________________
૧૩
(૫) આભિયોગિક =મંત્ર, અભિનય, કૌતુક, ભૂત પ્રયોગ આદિમાં પ્રવર્તતો સાતા,
રસ અને ઋદ્ધિ એ ત્રણ ગારવના નિમિત્તે આભિયોગિક ભાવનાને ભજે છે. અશુભ યોગ : જીવોની હિંસા કરવી; અસત્ય બોલવું, પરધન હરણ કરવું, ઈર્ષા
કરવી-ઈત્યાદિ ભાવારૂપ અશુભ પરિણામથી રચાયેલા યોગને અશુભયોગ કહે
અશુભનામર્મ જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ન હોય તેને અશુભ નામ
કર્મ કહે છે. અશુભભાવ અને શુભભાવ હિંસા, જૂઠ, ચોરી અને વિષયવાસના વગેરે
પાપવૃત્તિને અશુભભાવ છે અને દયા, દાન, વ્રત-તપ, પૂજા-ભક્તિ વગેરે પુણ્યવૃત્તિ તે શુભભાવ છે. તે બન્ને પ્રકારના ભાવો વિભાવભાવ છે. જીવને અનાદિથી વિભાવનો જ પ્રેમ છે. તેથી અંદર જ્ઞાયક સ્વભાવનો પ્રેમ કદી થયો
નથી. તે વિભાવનો પ્રેમ છોડ. અશુભરાગ અશુભ ભાવ; હિંસા, જૂઠ, ચોરી; વિષય-વાસના ઈશ્વયાદિ,
અશુભરણ તે અશુભ ભાવ છે. અશુભપરક્ત ભાવ :અશુભરૂપ, વિકારી ભાવ. અશરણ: જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ
પામી જાય છે. કોઈ થી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ, આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ (આસો) અશરણ છે. (૨) શરણનો અભાવ; આશ્રયનો અભ્યાસ; નિરાધાર, અનાથ; જેને કોઈનું શરણ નથી તેવું; આશરા વિનાનું. (૩) શરણહીન; પુણ્યપાપના ભાવમાં આત્માને ક્યાંય શરણ મળતું નથીવિશ્રાંતિ મળતી નથી. (૪) શરણહીન; શરણ ન મળે તેવાં; વિશ્રાંતિ માટે નહિ તેવાં; પકડી શકાય નહિ તેવા; જાણી ન શકાય તેવાં. (૫) શરણહીન; આશરો આપે નહિ તેવાં; વિશ્રાંતિ મળે નહિ તેવાં છૂટી જાય તેવું, પકડી કે
ઝાલી રાખી શકાય નહિ તેવું; રક્ષણ રહિત; અરક્ષિત. અથરણરૂપ :આશ્રય કરવા લાયક નહિ; આધાર રાખવા યોગ્ય નહિ; પકડી રાખવા
લાયક નહિ.
અલ :અવિશ્વાસ. અશમત દશા :પ્રમાદ રહિત જાગૃત દશા. અશરીર શરીર વિનાનું જેને ભૌતિકતાનો સંબંધ નથી તેવું; સિદ્ધ; નિરાવરણ. આશરીરહેતુ :સિદ્ધિપણાના હેતુભૂત. અશરીરી શરીરભાવનો અભાવ થયો છે જેને; આત્મમગ્ન. અશેષ :સમસ્ત (૨) સમસ્ત; સંપૂર્ણ. અશેષ :સમસ્ત; સઘળાં; બધાં. (૨) સમસ્ત; સર્વ; પૂરેપૂરું; તમામ. અશેષ જગત :સમસ્ત લોકાલોક. અશેષવિશ્વ સમસ્ત વિશ્વ. વિશ્વના સમસ્ત પદાર્થો. આશંસા :આશા; આકાંક્ષા; ઈચ્છા; ઉમેદ. અશાતના અવિનય; અનાદર; તિરસ્કાર. (૨) અપમાન; અવિનય. (૩)
અવિનય; અપમાન. (૪) અપવિત્રતા, અપવિત્ર કરવું તે. (૫) અવિનય;
અપમાન; અધોગતિ (૬) શાતાનો અભાવ; શાંતિનો અભાવ. (૭) દુઃખ. અશાતાનું વેદન કલ્પનામાં જે પ્રતિકૂળપણે દુઃખરૂપ લાગે એવા ભેદરૂપ કર્મનો
અનુભવ. અંશી અંશોવાળું; અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.) અશોચ્યા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ
આવરણના ક્ષયથી જ્ઞાન ઉપજવું છે, તે આત્માનું માહાત્મ દર્શાવવા, અને જેને સદ્ગુરુયોગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાન્તમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદ્ગુરુ આજ્ઞાએ પ્રવર્તવાનો માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. (૨) જેમણે પૂર્વે, કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી, તેને કોઈ
તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઉપર્યું છે, એવું સ્વયંબોધી. (૩). અશોમાકેવલી :કેવલી આદિ પાસે ધર્મ સાંભળ્યા સિવાય જે કેવલ જ્ઞાન પામે તે.
(અસોચ્યા=અમૃતા). અશૌચ :અપવિત્રતા; ગંદાપણું (૨) મલિનતા. અશૌચતા :અપવિત્રતા.