________________
આત્મતત્ત્વનો સ્વભાવ આત્મતત્ત્વનો સ્વભાવ સુવિરુદ્ધ દર્શન અને શાન છે. આત્મત્વ સમ્યજ્ઞાન; યથાર્થ દષ્ટિ; વસ્તુ ધર્મ. આત્મત્વ અર્પશે ઉદય આપશે.
આત્મપ્રાપ્ય પુરુષ નિગ્રંથ આત્મા
આત્મદ્રવ્ય આત્મદ્રવ્ય એ સામાન્ય વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન.
(૨) પ્રશ્નઃ- ત્રિકાળ આત્મદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય એનું શું કારણ ? ઉત્તર ઃ- ત્રિકાળી આત્મદ્રવ્ય એ જ મૂળ વસ્તુ છે. ત્રિકાળી દ્રવ્યમાં આનંદ ભર્યો છે, તેથી ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં આનંદરૂપ ધર્મદશા પ્રગટ થાય છે.
પ્રશ્નઃ- ધ્રુવની કિંમત વધુ કે આનંદના અનુભવની ?
જવાબ :- ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે તે ધ્રુવમાં તો આનંદનો ઢગલો ભર્યો છે.
(૩)આત્મદ્રવ્ય સહજ એક શુદ્ધ પરમ પારિમાણિક ભાવલક્ષણ સદા પરમાત્મ સ્વરૂપ ચિત્માત્ર વસ્તુ છે. આવા નિજ પરમાત્મ દ્રવ્યનો સમ્યક્ શ્રદ્ધાન જ્ઞાન અનુચરણરૂપ પર્યાયે જીવ પરિણમે એનું નામ ધર્મ છે. અને એનું નામ મોક્ષનો માર્ગ છે. દેવ-ગુરુ શાસ્ત્રનું ભેદરૂપ શ્રદ્ધાન એ કાંઈ વાસ્તવિક શ્રદ્ધાન-સમક્તિ નથી; અને શાસ્ત્રનું જ્ઞાન તે કાંઈ વાસ્તવિક સમ્યજ્ઞાન નથી, પણ પોતે સદાય અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ કારણ પરમાત્મા વિરાજી રહ્યો છે તેના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન અનુચરણરૂપ પર્યાયે પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર છે અને તે સત્યાર્થ-મોક્ષમાર્ગ
છે.
આત્મદર્શન : આત્મસાક્ષાત્કાર; સ્વાત્માનુભૂતિ; આત્મજ્ઞાન; શુદ્ધ સમક્તિ;
સ્વાનુભવપ્રકાશ.
આત્મદર્શન :(એમ જ સહજ સાધ્ય નથી) અભ્યાસ દ્વારા સિદ્ધ થાય છે તેથી ઈન્દ્રિયોને વ્યાપાર રહિત અને મનને નિર્વિકલ્પ કરવાનો અભ્યાસ બરાબર વધારતા રહેવું જોઈએ. મનમાં જ્યારે રાગ-દ્વેષાદિની-કામ-ક્રોધ-માન
૧૫૮ માયા-લોભ-મોહ-શોક-ભયાદિની લહેરો ન ઊઠે ત્યારે જ મન નિર્વિકલ્પ (સ્થિર) થાય છે અને આવા સ્થિર મનવાળો યોગી સાધક જ આત્મતત્ત્વના દર્શનનો અધિકારી થાય છે-બીજો કોઈ નહિ. (૨) પરનું, વિકલ્પનું, અને પર્યાયનું લક્ષ તોડીને એકરૂપ, અખંડ સ્વભાવની પ્રતીત કરવી તે જ ઈશ્વરનો સાક્ષાત્કાર છે, તે જ આત્મદર્શન છે, તે જ નિશ્ચય સ્તુતિ છે અને તે જ પ્રથમ ધર્મ છે. (૩) આત્મ સાક્ષાત્કાર. (૪) આત્માની અનુભૂતિ; (૫) જો મનરાગ-દ્વેષાદિથી આકુળ હોય તો ગમે તેટલો શ્રુતાભ્યાસ કર્યે જાઓ પણ તેના દ્વારા આત્મદર્શન થઈ શકશે નહિ. આત્મદર્શનની પાત્રતા માટે રાગદ્વેષાદિથી રહિત થવું આવશ્યક છે. માર્ગ કોઈપણ હોઈ શકે; ઈન્દ્રિય મનનો વ્યાપાર રોકીને દેખે અથવા નિર્મળ ભાવશ્રુતજ્ઞાન દ્વારા દેખે. જે ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માના કેવળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે તેમને શ્રુત કેવળી કહેવામાં આવે છે. (૬) આત્માના પરમરૂપની અનુભૂતિ; ઈન્દ્રિયોને વ્યાપારરહિત કરીને – ઈન્દ્રિયોની પોતાનાં વિષયોમાં પ્રવૃત્તિ રોકીને-સાથે મનને પણ નિર્વિકલ્પ કરવાનો અભ્યાસ બરાબર વધારતા રહેવું જોઈએ. આત્માના પરમરૂપની અનુભૂતિનો બીજો માર્ગ શ્રુતજ્ઞાન દ્વારા પણ કેવળ જ્ઞાન સમાન જાણવામાં આવે છે. જિનેદ્ર ભગવાનના જે શ્રુતનો-સૂત્રરૂપે આગમનો અહીં નિર્દેશ કર્યો છે તે ય પૌદગલિક વચનો દ્વારા નિર્દિષ્ટ હોવાથી દ્રવ્યશ્રુત છે. સ્વતઃ જ્ઞાનરૂપ ન હોતાં પુદ્ગલના રૂપમાં છે. જેની જે ક્ષત્રિ-જાણકારી તે પભાવ-શ્રુતજ્ઞાન કહેવાય છે. એવા-શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ થવાથી તે દ્રવ્ય-શ્રુતને ઉપચારથી-વ્યવહારનયથી શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. થુત્ર તો ઉપાધિરૂપ હોવાથી છૂટી જાય છે. જ્ઞપ્તિ જ બાકી રહી જાય છે તે મિ કેવળ જ્ઞાનીની અને શ્રુતજ્ઞાનીની આત્માના સમ્યક્ અનુભવમાં સમાન જ હોય છે. વાંસ્તવમાં જ્ઞાનનો શ્રુત-ઉપાધિરૂપ ભેદ નથી. આત્મદર્શિતા આત્મદર્શન આત્મદશા આત્મરમણતા. (૨) અનુભવદશા; આત્માનુભવદશા. આત્મધ્યાન આત્મામાં પરિણમનરૂપ, એકાગ્રતારૂપ આત્મધ્યાન છે. ત્યાં
અતીન્દ્રિય નિરાકુલતામય સન્મુખ છે. સર્વ ઈચ્છાનો નાશ છે, અને સાક્ષાત્