________________
અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુકર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહિ. આયુઃકર્મ પૃથ્વી સમાન છે; અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) આયુષના બે પ્રકાર છેઃ-(૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાધ્ય હોય તે પ્રકારનું ભોગવાય છે.ઉપશમ સખ્યત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણકે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. ચક્ષુ બે પ્રકારે છેઃ-(૧)જ્ઞાનચક્ષુ અને (૨) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દુરબીન તથા સૂહમદર્શકાદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે; તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે
તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. અવિોપ :સ્થિર. (૨) અડચણ વિના; હરકત વિના; સંકલ્પ-વિકલ્પ રહિત અવિલોપપણે સ્થિર ચિત્તવાળું; એકાગ્ર; સાવધાન. અવિકોપ :સ્થિર, એકાગ્ર; અખંડ; સાવધાન. અવિકાર :વિકારનો અભાવ; નિર્વિકાર સ્થિતિ. અવિકાર થતન્ય પરિણામ :અવિકાર ચૈતન્ય પરિણામ ત્રણ પ્રકારનું છે.
મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ છે. અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સ્વ પરના સમસ્ત ભેદને છુપાવીને પોતાના સવિકાર ચૈતન્યના પરિણામનો કર્તા થાય
છે. અવિકારભાવ :સંવર, નિર્જરા, મોક્ષ. અવિકારી રાગ-દ્વેષથી, માનસિક વિકાર ન થયો હોય તેવું. રાગ-દ્વેષાદિથી
માનસિક વિકાર ન થયો હોય તેવું; (૨) વિકારનો અભાવ; નિર્વિકારી
સ્થિતિ; અરાગી; અનાસક્ત; અવિકારી ચૈતન્ય પરિણામ :અવિકારી ચૈતન્ય પરિણામ ત્રણ પ્રકારનું છે
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રરૂપ ત્રણ પ્રકારનું અવિકારી ચૈતન્ય પરિણામ છે. અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ |
૧૨૬ અનુચરણથી સ્વ-પરના સમસ્ત ભેદને પ્રગટ કરીને પોતાના અધિકાર
ચૈતન્યના પરિણામનો કર્તા થાય છે. અવિકારી ભાવ :સંવર, નિર્જરા અને મોક્ષનું સ્વરૂપ અવિકારી ભાવ છે. અવિગત :આત્મા સર્વને જાણનારો છે; વિશેષ પ્રકારે સર્વને જાણવાના
સ્વભાવવાળો. અવિગ્રહગતિ:લોકાગ્ર પર્યત. અવિન :નિર્વિન. અવિનથી નિર્વિદનપણે. અવિચ્છિના તૂટ્યા વિનાની; અખ્ખલિત ધારા. (૨) અવિચ્છિન્ન-જીદાયેલું નથી
તેવું, અખંડિત, અવિભક્ત; સતત ચાલું રહેલું, અખ્ખલિત રહેલું, અતૂટક. (૩) અતૂટક; અંતર પડ્યા વિના પ્રવર્તતું હોવાથી, અવિચ્છિન્ન. (૪) અખંડિત, અવિભક્ત; (૫) અખંડિત; અવિભક્ત; અખલિત રહેવું ; સતત ચાલુ રહેલું. (૬) અખંડ; સતત. (૭) સળંગ (૮) અતૂટક; અખલિત, ધારાવાહિક. (૯) અખંડ; સતત. (૧૦) સતત ચાલુ પ્રવાહરૂપ. (૧૧) અખંડ એકધારાવાહી પ્રવાહ; અતૂટક ધાર. (૧૩) અખલિત રહેવું. (૧૪) આવું શુદ્ધોપયોગી નિષાન્ન થયેલા આત્માઓનું સુખ છે. માટે તે સુખ
સર્વથા પ્રાર્થનીય છે. અર્થાત્ સર્વ પ્રકારે ઈચ્છાયોગ્ય છે. અવિચલ :નિશ્ચલ. અવિશ૭ ગતિ અચલ છે; ચૈતન્ય ઉપયોગમાં અશુદ્ધતા, ચળતા જે પર નિમિત્તે
પોતાની ભૂલ વડે હતી તે પોતાના સ્વભાવના ભાન વડે પુરુષાર્થ વડે સર્વથા નાશ કરવાથી અચળગતિ પ્રાપ્ત થઈ છે, કરીને અશુદ્ધતા આવવાની નથી
માટે તે ગતિ અચળ છે. અવિશશિત સ્થિર; નિત્ય; સ્થાનભ્રષ્ટ ન થયેલું; અડગ. (૨) વિચલિત-સ્થાનભ્રષ્ટ
ન થયેલું; ન ખસેલું. (૩) અચલિત; અચળ. અવિશળ :નિશ્ચળ; કદી ન પડે. (૨) એકરૂપ (૩) કાયમ. અવિચાર :વિવેકશૂન્યતા; વિચારનો અભાવ; ઉતાવળ. અવિચિત્રતા :એકરૂપ.