________________
નિશ્ચય કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જે
સ્થાપન કરવું, પરમાણુ માત્ર પણ અર્થે કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. નું જે કથન તેને મુખ્ય કથન કહીએ. અને જાણવાથી અનાદિ શરીરાદિ પદ્રવ્યમાં અકથ7શ્રદ્ધાનરૂપ અજ્ઞાનભાવનો અભાવ થાય છે, ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સર્વ પદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થાય છે. ત્યાં પરમાનંદ દશામાં મગ્ન થઈ કેવળ દશાને પામે છે. જે અજ્ઞાનીઓને જાણ્યા વિના ધર્મમાં લાગે છે તે શરીરાશ્રિત ક્રિયાકાંડને ઉપદેય જુદી, સંસારનું કારણ જે શુભોપયોગ તેને જ મુક્તિનું કારણ માની, સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો સંસારમાં ભમે છે. જેથી મુખ્ય (નિશ્ચય) કથનનું જાણપણું અવશ્ય જોઈએ. જે નિશ્ચયનયને આધીન છે તેથી ઉપદેશદાતા નિશ્ચયનયના જાણનાર જોઈએ. કારણકે પોતે જ ન જાણે તે શિષ્યોને કેવી રીતે સમજાવી શકે ? વળી પરાશ્રિતો વ્યવહારઃ જે પરદ્રવ્યને આશ્રિત હોય તેને વ્યવહાર કહીએ. કિંચિત્માત્ર કારણ પામીને અન્ય દ્રવ્યનો ભાવ અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત કહે છે. તેનું જે કથન તેને ઉપચાર કથન કહે છે. તેને જાણીને શરીરાદિ સાથે સંબંધરૂપ સંસારદશા છે તેને જાણીને, સંસારનાં કારણ જે આસવ-બંધ તેને ઓળખીને, મુક્તિ થવાના ઉપાય જે સંવર-નિર્જરા તેમાં પ્રવર્તે. અજ્ઞાની અને જાણ્યા. વિના શુદ્ધોપયોગી થવા ઈચ્છે છે તે પહેલાં જ વ્યવહાર સાધનને છોડીને પાપાચરણમાં જોડાઈ, નરકાદિ દુઃખ સંકટમાં જઈને પડે છે. તેથી ઉપચાર કથનનું પણ જાણપણું જોઈએ. તે વ્યવહારનયને આધીન છે તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઈએ. આ રીતે બન્ને નયના જાણનાર આચાર્ય ધર્મતીર્થના પ્રવર્તકો, બીજા નહિ (૩) જે
સાધુઓને દીક્ષા-શિક્ષા આપીને ચારિત્રનું પાલન કરાવે તે. આચાર્ય ભક્તિ ભાવના આચાર્યભક્તિ એ જ ગુરુભક્તિ છે. ધન્યભાગ્ય જેનાં હોય
તેને વીતરાગ ગુરુનના ગુણોમાં અનુરાગ થાય છે. ધન્ય પુરુષો સદ્ગુની આજ્ઞા મસ્તક ઉપર ચડાવે છે. સદ્ગુરુ છે તે અનેક ગુણોની ખાણ છે, શ્રેષ્ઠ તપના ધારક છે; એમના ગુણ મનમાં ધારણ કરીને પૂજવા લાયક છે.
૧૫૩ સમ્યગ્દર્શનાચારને નિર્દોષપણે તે ધારણ કરે છે, અંતરંગ-બહિરંગ ગ્રંથિથી રહિત નિગ્રંથ માર્ગમાં પ્રવર્તવા તે તત્પર છે. નિર્જન વનમાં તે પર્વતોની મુદ્રાઓમાં નિશ્ચળ શુભ ધ્યાનમાં નિરંતર મગ્ન રહી આત્મદશામાં વિચરે છે. પોતાની કાયાની મમતા છોડીને રાત્રિ-દિવસ આત્મમગ્ન દશામાં નિમગ્ન રહે છે. આવા અનેક ગુણોના ધારક આચાર્ય સદ્ગુરુ ભગવાનના ગુણોનું સ્મરણ કરી તેમનું સ્તવન, વંદન કરતો પુરુષ પાપરૂપ પ્રવાહનો નાશ કરી અક્ષય સુખ
પામે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધન સામાન્ય સ્વરૂપ જે નિશ્ચય સમ્યગ્દર્શન
જ્ઞાન સહિત વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને, અંતરંગમાં તો તે જ શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે. પરંદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી, જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે. પરભાવોમાં મમત્વ કરતાં નથી, કોઈને દષ્ટિ-અનિષ્ટ માનીને તેમાં રાગ-દ્વેષ કરતા નથી, હિંસાદિ અશુભ ઉપયોગનું તો તેમને અસ્તિત્વ જ મરી ગયું છે. અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન રહ્યા કરે છે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે, ત્યારે ૨૮ મૂળ ગુણોના અખંડ પાલનને માટે શુભ વિકલ્પ આવે અને એવા જ જૈનમુનિ (ગુરુ) હોય છે. (છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહર્ત છે.)એવી અંતરંગ દશા થતાં બાહ્ય
દિગંબર સૌમ્યમુદ્રાધારી થયા છે, ૨૮ મૂળ ગુણોને જેઓ અખંડિત પાળે છે. આચાર્યના ૩૬ ગુણ :૧૦ ઉત્તમ ક્ષમાદિ ધર્મ, ૧૨ પ્રકારનાં તપ, ૫ દર્શનાચાર,
જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, એ પાંચ આચાર. (૬) આવશ્યક - (૧. સામાયિક, ૨. ચોવીસ તીર્થંકર અથવા પંચ પરમેષ્ઠીની સ્તુતિ, ૩, વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. પ્રત્યાખ્યાન અને ૬. કાર્યોત્સર્ગ). ત્રણ ગુપ્તિ (મન-વચન-કાયગુપ્તિ) એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે તથા બીજા ભવ્ય જીવોને પળાવે છે. આવા આચાર્ય મુનિઓના સંઘના અધિપિત હોય છે.