________________
અવિશેષ દર્શનથી સમાનપણાની શ્રદ્ધાથી અવિશેષપણે :તફાવત વિના; વિશિષ્ટતાનો અભાવ, સર્વસામાન્યતા; અભેદ;
એક્તા. (૨) તફાવત વિના. (૩) તફાવત વિના; સમાનપણે. અવિશિષ્ટ અભિન્ન; અનન્ય. (૨) જુદા નહિ એવા. (૩) અભિન્ન; એક જ;
અસ્તિત્વથી અનન્ય. (૪) અભિન્ન; સત્તાથી કોઈ જુદો નહિ, એવો.
અસ્તિત્વથી અભિન્ન. અવિશિષ્ટ સત્તાવાળું અભિન્ન સત્તાવાળું; એક જ સત્તાવાળું. (કેરીની સત્તા લીલા
તથા પીળા ભાવની સત્તાથી અભિન્ન છે, તેથી કેરી અને લીલો ભાવ તથા
પીળો ભાવ, એક જ વસ્તુઓ છે, ભિન્ન વસ્તુઓ નથી.) અવિષમ વિષમ નહિ તેવું; સમ; એકસરખું,સુગમ; સહેલું; સપાટ; સમતળ;
સમથળ. (૨) અવિકટ; (૩)અનુકૂળ; અવિરુદ્ધ; દારુણ નહિ એવું; ભયાનક નહિ એવું. (૪) સરળ; સાહજિક; અનુકૂળ; (૫) વિષમતાનો અભાવ; વિષય નહિ તેવું ; સમ, એકસરખું, સપાટ; સમતળ; સમથળ; સુગમ; સહેલું. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. આત્મ સિદ્ધિ ૧૦ મું પદ. આત્મજ્ઞાન, સમર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંપત્તિ ધર્મ સ્થિત વીતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેમાં ગુણસ્થાન કે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કેવલ્ય સંપન્ન જીવન્મુક્ત સયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ જ્ઞાનાતિશય સુચવ્યો. તેઓને વિષે સમર્શિતા અર્થાત્ ઈચ્છારહિતપણું સંપૂર્ણ પણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ અપાયાગમમાતિશય સૂચવ્યો. પૂર્ણપણે ઈચ્છારહિત હોવાથી વિચરવા આદિની તેઓની દેહાદિક યોગક્રિયા પૂર્વ પ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે વિચરે ઉદયપ્રયોગ કહ્યું. પૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થ બોધક હોઈ
૧૩૧ તેમને વાણીનું અપૂર્વપણું કહ્યું કે તેમનો વચનાતિશય સૂચવ્યો. વાણી ધર્મ વર્તવું શ્રુત પણ તેઓને વિષે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો પરમશ્રુત ગુણ સૂચવ્યો. અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય કોઈ તેમનો તેથી પૂજાતિશય સુચવ્યો. આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સરુ છે એટલે એ સદ્ગના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ
દર્શાવ્યાં છે. અવિષમ ઉપયોગ :સમ ઉપયોગ; એક સરખો ઉપયોગ અવિષમતા :સમપણું; એકસરખાપણું. અવિષમપણું :એકસરખાપણું; સપાટ; સમથળ; સુગમપણું. (૨) રાગદ્વેષ
રહિતપણે, અકલેશપણે; અવિષમભાવ સમભાવ. અવસ્થિત :અવિચળ; એકરૂ૫; સ્થિર. અવિરમણ અટક્યા વિના સતત કર્યા કરવું તે. (૨) અવિરક્તિ; અવૈરાગ્ય;
અંતરથી વૈરાગ્યના અસ્તિત્વભાવનો અસ્વીકાર; પ્રમાદસહિત યોગનું
અસ્તિત્વ. અવિસંવાદ :મેળમળવાપણું; વિરોધ ન હોય તેવું; સંવાદવાળું. (૨) અવિરોધપણે;
સમભાવ૫ણે (૩) મેળમળવાપણું; પ્રમાણને અનુસરવાપણું; અવિરોધ; અનુકૂળ; (૪) નિર્વિવાદ; અવિરોધ; અસંગત નહિ એવું; મેળ ખાય તેવું;
સુસંગત. (૫) વિરોધી ન હોય તેવું; સંવાદી મેળ મળવાવાળું. અંશ :કોઈપણ ગુણના સૌથી જઘન્ય ભેદને અંઈ કહે છે. અશક્ય શક્ય જ નથી. દુર્લભ કહ્યું નથી પણ અશક્ય કહ્યું છે. અશકયનો અર્થ
એવો છે કે કોઈ રીતે પ્રાપ્ત ન થાય. (૨) કોઈ રીતે પ્રાપ્ત ન થાય એવો અર્થ અશક્યનો છે. (૩) અસંભવ. (૪) કોઈ રીતે પ્રાપ્ત ન થાય એવો અર્થ અશકયનો છે.