________________
વાદળાં છૂટી જાય-ખંડિત થઈ જાય અને દિશાઓ ચોખી નિર્મળ-ઊજળી, વાદળાંની આડ વિનાની થાય, દિશા વિસ્તારવાળી થાય; તેમ અમર્યાદપણે જેનો ફેલાવ છે એવો સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, તેમ તેમ આત્મા આસવોથી નિવૃત્ત થતો જાય છે.
આત્મા અને કર્મ :પહેલાં આત્મા શુદ્ધ હતો, અને પછી વિકારી થયો. પહેલાં
કર્મબંધ નહોતો, અને પછીથી કર્મ બંધાયાં એમ નથી. અર્થાત્ આત્માનાં વિકારી પરિણામથી કર્મ થયાં, અને કર્મથી વિકારી પરિણામ થયાં એમ નથી, બન્ને અનાદિથી સ્વતઃસિદ્ધ છે. અનાદિકાળથી કર્મ કર્મરૂપે અને આત્માનાં પરિણામ વિકારરૂપે, સ્વતંત્રપણે થતાં આવ્યાં છે. કોઈથી કોઈ થયા છે, એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય, અને એનું નિમિત્ત પામીને જીવમાં નવાં નવાં વિકારી પરિણામ થતાં જાય, તથા એનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય, એમ પ્રવાહ છે; આ પ્રમાણે અનાદિ પ્રવાહપણાને લીધે, જીવ-પુદ્ગલનો જે બંધ થાય છે, એમાં ઈતરેતરાશ્રય દોષ નથી. કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત, અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વનાં જૂનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાનપર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે, અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે, એમ નથી. પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષઅજ્ઞાન કર્યા કરે છે, ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજ ચૈતન્ય સ્વભાવના લો, જેને અજ્ઞાન ટળી જાય છે, તેને કર્તા કર્મ પ્રવૃત્તિ મટે છે. અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લો પરિણમતો નથી, તેને અજ્ઞાન છે, તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે, અને નવો નવો કર્મબંધ પણ છે.
આત્મા અને જ્ઞાન :નિશ્ચયનયથી આત્મા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાનથી અભિન્ન છે. આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. જેમ પદાર્થને જોવાથી એક પ્રકારે પદાર્થમાં વ્યાપક કહેવાય છે તેમ જ્ઞાન લોકાલોકને જાણતું હોવાથી વ્યવહારનયથી વ્યાપક કહેવાય છે.
૧૬૯
પદાર્થોને જાણવા છતાં જ્ઞાન તે જ્ઞાનરૂપે તથા પદાર્થ તે પદાર્થરૂપે જ રહે છે. ઘાન પદાર્થોમાં જતું નથી તેમ પદાર્થો પણ જ્ઞાનમાં આવતા નથી. નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે, તો પણ વ્યવહારનયથી પ્રાપ્ત સ્વદેહ-પ્રમાણ છે. સંસાર-અવસ્થામાં આત્મા કર્મને લીધે સંકોચ-વિસ્તાર પામ્યા કરે છે. માટે જે કોઈ પદાર્થ ભય, મૈથુન અને પરગ્રિહ સંજ્ઞા આદિ સમસ્ત વિક્લ્પ સમુદાયનો ત્યાગ કરીને જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તે પુરુષ જ્ઞાનથી અભિન્ન હોવાથી જ્ઞાનમય અથવા જ્ઞાન કહેવાય છે. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી.
કહ્યું છે કે :- મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યયતા કેવળજ્ઞાનમાં એક આત્મા જ છે, એમ જે કોઈ પરમાર્થને જાણે છે, તે નિર્વાણ પામે છે. આત્મા જ પરમ અર્થ એટલે ઉત્તમ પદાર્થ છે, તેને જાણી જીવ નિર્વાણ-મોક્ષ પામે છે. આત્મા અને જીવ આત્મા અને જીવમાં કાંઈ અંતર નથી. પર્યાય વાચક શબ્દ છે. આત્મા અનંત ધર્મોનું અધિષ્ઠાન (આધાર) છે ઃઅહીં વિશેષ સમજવું કે અનેકાંત
બળવાન છે. એકાંતે જ્ઞાન આત્મા છે, એમ માનવામાં આવે તો, (જ્ઞાનગુણ આત્મદ્રવ્ય થઈ જવાથી) જ્ઞાનનો અભાવ થાય, (અને જ્ઞાનગુણનો અભાવ થવાથી) આત્માને અચેતનપણું આવે, અથવા વિશેષ ગુણનો અભાવ થવાથી, આત્માનો અભાવ થાય. સર્વથા આત્મા જ્ઞાન છે, એમ માનવામાં આવે તો, (આત્મદ્રવ્ય એક જ્ઞાનગુણરૂપ થઈ જતાં, જ્ઞાનને કોઈ આધારભૂત દ્રવ્ય નહિ રહેવાથી) નિરાશ્રયપણાને લીધે, જ્ઞાનનો અભાવ થાય. અથવા (આત્મદ્રવ્ય એક જ્ઞાનગુણરૂપ થઈ જવાથી) આત્માના શેષ પર્યાયોનો (સુખ, વીર્યાદિ ગુણોનો અભાવ થાય, એને તેમની સાથે અવિનાભાવી સંબંધવાળા આત્માનો પણ અભાવ થાય (કારણકે સુખ, વીર્ય વગેરે ગુણો ન હોય તો આત્મા પણ હોતો નથી.)
આત્મ અનુભવ થતાં પહેલાં છેલ્લો વિકલ્પ કેવો હોય ? ઉત્તર ઃ છેલ્લા વિકલ્પનો
કોઈ નિયમ નથી. રાગથીભિન્નતા પૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં કરતાં ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, સાયકધારાની ઉગ્રતા ને તીક્ષ્ણતા હોય ત્યાં છેલ્લો