________________
•
·
ભવિષ્યમાં પણ નિગોદ આદિમાં મૂઢ થઈ જવાનો તેને આત્મા કેમ કહેવાય? આત્મા તો તેને કહીએ કે વર્તમાનમાં પણ વિકાસ દેખાય અને ભવિષ્યમાં પણ વિકાસ વધે, તે વિકાસ વર્તમાનમાં પણ સુખ-શાંતિ અને નિરાકુળતાવાળો હોય, અને ભવિષ્યમાં પણ સુખ શાંતિ અને નિરાકુળતા વધતી જ હોય તે પૂર્ણ થયે મુક્ત થાય તેને જ આત્મા કહીએ. જેની દૃષ્ટિ જડ ઉપર છે, જેનું જ્ઞાન મૂઢતાને પામે છે તે આત્માને જડ કહ્યો છે કારણ કે પોતાની જાગૃતિનું ભાન નથી તે અપેક્ષાએ તે જડ છે. ઇંશનુ સ્વરૂપ જેમ છે તેમ સમજ્યા વગર ભવનો અંત આવે તેમ નથી. ક્ષણને આત્માની જાગૃતિનું ભાન છે.
આત્મા રાગ-દ્વેષ વિનાનું તત્ત્વ છે, તે પુદ્ગલની અવસ્થાથી અન્ય એવું ચૈતન્ય દ્રવ્ય છે. હું રાગી-દ્વેષી આત્મા છું તેવી માન્યતા તે જીવનો વિકારભાવ છે, મિથ્યાત્વ છે. જે જ્ઞાન એકલો પરદ્રવ્યને જ જાણે પરંતુ પોતાના સ્વદ્રવ્યને ન જાણે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે અને વીતરાગ સ્વરૂપે નહિ રહેતાં રાગ-દ્વેષાદિ રૂપે અસ્થિર થાય છે તે જીવનો અવિરતિરૂપ વિકારભાવ છે.
આ જાણવા દેખાવની જે એક સમયની અવસ્થા છે કે કાંઈ પૂરો આત્મા નથી; કેમ કે એ તો એક સમયની વર્તમાન દશામાત્ર છે, ને ભગવાન આત્મા તો અખંડ એકરૂપ ત્રિકાળ છે. અહીં ! આખી ચીજ તો અંદર ત્રિકાળ વસ્તુ છે, જે સહજ દર્શનોપયોગ, સહજ જ્ઞાનોપયોગ, સહજ શ્રદ્ધા, પરમ શુદ્ધ ચારિત્ર ને સુખામૃત અર્થાત્ પરમ આનંદામૃત એવા સ્વભાવરૂપ ત્રિકાળ એકરૂપ છે આ આખી અખંડ એકરૂપ વસ્તુ જે આત્મા છે તેનો આશ્રય કરે ત્યારે ધર્મ પ્રગટ થાય છે.
(૧) આત્મા ત્રિકાળી સ્વરૂપ છે.
(૨) જ્ઞાન-દર્શન તેવા ત્રિકાળી ગુણ છે.
(૩) તેને અનુસરીને થતો-વર્તતો પરિણામ તે ઉપયોગ છે. તે ઉપયોગના બાર પ્રકાર છે.
(૪) આ ઉપયોગના પહેલાં બે સાધારણ ભેદ કહ્યા;
•
૧૬૫
૧. જ્ઞાન, ૨. દર્શન.
(૫) પછી જ્ઞાનોપયોગના બે ભેદ કહ્યા ઃ ૧. જ્ઞાન, ૨. વિભાવજ્ઞાન.
(૬) અને પછી સ્વભાવ જ્ઞાનના બે ભેદ કહ્યા. ૧. કાર્ય સ્વભાવ-જ્ઞાન ને ૨. કારણ સ્વભાવ જ્ઞાન.
હવે કહે છે કાર્યે તો સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળ જ્ઞાન છે. આત્મામાં એક સેક્ન્ડના અસંખ્યમા ભાગમાં કાર્યપણે જે કેવળજ્ઞાન થાય છે તે સર્વતઃ નિર્મળ છે, અને તે યુગપદ્ ણ કાળ-ત્રણ લોકને સાક્ષાત્-પ્રત્યક્ષ જાણે છે. અહા ! આવા જે કેવળજ્ઞાનરૂપી પરિણામ છે તે અંતરંગ ગુણને અનુસરીને થતાં પરિણામ છે, અને તેને કાર્ય સ્વભાવજ્ઞાન કહે છે. કેમ ? કેમકે કે કાર્ય-પર્યાય છે ને ? તેથી તેને કાર્ય સ્વભાવજ્ઞાન કહેવામાં આવે છે. આ તો ધીમે ધીમે, હળવે હળવે લઈએ છીએ. પણ બહાર થોથાં (ક્રિયાકાંડ) માં એ પડ્યો છે, ને અંતરની ચીજના અભ્યાસમાં કોઈ દિ આવ્યો જ નથી ત્યાં શું થાય ?
અવસ્થાના ક્ષણિક ભેદને ગૌણ કરનાર શુદ્ધનય આત્માને કેવો બતાવે છે ? (૧) અબદ્ધ સ્પષ્ટ = વસ્તુપણે શુદ્ધ, ક્ષણિક, સંયોગી ચીજ દ્રવ્યકર્મ છે તેના
બંધ-સ્પર્શ રહિત, રાગાદિ સંકલેશપણાથી રહિત, પરદ્રવ્યો સાથે નહિ ભળવા યોગ્ય, અસંગ એમ સ્વતંત્ર વસ્તુપણે શુદ્ધ બતાવે છે. નિર્લેપ સ્વભાવી કમળપત્રના દૃષ્ટાંતે.
(૨) અનન્ય = સ્વક્ષેત્રથી શુદ્ધ. નર, નારક, દેવ, પશુ દેહાકાર પરક્ષેત્રથી જુદો
અને પોતાના અરૂપી અસંખ્ય પ્રદેશથી એકમેક છે. વર્તમાન દેહાકાર પૂરતો કે તેના વિકલ્પ પૂરતો નહિ.તેની મારામાં નાકિત છે, હું ત્રિકાળી એકરૂપ છું.
(૩) નિયત = સ્વકાળથી અભેદ. વર્તમાન ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય તેટલો નથી, પણ ત્રિકાળ ટકનાર હોવાથી ત્રિકાળી શક્તિથી નિત્ય, સ્થિર, નિશ્ચલ, એકરૂપ જ્ઞાયક ભાવે છું. અવસ્થાભેદ ઉપર જોયા કરે તો વિકલ્પ તૂટતો નથી. પણ રાગનો ઉત્પાદ થાય છે. જેમાં સમુદ્રનું દૃષ્ટાંત છે.