________________
૧૪૨
અસંસારી જગતના સંબંધનો જેને અભાવ છે તેવું; સંપૂર્ણ વિરક્ત. અસહજ :અસ્વાભાવિક; કૃત્રિમ; બનાવટી; (૨) અસ્વાભાવિક અસહંશ :અનંતર અસહાય નિરાશ્રિત (૨) કોઈની સહાય વિના. (૩) બીજાની સહાય વગર;
સ્વતંત્ર (૪) એક એક વસ્તુમાં નહિ વ્યાપતું; સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું. (૫) પહેલાં એકને જાણે ને પછી બીજાને જાણે એવું છે નહિ. તે સમસ્ત વસ્તુઓમાં યુગપત્ એક સાથે વ્યાપે છે અને તેથી તે અસહાય છે. આ અસહાયની વ્યાખ્યા કરી શું ? કે પહેલાં એકને જાણે ને પછી બીજાને જાણે
એવું કેવળજ્ઞાન છે નહિ, માટે તે અસહાય છે. (૬) કોઈની સહાય વિના અસહાયપણે કોઈની સહાય વિના; કોઈની મદદ વિના. અસહાયરૂપ સ્વતંત્ર. અસાતા વેદનીયના આસવનું કારણ પોતામાં અને પરમાં અને બન્નેના વિષયમાં
સ્થિત દુઃખ, શોક, તાપ, આક્રંદન, વધ, અને પરિદેવના તે અસતાવેદનીય કર્માસવનાં કારણો છે. (a) દુઃખ = પીડારૂપ પરિણામો વિશેષને દુઃખ કહે છે. (b) શોક = પોતાને લાભદાયક લાગતા પદાર્થનો વિયોગ થતાં વિકળતા થવી તે શોક છે. (c) તાપ = સંસારમાં પોતાની નિંદા વગેરે થતાં પશ્ચાત્તાપ થવો તે તાપ છે. (d) આજંદન = પશ્ચાતાપથી અશ્રુપાત કરીને રોવું તે આફંદન છે. (e) વધ = પ્રાણી વધનો વિયોગ કરવો તે વધુ છે. (f) પરિદેવના = સંકલશ પરિણામોના અવલંબનને એવું રૂદન કરવું કે જેથી સાંભળનારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ જાય તે પરિદેવના છે. બાહ્ય નિમિત્તોને અનુસરીને આસ્રવ કે બંધ થતો નથી, પણ જીવ પોતે જેવા ભાવ કરે તે ભાવને અનુસરીને આસ્રવ અને બંધ થાય છે. જો જીવ પોતે
વિકારભાવ કરે તો બંધ થાય અને પોતે વિકારભાવ ન કરે તો બંધ ન થાય. અસાદન:૫ર દ્રારા પ્રકાશ થવા યોગ્ય જ્ઞાનને રોકવું તે અસાદન છે. અસાધ્ય :બેભાન (૨) સાધી ન શકાય તેવું; સિદ્ધ કરી ન શકાય તેવું, જેનો કોઈ
ઈલાજ ન થઈ શકે તેવું (રોગ વગેરે)
અસાધારણ :જે બીજા કોઈ દ્રવ્યમાં નથી એવું. (૨) વિશેષ; વિશિષ્ટ; ખાસ. (૩)
અસામાન્ય; અલૌકિક. (૪) અનેરો; અચલાયમાન. (૬) બીજી ચીજમાં ન
હોય એવા. (૭) જે બીજા કોઈ દ્રવ્યમાં નથી એવું. અસાધારણ ધર્મો દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ, આત્માના અસાધારણ ધર્મો છે. અસાંપ્રતિક:અતાત્કાલિક, વર્તમાનકાલીન નહિ એવા; અતીત-અનાગત. અસામાન્ય અદ્ભુતઅપૂર્વસુંદર; મનોહર; ઘણું રૂપાળું. અસાર હિતકારી; અહિતકારી દુઃખ જાણવું. (૨) અહિતકારી; અહિતકારી દુઃખ
જોવું પરને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય નહિ. (૩)
અહિતકારી; દુઃખ. અસાવધાની ગાફેલ; બેદરકાર; સચેત નહિ; અજ્ઞાનપણું; મોહ સ્વભાવની
સાવધાની. (૨) મોહ. (૩) પ્રમાદને લઈને કાળજી ન રાખવી. અસિકર્મી :જે તરવાર વગેરે આયુધ ધારણ કરી આજીવિકા કરે તે અસિકર્મ. અસિધારા : તલવારની ધાર. અસિપત્રવન નરકનું એક વન; જ્યાં પાંદડાં આપણા ઉપર પડે તો તલવારની પેઠે
અંગ છેદે. અસીમ :અનંત (૨) અમર્યાદ; હદ વિનાનું, બેહદ; પુષ્કળ; અપાર; ઘણું જ ઘણું. અહં હુંકાર; હું પણું; અહંકાર. અહંકાર : હું છું એ પ્રકારનો ખ્યાલ; આત્મભાન; ગર્વ; મગરૂરી; અભિમાન; (૨)
હું પણું (૩) ઉતાવળે જવાબ આપવો તે અહંકાર છે. (૫) હું પણું, મમકાર;
મારાપણું. (૬) હું પણું અહંકાર અને મધ્યકાર અહંકાર એટલે પરને હું કરી શકું છું અને મમકાર એટલે
પરવસ્તુ મારી છે. અહંકાર જન્ય :અવિદ્યાજન્ય; અજ્ઞાનજન્ય. (પુણ્ય અને પાપમાં તફાવત હોવાનો
મત, અહંકારજન્ય-અવિદ્યાજન્ય-અજ્ઞાનજન્ય છે.) (૨) અવિદ્યાજન્ય;
અજ્ઞાનજન્ય. અહંકારિક તફાવત :પુણ્ય અને પાપમાં તફાવત હોવાનો મત, અહંકારજન્ય અહેતુ
અકારણ; જેનુ કોઈ કારણ નથી એવા.