________________
આત્મશાન હેય-ઉપાદેયની સ્પષ્ટતા સહિત અનંત ગુણ-પર્યાયથી અભેદ
નિજાત્માનું જ્ઞાન. (૨) તે ભાવના એવી રાખે છે કે, આ સરાગતા ક્યારે મરે અને હું વીતરાગ થઈ જાઉં. તત્ત્વજ્ઞાની સમ્યત્વીનું, હું નિશ્ચયથી, પરમાત્માવત્ શુદ્ધ નિર્વિકાર જ્ઞાતાદટા છું. એવું જ્ઞાન, તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખસાધન છે. એ આત્મજ્ઞાનને જ નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે, તેને જ જિનવાણીનો સાર ભાવશ્રુત જ્ઞાન કહે છે, એ આત્મજ્ઞાનમાં ઉપયોગની સ્થિરતાને, સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. સ્વાનુભવ કહે છે, કે આત્મધ્યાન કહે છે. ભાવશ્રુતજ્ઞાન દ્વારા, આત્માનો અનુભવ બીજના ચંદ્રમાતુલ્ય છે. તે જ અભ્યાસના બળથી, વધતો વધતો પૂર્ણ ચંદ્રમારૂપ, કેવલ જ્ઞાન થઈ જાય છે. જે રત્નત્રયથી સહજ સુખની સિદ્ધિ થાય છે, તેમાં આત્મજ્ઞાન જ નિશ્ચય સમ્યજ્ઞાન છે. (૩) સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વપદાર્થના જ્ઞાનનું નિષ્કળપણું છે. (૪) પરમથુત =પ્રયોજનભૂત ઉત્તમ શ્રુતજ્ઞાન. (૫) ભાવકૃત જ્ઞાન; અનંતતાનુભૂતિરૂપ આત્મજ્ઞાન. (૬) આત્મજ્ઞાન થાય તે પહેલાં પંચ લબ્ધિ જીવને થાય છે :(૧) ક્ષયોપશમલબ્ધિ = મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિય વગેરે મળે તે. (૨)વિશુદ્ધિલબ્ધિ = ખોટાં કામી ત્રાસ પામે ને સાચા ભાવ ભણી જીવ વળે તેથી પુણ્ય બાંધે. તેથી પુરુષનો યોગ થાય. (૩)દેશનાલબ્ધિ = પુરુષનો યોગ થાય, સપુરુષ કહે તે સમજવાનું માહાભ્ય લાગે. (૪) પ્રાયોગ્યલબ્ધિ = દેશનાનો વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર ક્રોડાકોડીની કર્મ-સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટાની થઈ જાય. (૫) કરણલબ્ધિ = તેમાં આગળ વધતાં ગ્રંથિ ભેદ થાય. ગ્રંથિભેદ થાય ત્યારે ઉપશમ સમક્તિ થાય છે. જેનો કાળઅંતર્મુહર્તનો છે, પણ તે ક્ષાયક જેવું નિર્મળ છે. આત્મા જાજ્ઞાયો તો મોક્ષ જરૂર થાય. એ પાંચે લબ્ધિનો સાર કૃપાળુદેવે આ પ્રમાણે કહ્યો છે, સર્વ કલેશથી અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે.
૧૫૭ આત્માન પ્રાપ્ત કરવા પ્રથમ શું કરવું? આત્મા અભેદ એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે.
તેમાં ભેદ કેવો ? અને તેમાં એક સમયની પર્યાય કેવી ? ગંભીર વાત છે. ભાઈ કાળ થોડો છે અને કરવાનું ઘણું છે, ત્યાં વળી જીવને બહારનો બહુ મોહ છે. બહારનો ત્યાગ જોઈને તે ખૂબ રાજી-રાજી થઈ જાય છે, પણ તે બહારનો ત્યાગ આત્મામાં છે ક્યાં ? અહીં તો કહે છે કે જ્ઞાનના ભેદઆત્મામાં નથી તો એ સઘળા બાહ્ય ક્રિયાકાંડ વસ્તુમાં ક્યાંથી હોય ? જેને આકરી વાત, ભાઈ ! પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વિના બીજ ત્યાગ હોઈ શકે જ નહિ. એ મિથ્યાત્વના ત્યાગ માટે શું છોડવું ? જો કહે છે કે નિમિત્તને, રાગને અને ભેદને દૃષ્ટિમાંથી છોડવાં, અને અભેદ એકરૂપ નિર્મળાનંદ સ્વરૂપ
ભગવાન આત્માની દૃષ્ટિ કરવી – સર્વજ્ઞ પરમેશ્વરે આજ માર્ગ કહ્યો છે. આત્મણો:જીવતત્ત્વના જ્ઞાતાઓ. આત્મજોગ :આત્મયોગ; જીવનું બ્રહ્મ સાથે-આત્માનું પરમાત્મા સાથે,
એકરાગપણું; જીવાત્મા અને પરમાત્માનો સંયોગ. (૨) આત્મપ્રાપ્તિ. દેહભાવથી જીવભાવનું છૂટવું. (૩) આત્માનો સંગ; આત્માની પ્રતીતિ;
આત્મ ભાવ. આત્મતત્ત્વ :સ્વદ્રવ્ય (૨) જ્ઞાયકતત્ત્વ આત્મતત્વોતક આત્મવત્તાને સમજાવનારાં- પ્રકાશનાર. અપવાદમાર્ગમા, જે
ઉપકરણભૂત ઉપાધિનો નિષેધ નથી, તેના ચાર ભેદો નીચે પ્રમાણે છે :(૧)જે શ્રમણને, શ્રમયપર્યાયના સહકારી કારણભૂત, સર્વ કૃત્રિમતાઓથી રહિત, યથાકાત રૂપ સન્મુખ વૃત્તિ જાય, તેને કાયાનો પરિગ્રહ છે; (૨) જે શ્રમણને, ગુરુ-ઉપદેશના શ્રવણમાં વૃત્તિ રોકાય , તેને વચનપુદ્ગલોનો પરિગ્રહ છે; (૩) જે શ્રમણને, સૂત્રાધ્યયનમાં વૃત્તિ રોકાય; તેને સૂત્ર યુગલોનો પરિગ્રહ છે; અને (૪) જે શ્રમણને, યોગ્ય પુરુષના વિનયરૂપ, પરિણામ થાય, તેને મનમાં પુદ્ગલોનો પરિગ્રહ છે. જો કે આ પરિગ્રહો, ઉપકરણભૂત હોવાથી, અપવાદમાર્ગમાં તેમનો નિષેધ નથી, તો પણ તેઓ
વસ્તુધર્મ નથી. આત્મતત્ત્વ ધોતક:આત્મવત્તાને સમજાવનારાં- પ્રકાશનારાં.