________________
પરિણામ પણ ચેતના ગુણથી વિપરીત કષાય ભાવ છે. જે અજ્ઞાનીની | દષ્ટિમાં હોય છે, કારણ કે તે કર્મભાવને મારો માનવો તે સ્વરૂપની હિંસા છે. ઉનની શુભવૃત્તિ કે દયા કરવાના પરિણામ પર શુભરાગ છે. જે મોહકર્મનો ભાવ છે, તેને ગુણકર કે સુખકર માનવો તે મહા અજ્ઞાન છે. માટે શુભભાવ હો કે અશુભ ભાવ હો તે બધાં પુણય-પાપ બંધક અશુદ્ધ પરિણામ છે તેને ઠીક માને, મનાવે કે રૂડું જાણે તે અજ્ઞાની છે. (૨) કર્મની તેમજ કર્મફળની,
અનુભૂતિસ્વરૂપ. આયુદ્ધ જીવ સંસારી અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ. અશુદ્ધ દ્રવ્ય નિરૂપણાત્મક અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ. અશુદ્ધ દ્રવ્યાર્થિક :અશુદ્ધ અવસ્થા. અશુદ્ધ દ્રવ્યાકિનય વ્યવહારનય;પર્યાયાર્થિકનય. બધું એકાર્થ વાચક છે. (૨)
પર્યાયાર્થિક નય; દ્રવ્યનું પર્યાયમાં, અશુદ્ધ પરિણમન. (૩) અશુદ્ધ અવસ્થા. (૪) અશુદ્ધ વ્યવસ્થા. (૫) તારામાં વિકાર થાય છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક
નય. અશુદ્ધ નિશ્ચયનય :મોહરાગદ્વેષ આદિ. અશુદ્ધ પર્યાય : સંસાર જીવની અશુદ્ધ પર્યાય તે સંસાર છે. અદ્ધ પરિણામનું કારણ :દ્રવ્યકર્મના સંયોગમાંજ અશુદ્ધ પરિણામ હોય છે.
દ્રવ્ય-કર્મ વિના કદી હોતો નથી; તેથી દ્રવ્યકર્મ અશુદ્ધ પરિણામનું કારણ છે. (૨) દ્રવ્ય કર્મના સંયોગમાં જ, અશુદ્ધ પરિણામ હોય છે. દ્રવ્ય, કર્મ વિના કદી હોતો નથી; તેથી દ્રવ્યકર્મ, અશુદ્ધ પરિણામનું કારણ છે. દ્રવ્ય કર્મનું કારણ, અશુદ્ધ પરિણામ કહ્યો; પછી તે અશુદ્ધ પરિણામના કારણ વિશે પૂછવામાં આવતાં, તેનું કારણ પાછું દ્રવ્યકર્મ કહ્યું, તેથી શંકાકારને શંકા થાય છે કે, આ વાતમાં ઈતરેતરાશ્રય દોષ આવે છે. નવા દ્રવ્યકર્મનું કારણ, અશુદ્ધ આત્મપરિણામ છે, અને તે અશુદ્ધ આત્મપરિણામનું કારણ તો તેનું તે જ દ્રવ્યકર્મ નહિ, (અર્થાત્ નવું દ્રવ્યકર્મ નહિ, પણ પહેલાંનું જૂનું) દ્રવ્યકર્મ છે; માટે ત્યાં ઈતરેતરાશ્રય, દોષ આવતો નથી.
૧૩૩ આશદ્ધતા: જે સમયે આત્મા કર્મોથી બંધાય છે તે જ સમયે અશુદ્ધ પણ છે. અશુદ્ધ
વિના બંધન થઈ જ શકતું નથી. એ જ પ્રમાણે બંધન વિના અશુદ્ધતા પણ આવી શકતી નથી. તેથી બંધન અને અશુદ્ધતાપણું એ બન્ને અવિનાભાવી છે. એક વિના બીજું ન હોય એનું જ નામ અવિનાભાવ છે. જોકે આત્મા સ્વયં અદ્વૈત અર્થાત્ અમિલિત-એક છે. જો પણ અશુતા ધારણ કરવાથી (૫ર પદાર્થોના નિમિત્તે) તે જ આત્મા દ્વત અર્થાત્ બે રૂપ ધારણ કરનાર
(દોરંગી) બનેલો છે. (૨) શુભાશુભ. અશુદ્ધનય :અશુદ્ધદ્રવ્યાર્થિકનય; પર્યાયાર્થિકનય; વ્યવહારનય, તે એકાર્ણવાચક છે.
(૨) અશુદ્ધનયનો વિષય, ભેદરૂપ અનેક પ્રકાર છે. તેથી તેઓ વ્યવહાર દ્વારા જ, પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને, પરમાર્થની કહાનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે, વ્યવહારનું આલંબન કરાવે છે, પણ અહીં તો વ્યવહારનું આલંબન, છોડાવી પરમાર્થ
પહોંચાડે છે, એમ સમજવું. (૩) વ્યવહાર; ઉપચાર. (૪) વ્યવહારનય અશુદ્ધપણુ ૫ર નિમિત્તથી અપેક્ષાથી વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા (પુણ્ય
પાપ, રાગ-દ્વેષરૂ૫) ક્ષણિક વિકારીભાવ જીવમાં થાય છે. પરને પોતાનું માની રાગદ્વેષનો કર્તા છું, શુભાશુભ ભાવ કરવા જેવો છે. એવી ઊંધી માન્યતા તે અશુદ્ધ અવસ્થા છે, અને તે જ સંસારે છે. (૨) કામ, ક્રોધ, મોહની વૃત્તિ વર્તમાન અવસ્થામાં ક્ષણિક છે. તેનો (અશુદ્ધિનો) નાશ થઈ શકે છે. અને સ્વભાવમાં નિર્મળતાપણે અનંતગુણ છે તે રહી શકે છે. ઇંર્તમાન અશુદ્ધ અવસ્થા પણ છે. અને દ્રવ્ય સ્વભાવમાં પૂર્ણ શુદ્ધતા છે તે બેઉ પડખાં જાણવાં જોઈએ. જો આત્મા વર્તમાન અવસ્થામાં પણ શુદ્ધ જ
હોય તો, સમજણ અને પુરુષાર્થ કરી અશુદ્ધતા ટાળવાનું પ્રયોજન રહે નહિ. અશુદ્ધભાવ:વિકાર અશન :ભોજન. (૨) આહાર (૩) ખાવું-પીવું. અશન નષ્ણા આહારની ઈચ્છા. (૨) ભોજનની લાલસા; આહારની ઈચ્છા.