________________
કાં તો પોતે મિથ્યાત્વ રાગ દ્વેષ ટાળે, કાં તો પર દ્રવ્યો પોતાની ઈચ્છાને આધીન પરિણમે તો આકુળતા ટળે પણ ૫ર દ્વવ્યો તેને આધીન પરિણમતાં નથી. સર્વ કાર્યો આની ઈચ્છા અનુસાર થાય તો નિરાકુળતા થાય, પણ એમ બનતું નથી, કારણ કે કોઈપણ પર દ્વવ્યનું પરિણમન આને આધીન નથી, આત્માને આધીન શરીરની અવસ્થા નથી. માટે પરને પલટાવવા તે આકુળતા મટવાનો ઉપાય નથી પણ સ્વલક્ષ કરે ને પરનો જ્ઞાતા રહે તો આકુળતા મટે. વળી આકુળતાનું વધવું-ઘટવું સામગ્રીને આધીન નથી. મિથ્યાત્વ, રાગ-દ્વેષ વધારે કરે તો આકુળતા વધારે છે ને ઓછાં કરે તો આકુળતા ઓછી છે. અહીં કહે છે કે પુય તો સોજા સમાન છે. પુણ્યને લીધે સુખ નથી. આકુળતા તે દુઃખનું કારણ છે. સંયોગો સુખ-દુઃખનું કારણ નથી. આકુળતા પોતે કર્તા થઈને કરે છે છતાં સહજ થઈ આવે છે એમ માને છે તે ભ્રમણા છે, આકુળતા કાર્ય છે. તે કર્તા વિના ન હોય. આકુળતાનો કર્તા આત્મા છે, તે કરે છે તો થાય છે. જીવે શાંતિ રાખવી જોઈએ. પ્રતિકૂળ સંયોગોને જાણવા જોઈએ. તેને બદલે કલ્પના કરે છે. એ દુઃખનું કારણ છે. મોક્ષ એટલે પ્રગટ પૂર્ણ આનંદ દશા. તેમાં જરા પણ આકુળતા નથી. માટે ત્યાં આકુળતા મટાડવાનો ઉપાય કરવાનું પ્રયોજન નથી. મોક્ષનો ઉપાય તે જ આકુળતા ટાળવાનો ઉપાય છે. ચિદાનંદસ્વરૂપ આત્મામાંથી શાંત પ્રગટે છે તે સુખ છે, માટે
મોક્ષદશા હિતકારી છે. આ વાત નક્કી કરવી. આકુળતામય :દુઃખરૂપ; અપવિત્ર; ગંદા; મેલા; આકુળ વ્યાકુળ :અસ્વચ્ય; ખૂબ ગભરાયેલું. (૨) અત્યંત આકુળ; બેબાકળુ. આછોપ :આડંબર આકાંwા ઈચ્છા (૨) આકુળતા. (૩) જિજ્ઞાસા. (૪) અભિલાષા; (૫) સ્પૃહા આકાંણા મોહનીય :મિથ્યાત્વ મોહનીયનો એક પ્રકાર; સંસાર સુખની ઈચ્છા કરવી. આકાર :પ્રતિબિંબ (૨) સ્વરૂપ (૩) આકાર, એ પ્રદેશત્વ ગુણનો વ્યંજન પર્યાય
છે, તેથી તે દ્રવ્યના પૂરા ભાગમાં હોય છે. દ્રવ્યની માત્ર બાહ્યકૃતિને, આકાર કહેવાય નહિ.પણ તેના કદને, આકાર કહેવાય. (૪) પરિણામ. (૫) જ્ઞાન અમૂર્તિક આત્માનો ગુણ છે, તેમાં શેય પદાર્થનો આકાર ઊતરતો નથી. માત્ર
૧૪૬ વિશેષ પદાર્થ તેમાં ભાસવા લાગે છે. જેને આકૃતિ માનવી એ મતલબ છે. ઉરાંશ-જ્ઞાનમાં પરપદાર્થની આકૃતિ વાસ્તવિક રીતે માની શકાય નહિ, પરંતુ જ્ઞાન-mય સંબંધના કારણે શેયનો આકૃતિધર્મ ઉપચાર નયથી જ્ઞાનમાં કલ્પિત કરવામાં આવે છે, તે ઉપચારનું કારણ એટલું જ સમજવું કે પદાર્થની વિશેષ આકૃતિ નકકી કરનાર જે ચૈતન્ય પરિણામ છે તે જ્ઞાન કહેવાય છે, પણ તે પદાર્થના વિશેષ આકાર તુલ્ય જ્ઞાન સ્વયં થઈ જાય છે એવો આકારનો અર્થ નથી. (૭) સ્વ અને પર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ અને પર બે ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અંશ આકાર કહેલ છે. શેયાકારોને જાણવાપણે જ્ઞાનનું વિશેષરૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવેલ છે. (૮) અર્થવિકલ્પને આકાર કહે છે. સ્વ-પર પદાર્થને અર્થ કહેવામાં આવે છે, ઉપયોગાવસ્થાને વિકલ્પ કહે છે અને તે જ્ઞાનનું લક્ષણ છે. આત્મા અથવા બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદવિજ્ઞાન થવું તેને જ આકાર રહે છે. પદાર્થોના ભેદભેદને માટે થયેલા નિશ્ચતાભેદ બોધને જ આકાર કહે છે. અર્થાત્ પદાર્થોનું જોવું તે જ આકાર કહેવાય છે
અને તે જ્ઞાનનું સ્વરૂપ છે. આકારણે :જાણવાપણે. આકારાન્તર :અન્ય આકાર. આકાશ એક ચંદ્ર, અઠ્ઠાવીસ નક્ષત્ર, અટ્ટાસી ગ્રહ, ૬૬૯૭૫ ક્રોડાકોડી તારા,
આકાશમાં દેખાય છે. (૨) જે જીવાદિક પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે તેને આકાશ દ્રવ્ય કહે છે. (૩) આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. (૪). આકાશમાં પણ અવગાહ હેતુત્વ ગુણને લીધે એવી શક્તિ છે કે તેનો એક પ્રદેશ પણ અનંત પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે. (૫) લોકમાં જીવોને અને પુલોને, તેમજ બધાં બાકીનાં દ્રવ્યોને. જે સંપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે. નિશ્ચયનયે નિત્ય નિરંજન-જ્ઞાનમય પરમાનંદ જેમનું એક લક્ષણ છે,એવા અનંતાનંત જીવો, તેમનાથી અનંતગુણાં પુદ્ગલો, અસંખ્ય કાળાણુંઓ અને અસંખ્ય પ્રદેશી ધર્મ તથા અધર્મ - એ બધાંય દ્રવ્યો, વિશિષ્ટ અવગાહગુણ વડે લોકાકાશમાં - જો કે તે લોકાકાશ