________________
૧૩૮ અસ્તિકાય કહેવામાં આવે છે. (૮) બહપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ-પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. કાલદ્રવ્ય એક પ્રદેશ છે, તેથી તે અસ્તિકાય નથી. પુલ પરમાણુ એક પ્રદેશી છે, પણ એનામાં સ્કંધરૂપ બની બહપ્રદેશી થવાની શક્તિ છે; તેથી ઉપચારથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. (૯) વિવિધ ગુણો અને
પર્યાયો સાથે, સ્વપણું-પોતાપણું –અનન્યપણું છે. અસ્તિકાય કેટલાં છે ? પાંચ છે, જીવન, પુદ્ગલ, ધર્મદ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને
આકાશ. કાળ દ્રવ્ય બહપ્રદેશી નથી, તે કારણથી તે અસ્તિકાય પણ નથી. પુલ પરમાણું એકપ્રદેશી છે, તો તે અસ્તિકાય કેવી રીતે છે? પુદગલ પરમાણુ શક્તિની અપેક્ષાથી અસ્તિકાય છે. અર્થાત્ સ્કંધરૂપમાં થઈ (રૂપે પરિણમી) બહપ્રદેશી થઈ જાય છે, તે માટે ઉપચારથી તે અસ્તિકાય
પુદ્ગલો, ધર્મ, અધર્મ અને આકાશ-એ તેમની વિશેષ સંજ્ઞાઓ, અર્થ પ્રમાણે જાણવી. તેમને કાયપણું પણ છે : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પદાર્થો, અવયવી (એકથી વધારે પ્રદેશો હોય એવા) છે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે, તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી, પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ) પદાર્થોને અનન્યપણું હોવાથી, કાયત્વસિદ્ધિ ઘટે છે. પરમાણુ (વ્યક્તિ અપેક્ષાએ નિરવયવ હોવા છતાં, તેને સાવયવપણાની શક્તિનો સદ્ભાવ હોવાથી, દાયત્વસિદ્ધિ નિરપવાદ છે. ત્યાં એવી આશંકા કરવી યોગ્ય નથી, કે પુગલ સિવાયના પદાર્થો અમૂર્તપણાને લીધે અવિભાજ્ય હોવાથી, તેમના સાવયવપણાની કલ્પના ન્યાય વિરુદ્ધ (ગેરવાજબી) છે. આકાશ અવિભાજ્ય હોવા છતાં, તેમાં આ ઘટાકાશ છે. આ અધટાકાશ (અથવા પટાકાશ) છે, એવી વિભાગ કલ્પના જોવામાં આવે છે જ. જો ત્યાં (કથંચિત) વિભાગ ન કલ્પવામાં આવે, તો જે ઘટાકાશ છે તે જ (સર્વથા) અઘટાકાશ થાય; અને તે તો દૃષ્ટિ (માન્ય) નથી. માટે કાળાણુઓ સિવાય બીજા બધાને વિશે, કાયવ નામનું સાવધવપણું નકકી કરવું. (૨) જે દ્રવ્યોમાં અનેક પ્રદેશ હોય છે તે અસ્તિકાય છે અને જેમાં કેવળ એક જ પ્રદેશ હોય છે તે અસ્તિકાય ગણાતું નથી. (૩) બહપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. (૪) અતિ એટલે છે અને કાય એટલે પ્રદેશોનો સમૂહ. (૫) ઘણા પ્રદેશોવાળું દ્રવ્ય. (૬) બહુ પ્રદેશ દ્રવ્યને અસ્તિકાય કહે છે. જીવ, પુદગલ, ધર્મ, અધર્મ એ આકાશ એ પાંચ દ્રવ્ય અસ્તિકાય છે. કાળ દ્રવ્ય એક પ્રદેશ છે તેથી તે અસ્તિકાય નથી. જો કે પુલ પરમાણુ એક પ્રદેશી છે તો પણ તેનામાં અંધરૂપે થઈને બહપ્રદેશી થવાની શક્તિ છે તેથી ઉપચારથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. (૭) બહપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. જીવ, પુલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. કારણ કે કાળદ્રવ્ય એક પ્રદેશ છે. તેથી તે અસ્તિકાય નથી. પુલ પરમાણું પણ એક પ્રદેશ છે. જો પણ તે અસ્તિકાય કેવી રીતે છે ? જો કે પુલ પરમાણુ એક પ્રદેશ છે તો પણ તેનામાં સ્કંધરૂપે થઈને બહપ્રદેશી થવાની શક્તિ છે તેથી ઉપચારથી તેને
અસ્તિકાયાપણું અસ્તિપણું તથા કાયપણું. અસ્તિત્વ અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય= ઉત્પાદ-ધ્રૌવ્ય છે. (૨)
ઉત્પાવ્યય, ધ્રૌવ્યરૂપ વર્તવું તે. (૩) સ્વયમેવ સતુ; વિદ્યમાન; હયાત. અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય,-ઉત્પાદ-ધ્રૌવ્ય છે. (૪) સત્પણું; હોવાપણું; હયાતી. (૫) ત્રિકાળ હોવાપણું. (૬) વસ્તુનું હોવાપણું. (૭) ત્રિકાળ હોવાપણું. (૮) અન્ય સાધનની અપેક્ષા વિના-સ્વયંસિદ્ધ છે તેથી આદિ અનંત છે. (૯) અસ્તિત્વનું કાર્ય હોવાપણું છે. (૧૦) પ્રથમ તો અસ્તિત્વ તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના ઐકયસ્વરૂપ વૃત્તિ છે. તે વૃત્તિ અર્થાતુ હયાતી કાળને પ્રદેશ વિના હોય છે એમ કહેવામાં આવે તો તે સંભવતું નથી; કારણ કે પ્રદેશના અભાવે તે વૃત્તિમાનનો અભાવ હોય છે. તે તો શુન્ય જ છે, કેમ કે અસ્તિત્વ નામથી વૃત્તિથી અર્થાન્તરભૂત છે. અન્ય છે. (૧૧) અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ, વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્ય છે. (૧૨) બે પ્રકારનું કહેશે : (a) સ્વરૂપ = અસ્તિત્વ અને (b) સદશ્ય-અસ્તિત્વ. (૧૩) સત્તા નામનો સનો ભાવ, અર્થાત્ સ્વત્વ. (૧૪) ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે, અને તે (અસ્તિત્વ) અન્ય સાધનની અપેક્ષા વિનાનું