________________
૧૪૭
માત્ર અસંખ્ય પ્રદેશી જ છે, તો પણ - અવકાશ મેળવે છે. ષ દ્રવ્યાત્મ લોકમાં, બધાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરાં અવકાશનું નિમિત્ત છે, તે આકાશ છે - કે જે (આકાશ) વિશુદ્ધક્ષેત્રરૂપ છે. જીવો, પુલકાયો, ધર્મ અને અધર્મ તેમજ કાળ, લોકથી અનન્ય છે; અંતરહિત એવું આકાશ તેનાથી (લોકથી), અનન્ય તેમજ અન્ય છે. આ લોકની બહાર, પણ આકાશ હોવાની સૂચના છે. જીવ વગેરે બાકીનાં દ્રવ્યો (આકાશ સિવાયનાં દ્રવ્યો), મર્યાદિત પરિમાણવાળાં હોવાને લીધે, લોકથી અનન્ય જ છે; આકાશ તો અનંત હોવાને લીધે, લોકથી અનન્ય તેમજ અન્ય છે. * અહીં જોકે સામાન્યપણે પદાર્થોનું લોકથી અનન્યપણું કહ્યું છે, તો પણ નિશ્ચયથી અમૂર્તિપણું, કેવળજ્ઞાનપણું, સહજપરમાનંદપણું, નિત્યનિરંજનપણું ઈત્યાદિ, લક્ષણો વડે જીવોનું ઈતર દ્રવ્યોથી અનન્યપણું છે, અને પોત
પોતાનાં લક્ષણો વડે ઈતર દ્રવ્યોનું ભિન્નપણું છે, એમ સમજવું. આકાથ ક્યાં છે? :આકાશ સર્વવ્યાપી છે. આકાશ દ્રવ્ય જે, જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને માટે જગ્યા આપે, તે આકાશદ્રવ્ય
છે. (૨) જીવ,અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળદ્રવ્ય આ પાંચ દ્રવ્યોને અવકાશદાન (અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ છે. અરૂપીને સર્વ વ્યાપક એવો આકાશ નામનો એક પદાર્થ છે. પોતાના સિવાય બાકીનાં પાંચ દ્રવ્યોને અવકાશ દેવો તે તેનું વિશેષ લક્ષણ છે. આ રીતે અનંત સર્વવ્યાપી અરૂપી આકાશ દ્રવ્ય કહ્યું. (૩) આકાશ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય એક એક છે. જીવ દ્રવ્ય અનંત છે, પુદ્ગલ દ્રવ્ય અનંતાનંદ છે અને કાલદ્રવ્ય અસંખ્યાત અણુરૂપ છે વળી એ ધર્મદ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય ક્રિયા રહિત છે, અર્થાત્ તેઓ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત થતાં નથી. ક્રિયા શબ્દના ઘણા અર્થ થાય છે. જેમ કે - ગુણની અરિણતિ, પર્યાય, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન. આ અર્થમાંથી છેલ્લો અર્થ અહીં લાગુ પડે છે. કાલ દ્રવ્ય પણ ક્ષેત્ર ગમનાગમન રહિત છે. • ઉત્પાદ વ્યયરૂપ ક્રિયા દરેક દ્રવ્યમાં સમયે સમયે હોય છે, તે આ દ્રવ્યોમાં પણ છે એમ સમજવું. • દ્રવ્યોમાં ભાવવત અને ક્રિયાવત એમ બે પ્રકારની શક્તિઓ છે;
તેમાં ભાવવતી શક્તિ બધા દ્રવ્યોમાં છે અને તેથી તે શક્તિનું પરિણમનઉત્પાદ વ્યય દરેક દ્રવ્યમાં દ્રવ્યપણું ટકીને થાય છે. ચક્રિયાવતી શક્તિ જીવ અને પુદગલ એ બે જ દ્રવ્યોમાં છે; તે બન્ને એક શ્રેત્રથી બીજા ક્ષેત્રે જાય છે; પણ તેમાં વિશિષ્ટતા એટલી છે કે જીવ વિકારી હોય ત્યારે અને સિદ્ધગતિમાં જતી વખતે ક્રિયાવાન બને છે અને સિદ્ધગતિમાં તે સ્થિરપણું રહે છે. (સિદ્ધગતિમાં જતી વખતે જીવ એક સમયમાં સાત રાજુ જાય છે.) સૂક્ષ્મ પુગલો પણ શીધ્ર ગતિએ એક સમયમાં ચૌદ રાજલોક જાય છે એટલે પુલમાં મુખ્યપણે હલનચલનરૂપ ક્રિયા છે, જ્યારે જીવ -દ્રવ્યમાં સંસારી અવસ્થામાં કોઈ કોઈ વખતે હલનચલનરૂપ ક્રિયા થાય છે. (૪) જે જીવાદિ પાંચે દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે તેને આકાશ દ્રવ્ય કહે છે. આકાશદ્રવ્ય સર્વવ્યાપક છે, સર્વત્ર છે. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. લોકાકાશ તથા અલોકાકાશ તેના ભેદ છે. (૫) જીવાદિ સમસ્ત દ્રવ્યોને અવકાશ. આપનાર દ્રવ્ય. (૬) જે જીવાદિક પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે, તેને આકાશદ્રવ્ય કહે છે. લોકાકાશ અને અલોકાકાશ, એવા તેના બે ભાગ છે. અનંતાઅનંત પ્રદેશ છે. (૭) જીવાદિ સમસ્ત દ્રવ્યો, જેના નિમિત્તે અવગાહ (અવકાશ પામે છે એવું કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકાલોકવ્યાપી
આકાશ છે. આકાશ પ્રદેશ એક પરમાણુ પ્રદેશ જેવડા આકાશના ભાગને (ક્ષેત્રને)
આકાશપ્રદેશ' કહેવામાં આવે છે. આ આકાશપ્રદેશ તે ક્ષેત્રનો એકમ છે. (ગણતરી માટે કોઈ વસ્તુના જેટલા પરિમાણને એક માપ સ્વીકારવામાં આવે, તેટલા પરિમાણને તે વસ્તુનો એક કહેવામાં આવે છે.) (૨) એક પરમાણ, જેટલા આકાશમાં રહે તેટલા આકાશને, ‘આકાશ-પ્રદેશ', એવા નામથી કહેવામાં આવ્યું છે. તે એક (આકાશપ્રદેશ) પણ, બાકીનાં પાંચ દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતારૂપે પરિણમેલા, અનંત પરમાણુઓના સ્કંધાને અવકાશ દેવાને સમર્થ છે. આકાશ અવિભાગ (અખંડ), એક દ્રવ્ય હોવા છતાં, તેમાં પ્રદેશોરૂ૫) અંશ કલ્પના થઈ શકે છે, કારણ કે, જો એમ ન હોય તો, સર્વ પરમાણુઓને અવકાશ દેવાનું બને નહિ.