્ષાએ અનાદિનો સંયોગ-સંબંધ (એક એક અવસ્થાના પ્રવાહરૂપે ) છે, પણ બન્ને જુદી જ ચીજ છે તેથી જુદી પડે છે. જેમ કનક પત્થરમાં સોનું, તલમાં તેલ અને ખોળ સાથે છે છતાં
સ્વભાવે જુદા છે તેથી જુદા પાડી શકાય છે. આત્માનું શ્રેત્ર આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી ઓછું માનવામાં આવે તો
આત્માના ક્ષેત્રની બહાર વર્તતું જ્ઞાન ચેતનદ્રવ્ય સાથે સંબંધ નહિ હોવાને લીધે અચેતન ગુણ જેવું થવાથી જાણવાનું કામ ન કરી શકે, જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અચેતન ગુણો જાણી શકતા નથી તેમ. જો આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી અધિક માનવામાં આવે તો જ્ઞાનના ક્ષેત્રની બહાર વર્તતો જ્ઞાનશૂન્ય આત્મા જ્ઞાન વિના જાણવાનું કામ ન કરી શકે. જેમ જ્ઞાન શૂન્ય ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જાણી શકતા નથી તે માટે આત્મા જ્ઞાનથી હીન પણ નથી, અધિક પણ નથી, જ્ઞાન જેવડો જ છે.