________________
હિત-અહિતની શિક્ષા, ક્રિયા, ઉપદેશ વગેરેનું જે ગ્રહણ નથી કરતા તે અસંજ્ઞી છે. (૨) શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિરહિત પ્રાણી અસંશી કહેવાય.
અસતુ ખોટી સમજણ. (૨) નાસ્તિપણું (૩) અવિદ્યમાન. (૪) અવિદ્યમાન; અણછતી (વસ્તુ). (૫) નહિ હયાત એવું; અહયાત. (૬) હયાત ન હોય એવું; અસ્તિત્વ વિનાનું (અર્થાત નિત્ય). (દેહ-ધનાદિક પુદ્ગલ પર્યાયો હોવાને લીધે, અસત છે તેથી આદિ-અંતવાળાં છે.) (૭) હયાત ન હોય એવુ; અસ્તિત્વ વિનાનું, (અર્થાત્ અનિત્ય). (દેહ, ધનાદિક પુદગલ પર્યાયો હોવાને લીધે, અસત્ છે તેથી આદિ અનંતવાળા છે.) (૮) નહિ હયાત એવું. જે અસત્ હોય તેનું ટકવું-હયાત કેવું ?) (૯) નાસ્તિરૂપ કાર્ય. (૧૦) અભાવ. (૧૧) અવિદ્યમાન પર્યાયસમૂહ. (૧૨) નાસ્તિ, નહિ હોવાપણું; દરેક આત્મા પરપણે અસત છે, એટલે પરની અપેક્ષાએ આત્મા નથી, અસત છે. (૧૩) નાસ્તિરૂપ પદાર્થ. (૧૪) નાસ્તિ‚ નહિ હોવાપણું, દરેક આત્મા પરપણે અસત છે. એટલે પરની અપેક્ષાએ, આત્મા નથી, અસત છે. આ પ્રમાણે જે રીતે તત્ત્વ છે, તે રીતે અવિરોધ દષ્ટિથી ન જાણે તો, યથાર્થ નિઃસંદેહતાની શાંતિ ન આવે અને સ્વરૂપમાં ઠરવાની તાકાત આવે નહિ. (૧૫) હયાતી વિનાનો; નહિ હયાત, એવું. અસ્ત :નષ્ઠ. (જે અસત્ હોય તેનું ટકવું-હયાત રહેવું કેવું ? માટે દ્રવ્યને અસત્ માનતાં, દ્રવ્યના અભાવનો પ્રસંગ આવે અર્થાત્ દ્રવ્ય જ સિદ્ધ ન થાય.) (૨) આથમવું. (૩) નષ્ટ. (દ્રવ્યને અસત્ માનતાં દ્રવ્યના અભાવનો પ્રસંગ આવે.) (૪) નષ્ટ (જે અસત્ હોય, તેનું ટકવું - હયાત રહેવું કેવું ? માટે દ્રવ્યને અસત્ માનતાં, દ્રવ્યના અભાવનો પ્રસંગ આવે, અર્થાત્ દ્રવ્ય જ સિદ્ધ
ન થાય.
અસત્ ઉપાદ :જીવ અનાદિ અનંત હોવા છતાં મનુષ્યકાળે દેવ પર્યાયની કે સ્વાત્મોપલબ્ધિ રૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે. અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે પર્યાયો અભ્ય અબ્ય છે. આ રીતે પર્યાયો અબ્ય હોવાથી, તે પર્યાયોને કરનાર, સાધન અને આધાર એવો જીન પણ પર્યાય-અપેક્ષાએ
૧૩૭
અબ્યપણાને પામે છે. આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્યને પર્યાય અપેક્ષાએ અબ્યપણુ છે. આમ દ્રવ્યને અધ્યપણું હોવાથી દ્રવ્યને અસત્ ઉત્પાદ છે. એમ નિશ્ચિત થાય છે.
અસત રૂપ અભાવરૂપ.
અસત્તા :અસ્તિત્વનો અભાવ; હયાતીનો અભાવ. અસત્તા પામતો હોય ઃસત્તામાં ચાલ્યો જાય.
અસત્યભાવ પદાર્થ :અજ્ઞાન અદર્શનરૂપ અથવા મિથ્યાજ્ઞાનદર્શનરૂપ અશુદ્ધ
આત્મા.
અસત્યાર્થ :ત્રિકાળ ટકે એવા સ્વરૂપથી વિપરીત તે અસત્યાર્થ. અસત્સંગ સત્સંગનો અભાવ; દુષ્ટનો સંગ.
અસ્તિ હોવાપણું; હયાતી. (૨) જ્ઞાતાપણું (૩) છે. છે. છે. એવો ભાવ. ધ્રુવ ચિદાનંદ જે છે અર્થાત્ સમય નામનો પદાર્થ જે છે તેમાં સાર કહેતાં જે દ્રવ્યકર્મ,ભાવકર્માં,નો કર્મ રહિત શુદ્ધાત્મા-પવિત્ર આત્મા. (૪) છે. અસ્તિત્વ; હોવાપણું. અસ્તિત્વ = સત્તા.
અસ્તિકાય પાંચ અસ્તિકાયોની વિશેષ સંજ્ઞા, સામાન્ય વિશેષ અસ્તિત્વ તથા કાયત્વ રહેલાં છે. તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમ સામાન્ય વિશેષ સત્તા નિયતવ્યવસ્થિત (નિશ્ચિત રહેલાં) હોવાથી, તેમને માં સામાન્ય અસ્તિત્વ પણ છે, એમ નક્કી કરવું. તેઓ અસ્તિત્વમાં નિયતહોવા છતાં, (જેમ વાસણમાં રહેલું વાસણથી અન્યમય છે તેમ), અસ્તિત્વથી અન્યમય નથી; કારણકે તેઓ સહાય પોતાથી નિષ્પન્ન (અર્થાત્ પોતાથી સત્) હોવાને લીધે (અસ્તિત્વથી), અનન્યમય છે. (જેમ અગ્નિ ઉષ્ણતાથી અનન્યમય છે તેમ) અસ્તિત્વથી અનન્યમય હોવા છતાં, તેમનું અસ્તિત્વમાં નિયતપણું નયપ્રયોગથી છે. બે નયો ભગવાને કહ્યા છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, ત્યાં કથન એક નયને આધિન હોતું નથી, પરંતુ તે બન્ને નયોને આધીન હોય છે. માટે તેઓ પર્યાયાર્થિક કથનથી, જે પોતાથી કથંચિત ભિન્ન પણ છે, એવા અસ્તિત્વમાં વ્યવસ્થિત (નિશ્ચિત રહેલાં) છે અને દ્રવ્યાર્થિક કથનથી, સ્વયમેવ સત્ (વિદ્યમાન, હયાત) હોવાને લીધે, અસ્તિત્વથી અનન્યમય છે. જીવો,