________________
પરમાનંદના ફેલાવની સામે આ સંસારમાં એકલા દુઃખના ફેલાવાની વાત | કહી. સંસારમાં એને કેટલું દુઃખ છે એની એને ખબર નથી. અહા ! અવ્યાબાધ એટલે શું ? અતીન્દ્રિય આનંદના સ્વભાવમાં કલ્લોલ કરતો આત્મા પર્યાયમાં પૂર્ણ ભાવથી ખીલી ઊઠ્યો ત્યાં તેનો પૂર્ણ આનંદમાં ફેલાવે છે, અને તે વિનરહિત અવ્યાબાધ છે એની પૂર્ણ એકાંત આનંદની દશામાં કોઈ વિદન-બાધા-અંતરાય-વિરોધ હોતો નથી. જ્યારે સંસારમાં તે પ્રતિપળ એની શાંતિમાં બાધા હોવાથી એકલું દુઃખ જ છે. એની સામે મોક્ષમાં પરમ આનંદ છે, પૂર્ણ આનંદ છે, એકલો આનંદ છે એમ લેવું છે. તો, કહે છે -પર પદાર્થથી મને સુખ છે, પુણ્ય-પાપના વિકારી ભાવોથી મને આનંદ-મઝા પડે છે, ને વિષયભોગની વાસનાની કલ્પનામાં મને ઠીક પડે છે એવો જે ભાવ છે તે મહા મિથ્યાત્વ છે, ને તે અનંતાતીવ્ર દુઃખથી ફેલાયેલો ભાવ છે. એ મિથ્યાત્વના ભાવમાં આને પ્રતિક્ષણ વિન-બાધા છે.
જ્યારે આત્માની મોમ દશામાં એને કોઈ બાધા કે વિરોધ છે નહિ આવી
અવ્યાબાધ સુખની દશા તે મોક્ષ છે. અવ્યાબાધની આ વ્યાખ્યા છે. અવ્યાબાધ :પર પદાર્થથી બાધિત થતું નથી, રોકાતું નથી. (૨) જરા પણ બાધા ન
ઉપજે એવી. (૩) શાતા-અશાતારહિતપણું; વેદનીયકર્મરહિતપણું. (૪) અવ્યાબાધ શબ્દ પરમાર્થ દ્રષ્ટિએ વ૫રાય અર્થાત્ અવ્યાબાધ સુખઅવ્યાબાધ સ્વરૂપ અર્થાત્ અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિર કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. અવ્યાબાધ શબ્દની વ્યુપ્તત્તિ કરવાનું કોઈ પ્રયોજન નથી. એટલે પૂર્ણજ્ઞાન-જેમાં કિંચિતમાત્ર પણ અન્યભાવ નહીં તેવું કેવળ જ્ઞાન. (૫) બાધા, પીડા વગરનું. (૬) બાધા વિનાની; વિન વિનાની. (૭). બાધારહિત; વિનરહિત; અડચણરહિત. બાધાપીડા રહિત. (૮) મોક્ષ;
કેવળ;નિરપેક્ષ; નિર્વિકલ્પ. અવ્યાબાધ પ્રતિજીવી ગુણ વેદનીય કર્મના અભાવપૂર્વક, જે ગુણનો શુદ્ધ પર્યાય
પ્રગટ થાય છે, તે ગુણને અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે. અવ્યાભાવ સ્થિરતા આત્મસ્થિરતા રૂપ આત્મ અવસ્થા. આવ્યતિરિક્ત અભેદ, અતિરેક = અભિન્ન.
૧૨૨ અવર્ણવાદ :જેનામાં જે દોષ ન હોય, તેનામાં તે દોષનું આરોપણ કરવું તે
અવર્ણવાદ છે. (૨) નિંદા. અવ્રત હિંસા, જૂઠું, ચોરી, મૈથુન અને પરિગ્રહ, એમ પાંચ પ્રકારનાં આસવ છે. અવદ્ધ : ઘેરાયેલો; વિંટળાયેલો. અવરાઈ જવું ઢંકાઈ જવું. અવરાઈ રહેવું :આવરણથી ઢંકાઈ રહેવું. (૨) આવરવું; ઘેરી લેવું; વીંટી વળવું;
આચ્છાદિત કરવું; ઢાંકવું; છાઈ દેવું. અવરાય :આવરવું = આચ્છાદિત કરવું; ઢાંકવું; છાઈ દેવું; ઘેરી લેવું; વીંટી વળવું. અવરાયેલાં અપ્રગટ અવરાળવું અનાજમાંની કાંકરી છૂટી પાડવા માટે એને પાણીમાં ધોવું. અવરોધ :પ્રતિબંધક કોટરૂપ (૨) તથાતથ્ય પ્રતીતિ. અવલંબ છે :પ્રાપ્ત થાઉં છું; એકાકાર થઈ વર્તુ છું, લીન રહું છું, સ્થિર થઉં છું. અવલંબન :આધાર; અવલંબ. (૨) નિમિત્ત. (3) ગ્રહણ કરવા યોગ્ય; જાણવા
યોગ્ય. (૪) આધાર; ટેકો; સહારો. (૫) શેયને જ્ઞાન આલંબન અર્થાત્
નિમિત્ત છે. શેય જ્ઞાનમાં ન જણાય, તો શેયનું શેયત્વ શું? અવલંબનું અનુસરવું. અવલંબવા:જાણવા યોગ્ય; ગ્રહવા યોગ્ય. અવસુંબીને અનુસરીને. અવલાપ ખરી વાત ઉડાવવી તે; છુપાવવું તે. અવલોકન સુખનું આત્મદર્શન સુખનું- જરા પણ વિસ્મય થાય નહિ. અવલોકન જોવાની ક્રિયા; ગુણદોષની તપાસ; સમીક્ષા; આલોચના. (૨) સ્વરૂપ
વિચાર. (૩) અવ - જેમ છે તેમ વસ્તુસ્થિતિ પ્રમાણે - લોકન - સાક્ષાત્ દર્શન કરતાં અલ્પપણ-જરા પણ લેશપણ માયાનું બાહ્ય ઉપાધિરૂપ માયાનું આવરણ બાધ-અંતરાય કરે નહિ. (૪) વિચારપૂર્વક વાંચન ,
ચિંતન-દર્શન. અવલોકન કરે છે :દેખે છે. અવલોકવું :તપાસી જેવું. (૨) સાક્ષાત્કાર કરવો; પ્રત્યક્ષ પ્રગટ અનુભવ કરવો.