________________
સામર્થ્યવાળા ભાવથી ભરેલો છે તેથી અનંત એવો આત્માનો બેહદ સ્વભાવ છે. આત્મા તો નિર્વિકલ્પ વીતરાગ સ્વરૂપ છે, એવા સ્વભાવનો જે અજાણ છે તે મંદબુદ્ધિ છે-અજ્ઞાની છે. આત્માના સ્વભાવનું જેને ભાન નથી તે બધા મંદબુદ્ધિ-અજ્ઞાનીમાં સમાઈ જાય છે. આત્મા (૧) જ્ઞાનાત્મક, (૨) દર્શનરૂપ, (૩) ઇન્દ્રિયો વિના સર્વને જાણનારો મહાપદાર્થ, (૪) શેય પરપર્યાયોને ગ્રહતો-મૂકતો નહિ હોવાથી અળિ અને (૫) શેય પદ્રવ્યોનું આલંબન નહિ લેતો હોવાથી નિરાલંબ છે; તેથી તે એક છે. આ રીતે એક હોવાથી તે શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે તે જ એક ઉપલબ્ધ કરવા યોગ્ય છે. અતીન્દ્રિય જ્ઞાન દ્વારા સ્વરૂપનો નિર્ણય ન કર્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું. આત્મા ઈંદ્રિયગ્રાહ્ય નથી પણ અતીન્દ્રિય આત્માનો નિર્ણય અતીન્દ્રિય જ્ઞાન દ્વારા થઈ શકે છે. આ દેખનાર, જાણનાર, આચરણ કરનાર પદાર્થ છે તે આત્મા છે. જ્ઞાનદર્શનયી અવિનાશી પદાર્થ. સ્વ-પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનાં પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. ચેતન; જીવ. દેહ દેવળમાં ભગવાન આત્મા સર્વ કાળે પ્રત્યક્ષ છે તો અત્યારે કેમ દેખાતો નથી ?
ઉત્તર :- એ શક્તિ અપેક્ષાએ પ્રત્યક્ષ છે, જેની દષ્ટિ એના ઉપર જાય એને પ્રત્યક્ષ છે, ત્રણે કાળે નિર્મળ છે. ત્રણે કાળે પ્રત્યક્ષ છે, એના સ્વરૂપમાં દયા-દાન આદિના રાગ નથી. જે પ્રત્યક્ષ કરવા માગે છે તેને પ્રત્યક્ષ છે. જે વર્તમાન જ્ઞાનનો છે તેને ત્રિકાળી તરફ વળતા પ્રત્યક્ષ
૧૬૪ પ્રશ્નઃ- ભગવાન આત્માને જ્ઞાન માત્ર શા માટે કહેવામાં આવે છે ? આપ વારંવાર ભગવાન આત્મા, ભગવાન આત્મા કહો છો- મહેરબાની કરીને તેનું સ્વરૂપ બતાવો.
ઉત્તર :- ભાઈ, ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમા વંત, અતીન્દ્રિય મહાપદાર્થ છે; તેને જ્ઞાનમાત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે શરીર, મન, વાણી અને પુણ્યપાપરૂપની. એક સમયની પર્યાય માત્ર પણ નથી. તે જ્ઞાન, દર્શન, અકાર્યકારણ, ભાવ-અભાવ આદિ અનંત શક્તિઓ એક સાથે રહે છે. માટે તેઓ અદમવત છે. આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે. ગુણ પણ શુદ્ધ છે. માટે તેની દૃષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાનમાત્ર વસ્તુ છું. આવી દષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ, અકાર્યકારણત્વ વગેર અનંત શક્તિઓની પર્યાયો ઉછળે
છે, પ્રગટ થાય છે. પ્રશ્ન :- ઉછળે છે એટલે શું ? ઉત્તર :- દ્રવ્ય વસ્તુ છે, તેમાં અનંતની શક્તિઓ છે, એક શક્તિનું જ્યારે
પરિણમન થાય છે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન
થાય છે તેને ઊછળે છે એમ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપી છે, તેની અવસ્થામાં પરના નિમિત્તે દોષ થાય છે. જેને મલિન અવસ્થા કહો, મલિન હાલત કહો, કર્મ તરફ જોડાણો છે તેમ કહો, એકાંત દષ્ટિમાં અટકી ગયો છે તેમ કહો. પોતાનું ભાન ભૂલીને કર્માધીન થયો છે તેમ કહો, તે બધા એકાર્થ વાચક છે, તે બધામાં અજ્ઞાનતાનો દોષ છે માટે તેને આત્મા કહ્યો નથી કારણ કે જેના કુળમાં લીલોતરી નાંનિગોહમાં જશે તેને આત્મા કેમ કહીએ ? અજ્ઞાન પર્યાયમાં વર્તમાનમાં પણ મૂઢતા છે, અને તેના ફળમાં