________________
સ્વયંસિદ્ધ, તેથી અનાદિ-અનંત છે. (૧૫) સત્તા નામનો સત્નો ભાવ; સત્ત્વ; સત્પણું; હયાતપણું; વિદ્યામાનપણું; હયાતનો ભાવ; છે એવો
ભાવ.
અસ્તિત્વ ગુણ કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ કોઈનો કર્તા નથી, – એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. (૨) જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ નાશ ન થાય, કોઈથી ઉત્પન્ન પણ ન થાય તેને અસ્તિત્વગુણ કહે છે. (૩) કોઈ દ્રવ્યની, કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈનો કોઈ કર્તા નથી,એમ અસ્તિત્વગુણ સૂચવે છે. (૪) જે શક્તિના કારણે, દ્રવ્યોનો કદી પણ નાશ ન થાય, કોઈથી ઉત્પન્ન પણ ન થાય, તેને અસ્તિત્વ ગુણ કહે છે. અસ્તિત્વ નિષ્પન્ન :અસ્તિત્વનો બનેલો.
અસ્તિત્વ સામાન્યરૂપ અન્વય છે, છે, છે, એવો એકરૂપ ભાવ, દ્રવ્યનો સ્વભાવ છે.
(અન્વય=એકરૂપતા; સદભાવ.) (૨) દરેક પદાર્થમાં સત્તણું (અસ્તિપણું) એવો ગુણ અનાદિ અનંત છે. માટે દરેક વસ્તુ પોતા વડે કરીને સત્ છે. કોઈને આધીન નથી. આ સમજવાથી સ્વાધીન સુખધર્મ પોતાથી પ્રગટે છે. એવું પોતાનુ પરથી ભિન્ન જ્ઞાન થાય તો પોતાનું સુખ પોતે પામે. અસ્તિત્વનું લક્ષણ હોવાપણું; સત્
અસ્તિત્વનિયત :અસ્તિત્વમાં નિયત; અસ્તિત્વથી અનન્યમય. અસ્તિત્વાંતર :ભિન્ન અસ્તિત્વ (યુત સિદ્ધિનું કારણ ભિન્ન ભિન્ન અસ્તિત્વો. લાકડી અને લાકડીવાળાની માફક ગુણ અને દ્રવ્યનાં અસ્તિત્વો કદીયે ભિન્ન નહિ હોવાથી યુતસિદ્ધપણું હોઈ શકે નહિ.)
અસિધારા :તરવારની ધાર.
અસ્થિરતા ઃસ્વમાં એકાગ્રતા મૂકીને પરમાં એકાગ્રતા કરે તે અસ્થિરતા.
અસ્થાન અયોગ્ય સ્થાન, અયોગ્ય વિષય; અયોગ્ય પદાર્થોનું અવલંબન. અસ્થાનનો :અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોનો અવલંબનારો. (૨) અસ્થાનના રાગમાં.
અસ્થાયી :ક્ષણિક ; હદવાળાં અસ્થિમજ્જા હાડોહાડ.
૧૩૯
અસ્થિર ક્ષણભંગુર; સતત પીડાકારક, સતત સ્થિર રહેતું નથી. અસ્થિર નામ કર્યું ઃજે કર્મના ઉદયથી, શરીરની ધાતુ અને ઉપધાતુ પોત પોતાના સ્થાને ન રહે, તેને અસ્થિર નામ કર્મ કહે છે.
અસ્થિરતા પરભોકતૃત્વાભિલાષાજનિત, અસ્થિરતા. (૨) જ્ઞાનીને પોતાની જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવની સમજ હોય છે છતાં પણ કમજોર ભૂમિકામાં રાગ થઈ જતો હોય છે તે અણસમજનો રાગ નથી પણ અસ્થિરતાનો રાગ છે. હજુ પર્યાયમાં (ચારિત્રની) અશુદ્ધતા છે તેને અસ્થિરતાનો રાગ સમજે છે તે છોડવાનો છે એમ જાણે છે. પુણ્ય-પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે. જેથી કર્મનો બંધ થાય છે. જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. અસ્થિરનામ કર્મ જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના ઠેકાણે ન રહે તેને અસ્થિરનામકર્મ કહે છે.
અસદ્ ભૂત ઃઅવિદ્યમાન (૨) કર્મો જીવથી અત્યંત જુદી ચીજ છે, જીવની પર્યાયમાં
પણ કર્મ નથી, બહાર છે એટલે અસદ્ભૂત છે. (૩) અસત્ય (૪) અસદ્ભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થસ્વરૂપ થાય છે. (૫) અવિદ્યમાન; અનાગત.
અસદ્ભુત વ્યવહાર :બે પ્રકારના છે (a) ઉપચરિત અસદ્ભૂત (b) અનુપચરિત અસદ્ભૂત. (૨) ઉપચાર માત્ર; કથન માત્ર; કહેવા પૂરતું; ખરેખર એવું નહિ.
અદ્ભૂત વ્યવહારનય ઃજે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે. જેમકે- આ શરીર મારું છે અથવા માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. (૨) રાગાદિ ભાવોમાં, ચેતનપણાનો ભ્રમ ઉપજે છે, પણ તે પરમાર્થે ચેતન નથી. સ્વભાવની દૃષ્ટિએ દયા, દાન, વ્રત, ભક્તિ, આદિનો રાગ કર્મ જન્મ છે. જડ કર્મનો સંબંધ, આત્માને અસદ્ભૂત વ્યવહારનયથી છે. રાગનો સંબંધ, અશુદ્ધ નિશ્ચયનયથી છે. અને મતિજ્ઞાન આદિનો પણ ત્રિકાળી આત્મા સાથે, અશુદ્ધ નિશ્ચયનયી સંબંધ છે. ચાર ગતિની યોગ્યતા છે, તેને પણ અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા સાથે સંબંધ છે. કેમકે તે આત્માની પર્યાયમાં છે.