________________
૧૨૮
પુદ્ગલો સ્વયં ગતિક્રિયા રૂપે પરિણમતાં હોય, તો જ ધર્મ દ્રવ્ય તેમને
ઉદાસીન સહાયમાત્ર રૂપ (નિમિત્તમાત્રરૂ૫) છે, અન્યથા નહિ. અવિનાભાવીપણું એકપણું (૨) એક સાથે, એકાકાર (૩) એકી સાથે, એક
સાથે. (૪) એક સાથે; પહેલાં અને પછી છે નહિ. અવિનાશ:નિત્ય; ત્રણે કાળ હોય એવો પદાર્થ. અવિનાશી સર્વજ્ઞ પરમેશ્વર “અવિનાશી છે, એમ આ આત્મા પણ “અવિનાશી”
છે. (૨) ત્રિકાળી એકરૂપ કે નિત્ય; ધૃવ એકરૂપ. (૩) ત્રિકાળ ટકનાર, ત્રણે
કાળ રહેનાર; નિરંતર ટકનાર. (૪) અવિકારી. અવિપાક કર્મ પાક વિના ખય માટે અવિપાક કહેલ છે. હું જ્ઞાતા છું, દેહની ક્રિયા
મારી નથી, પરવસ્તુનો ત્યાગ કરી શકતો નથી, એવી સાચી દષ્ટિ થયા પછી
કર્મ ખરે છે, તે અવિપાકનિર્જરા છે. અવિપાક કર્મનિર્જરાના બે પ્રકાર છે : સવિપાક : જેની મુદત પૂરી થયે ખરે તે
સવિપાક. અવિપાક : જેની મુદત તો છે પણ અહીંયા પુરુષાર્થ-સ્વસમ્મુખ કર્યો છે તો તે કારણે તેનો પાક- આ બાજુ પર્યાયમાં એકતાબુદ્ધિ નહીં મુક્લ તેને કારણે તે કર્મની પર્યાય ખરી જાય છે. તેને સવિપાક નિર્જરા હોતી નથી. મિથ્યાદષ્ટિને અવિપાક નિર્જરા હોય છે પણ સવિપાક નિર્જરા હોતી નથી.
સમક્તિને બેય સવિપાક અને અવિપાક નિર્જરા હોય છે. અવિપાક નિર્જરા :ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના પુરુષાર્થના
કારણે આત્માથી જુદાં થઈ ગયાં તે અવિપાક નિર્જરા છે, તેને સકામ નિર્જરા પણ કહેવાય છે. (૨) ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપી આત્માના અનુભવમાં, પુરુષાર્થ કરતા આત્મા-પોતે જ્ઞાતા-દુષ્ટા થયો. આવા સ્વરૂપના ભાનમાં ઉગ્ર પુરુષાર્થ હોતાં, કર્મ ઉદયમાં ન આવે, આવવાની યોગ્યતા છે, પણ તત્કાલ ઉદયમાં આવ્યું નહિ, અને ખરી જાય, તેને અવિપાક નિર્જરા કરે છે. વર્તમાન અહીં મનુષ્યગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ, વિપાકપણે છે. બીજી ત્રણ વિપાકપણે નથી; પણ અંદર ઉદયમાં આવ્યા વિના મરી જાય, તે અવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે, તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતાં, કર્મ પુરુષાર્થથી ખરી જાય, તેને |
અવિપાક નિર્જરા કહે છે; તેને પણ જ્ઞાની પુરુષ બસ જાણે છે, કરે છે એમ નહિ. (૩) ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના પુરુષાર્થના કારણે આત્માથી જુદાં થઈ ગયાંતે અવિપાક નિર્જરા છે. તેને સકામ નિર્જરા પણ કહેવાય છે.
અવિભક્ત અભિન્ન. (દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે તેથી દ્રવ્ય અને ગુણોને અભિન્નપ્રદેશવ સ્વરૂપ અનન્યપણું છે.)
અવિભાગ :અખંડ (૨) અભિન્ન (૩) અભિન્નપણું; એકપણું. અવિભાગ પ્રતિરોદ અંશને છેદતાં છેદતાં જેના બે ભાગ ન પડે, એવા એક અંશને
અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. (૨) જેનો બીજો ભાગ ન થઈ શકે તેવો અંશ. (૩) શક્તિના અવિભાગી સ્પર્શને અવિભાગ-પ્રતિશ્કેદ કહે છે, અથવા જેનો બીજો ભાગ થઈ શકે નહિ એવા અંશને અવિભાગ પ્રતિરછેદ કહે છે. (૪) કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં), અંશ કલ્પના કરવામાં આવતાં, તેનો જ નાનામાં નાનો (નિરંથ) અંશ પડે, તેને તે ગુણનો(એટલે કે ગુણના પર્યાયનો), અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. (બકરી કરતાં, ગાયના દૂધમાં અને ગાય કરતાં, ભેંસના દૂધમાં ચીકાશના, અવિભાગ પ્રતિચ્છેદો વધારે હોય છે. ધૂળ કરતાં, રાખમાં અને રાખ કરતાં,
રેતીમાં સૂખાપણાના, અવિભાગ પ્રતિષ્ઠદો અધિક હોય છે.) અવિભાગ પરિચછેદો કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશ કલ્પના
કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો (જયન્ય માત્રારૂપ, નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ પરિચ્છેદ
કહેવામાં આવે છે. અવિભાજ્ય :જેના વિભાગ ન કરી શકાય એવા. અવિનાભાવી એક સાથે. અવિરત :નિરંતર અવિરત શ્રખ્યગ્દણિ :અવિરત સમ્યગ્દષ્ટિને, મિથ્યત્વ અને અનંતાનુબંધી
પ્રવૃત્તિઓનો તો આસવ નથી થતો, પણ અન્ય પ્રવૃત્તિઓનો તો આસવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ?