________________
૧૨૩
અવળું ઊંધું અવળા :મિથ્યા અવળાઈ :વિપરીતતા. અયસ્થઃ કીર્તિનામકર્મ જે કર્મના ઉદયથી જીવની લોકમાં પ્રશંસા ન થાય તેને
અપયશકીર્તિનામ કર્મ કહે છે. અવશપણે પુરુષાર્થની નબળાઈથી-નિર્બળતાથી. અવશ્ય વશમાં ન રહે એમ જરૂર; વશપણે આવી જ પડે. અયભાવી : જરૂર હોનાર; અપરિહાર્ય. (૨) અનિવાર્ય અવશેષ:બાકીનાં. અવિશેષ :એકરૂપ પરિણામ; સામાન્ય પરિણામ. અવિશિષ્ટ :જુદા નહિ એવા. અવર્ણભે :આધારે રહેલો. અવતુ :ભ્રમરૂપ અવસર્પિણી ઉતરતો કાળ. અવસ્થતા :ઉદ્વેગતા; બેચેની; અશાંતિ; ગભરાટવાળી. આવસથમાં નિવાસસ્થાનમાં. અવસ્થા અવ = નિશ્ચય + સ્થા = સ્થિતિ અર્થાત્ નિશ્ચયે પોતાની પોતામાં
સ્થિતિ. (૨) આકાર; સ્થિતિ; દશા; ઘડપણ. (૩) પર્યાય; પરિણમન; હાલત. (૪) ભૂમિકા; (૫) પર્યાય; હયાતી; સ્થિતિ; વર્તમાન સ્થિતિ; હાલત, દશા, અંશ. પરિણતિ. (૬) પર્યાય; ભેદ( ૭) વર્તમાન પર્યાય. (૮)
સ્થિતિ; દશા; હયાતી; જિંદગી; અસ્તિત્વ; પર્યાય. અવસ્થાંતર બદલવું. (૨) બીજી બીજી અવસ્થા; એકમાંથી બીજી અવસ્થામાં
જવાનું થયું તે – આવવું તે. અવસ્થાન સ્થિર. (૨) ટકવું તે; ધ્રુવ રહેવું તે. (૩) સ્થિર રહેવું; અવસ્થિતઃસ્થિર
રહેવું. (૪) સ્થિરતા નિવાસસ્થાન; રહેઠાણ. (૫) સ્થિતિ. (૬) સ્થિતિ;
દશા; હાલત; આયુષના જુદા જુદા તબકકાઓનો એકમ.. અવસ્થાયી અવસ્થારૂપે; અવસ્થાની અપેક્ષાએ.
અવસ્થાયી :ટકનારો. (૨) સ્થિર રહેતાં. (૩) ટકવાપણું (૪) સ્થિર રહેતા. (૫)
- ત્રિકાળી દ્રવ્ય; (૬) સ્થિર.. અવસ્થિતિ સ્થિરતા (૨) રહેલી. (૩) રહેલું; ટકેલુ; ટકતો. અવસિયત :સ્થિર; (આ સંપૂર્ણ ક્ષામશ્યવાળા જીવને બીજા ભાવરૂપ પરાવર્તન
(પલટાવું) થતું નથી, તે સદા એક જ ભાવરૂપે રહે છે -શુદ્ધ સ્વભાવમાં સ્થિર પરિણતિ રૂપે રહે છે તેથી તે જીવ મોક્ષતત્વ જ છે.) (૨) રહેલું; વસેલું; સ્થિર. (૩) નિશ્ચળ, સ્થિર. (૪) નિશ્ચળ રહેલું. (૫) રહેલું; ટકેલું; ટકતો. (૬) પોતાની સંખ્યાને ઉલ્લંઘન ન કરે તે અવસ્થિત. અવસ્થિત શબ્દ એમ સૂચવે છે કે દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામને કરે છે. પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નથી. જો એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે કે કરાવે તો તે તન્મય (પદ્રવ્યમય) થઈ જાય. પરંતુ કોઈ દ્રવ્ય પરદ્રવ્યમય તો થતું નથી. જો કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ આવે અને દ્રવ્યનું અવસ્થિતપણું રહે નહિ. (૭) નિશ્ચળ રહેલું; પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું. (૮) રહેલું; ટકેલું. (૯) પોતાની સંખ્યાને ઉલ્લંઘન ન કરે તે અવસ્થિત. અવસ્થિત શબ્દ એમ સૂચવે છે કે-દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામને કરે છે. પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નથી. જો એક દ્રવ્ય તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે કે કરાવે તો તે તન્મય (પદ્રવ્યમયે) થઈ જાય. પરંતુ કોઈ દ્રવ્ય પરદ્રવ્યમય તો થતું નથી. જો કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો, તે દ્રવ્યના નાશની આપત્તિ આવે એ દ્રવ્યનું અવસ્થિતપણું રહે નહિ. વળી દ્રવ્યોનો નાશ થતાં તેનું નિત્યપણું પણ રહે નહિ. (૧૦) સ્થિર. (આ સંપૂર્ણ શ્રામવાળા જીવને બીજા ભાવરૂપ પરાવર્તન (પલટાવું) થતું નથી, તે સદા એક જ ભાવરૂપે રહે છે- શુદ્ધ સ્વભાવમાં સ્થિર પરિણતિ રૂપે રહે છે તેથી તે જીવ મોક્ષતત્ત્વ જ છે.) (૧૧) નિશ્ચળ રહેલું. (૧૨) પ્રમાણનિયતપરિમાણ; નિશ્ચિત માપ. (ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યનું માપ લોક જેટલું નિયત છે.) (૧૩) નિશ્ચળ