________________
ત્યારે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન-અસત્ય પણ હોય, એટલે તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિ; અને રાગ-દ્વેષ-મોહદિ હોય તો તેથી પણ અસ્ત વદવાના પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિ. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોયતો જ તેનું
વચન સંપૂર્ણ સત્ય હોઈ વિશ્વાસપાત્ર આપ્યું હોય. આટલાથી :આટલું કરવાથી. આટોપ :આડંબર. (૨) અહંકાર; ઘમંડ; ગર્વ; શેખી; આડંબર; ડોળ; દમામ આઠ કર્મોનાં નામ :જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ,
ગોત્ર અને વેદનીય, આ આઠને આચાર્યો દ્રવ્ય કર્મ કહે છે. પૂર્વ પદ્યમાં આત્મામાં પ્રવેશેલા પુદ્ગલોની જે આઠ-કર્મરૂપ પરિણમવાની વાત કહેવામાં આવી છે, તેમનાં આ પદ્યમાં નામ આપવામાં આવ્યા છે. પુલનાત્મક હોવાથી, આ આઠેય દ્રવ્ય-કર્મ છે. આ કર્મોમાં પોત-પોતાના નામને અનુકૂળ કાર્ય કરવાની શક્તિ હોય છે, જેને પ્રકૃતિ કહે છે, અને તેથી આ આઠ
મૂળકર્મ પ્રવૃતિઓ કહેવાય છે. જેમના ઉત્તરોત્તર ભેદ ૧૪૮ છે. આઠ સમિતિ :ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિ. આઠમું ગણસ્થાન આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં દીપકશ્રેણી જેને હોય છે.
તેને અતિશય શુદ્ધ સ્વભાવમય પવિત્ર દશા વધતી જાય છે. આતપ: સૂર્યનો તાપ. (૨) તડકો; સૂર્યનો તાપ; દુઃખ; પીડા. (૩) સૂર્યનો ઉત્તમ
પ્રકાશ. આમનું સ્વરૂપ ધર્મનું મૂળ ભગવાન આપ્ત છે. તેમનામાં નિર્દોષપણું, સર્વજ્ઞપણું
અને પરમ હિતોપદેશપણું એ ત્રણ મુખ્ય ગુણો હોય છે. આતપનામ ર્મ જે કર્મના ઉદયથી પરને આતાપરૂપ શરીર હોય, જેમ કે સૂર્યનું
બિંબ. આત્મ અર્પણતા ૫રમાં મમત્વરૂપ બહિરાત્મભાવ તજી દઈ, અંતરાત્મપણે
પરમાત્મ સ્વરૂપની ભાવનામાં, ચિંતવનમાં ચિત્તની એકાગ્રતારૂપ પરિણતિ, તે આત્મઅર્પણતા; બ્રહ્મભાવે મારું મનાતું સર્વસ્વ, આપના ચરણમાં અર્પણ
૧૫૫ કરી, આત્મશ્રેય માટે, એક આપ જ મારે પરમ શરણરૂપ છો, એવી કેવળ
અર્પણતા; સદ્ગુરુ પ્રત્યે શરણભાવ. આત્મખ્યાતિ :આત્માની ઓળખાણ; તે સમ્યગ્દર્શન છે. આત્મ તત્ત્વનો ઘણા વખતથી અભ્યાસ કરવા છતાં માત્મા પ્રાપ્ત કેમ થતો નથી
1 :ઉત્તર : આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે કયાંય મીઠાશ લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીકો લાગે સંસારના રાગનો રસ ઊડી જાય. અહો ! જેના આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લાગણી લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશને લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરની ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ
રહે, એને આત્મા પ્રાપ્ત થાય છે. આ દ્રવ્યનો મહિમા વિશેષ છે કે તે દ્રવ્યને માં લેનારી પર્યાયનો મહિમા
વિશેષ છે? :ઉત્તર :- આત્મદ્રવ્યનો મહિમા વિશેષ છે. પર્યાય દ્રવ્યનું લક્ષ કહે ત્યારે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે તે અપેક્ષાએ પર્યાયનો મહિમા કહેવાય, પણ પર્યાય તો એક સમયની છે અને દ્રવ્ય તો પર્યાયથી અનંત ગુણા સામર્થ્યવાળું ત્રિકાળી મહાપ્રભુ છે. તેથી આત્મ દ્રવ્યનો મહિમાં જ
વિશેષ છે. આત્મ પ્રધાન :આત્મા જેમાં પ્રધાન છે, એવું. (આત્મા સમસ્ત વિશ્વને જાણે છે,
તેથી તે વિશ્વમાં - વિશ્વના સમસ્ત પદાર્થોમાં-પ્રધાન છે.). આત્મપુરુષાર્થ ધુમાડાના બાચકા ન ભરાય, વેળુના ગઢ ન થાય, ટાટના
કોથળામાં પવન ન ભરાય, તેમ પરને પોતાનું કરી રાતું-પીળું ન કરાય; ચૈતન્ય ભગવાન અનંત શક્તિનો પિંડ તેને ભૂલીને પરને પોતાનું કરે છે તો અવતાર જાશે એળે ! આવો સમાગમ મળ્યો છે, માટે આત્માનું કરીને ચાલ્યો જા.