________________
૧૨૧
અવ્યાકુળ :પરમાનંદ અવ્યાકુળપણે પરમાનંદપણે અવ્યાકુળપણે નાથો પરમાનંદ પરિણામે પરિણમો. અવ્યાઘાતી :૫ર પદાર્થની બાધિત થતું નથી; રોકાતું નથી
અવ્યાપ્તિ રાગાદિ ભાવો, જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. માટે રાગાદિને જીવનું લક્ષણ માનતાં, અવ્યાપ્તિનો દોષ આવે છે. (૨) જેને જેનું લક્ષણ કહ્યું હોય તે તેના કોઈ લક્ષ્યમાં હોય, અને કોઈ લક્ષ્યમાં ન હોય. પણ કોઈ આત્મા ચેતના રહિત નથી. જો આત્માનું લક્ષણ રાગાદિ કહીએ તો અવ્યાપ્તિ દૂષણ લાગે છે, કારણ કે રાગાદિ સંસારી જીવને છે. સિદ્ધ જીવોને નથી. (૩) અવ્યાપ્તિ દોષ તેને કહે છે કે જેને જેનું લક્ષણ કહ્યું
હોય તેના કોઈ લક્ષ્યમાં હોય, અને કોઈ લક્ષ્યમાં ન હોય. અવ્યાપ્તિ દોષ :લક્ષ્યના એક દેશમાં (એક ભાગમાં) લક્ષણનું રહેવું તેને અવ્યાપ્તિ
દોષ કહે છે; જેમ કે પશુનું લક્ષણ શીંગડું. (૨) વળી કેવળ જ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાપ્તિ દોષ આવે, કેમ કે કેવળ જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી. જે લક્ષણ લક્ષ્યના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાપ્તિ દોષ કહે છે. (૩) લક્ષ્યના એક દેશમાં (એક ભાગમાં) લક્ષણનું
રહેવું તેને અવ્યાપ્તિ દોષ કહે છે; જેમ કે પશુનું લક્ષણ શીંગડું. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ લણણદોષની વ્યાખ્યા :લક્ષ્યના એક દેશમાં
રહેનાર લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત છે, લક્ષ્મની બહાર અલક્ષ્યમાં પણ પ્રાપ્ત થનાર લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દૂષિત છે અને લક્ષ્યમાં જેનું રહેવું
બાધિત છે તે અસંભવ દોષથી દૂષિત કહેવાય છે. અવ્યાપ્તિ-અતિધ્યાતિ અને અસંભવ :આ જ ચેતના અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ
અને અસંભવ એ ત્રણ દોષથી રહિત આ આત્માનું આસાધારણ લક્ષણ છે. અવ્યાપ્તિ દોષ તેને કહીએ કે જેનું લક્ષણ કહ્યું હોય તે તેના કોઈ આત્મા ચેતના રહિત નથી. જો આત્માનું લક્ષણ રાગાદિ કહીએ તો અવ્યાપ્તિ દૂષણ લાગે છે કારણકે રાગાદિ સંસારી જીવને છે, સિદ્ધ જીવોને નથી.
(૨) જે લક્ષણ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં પણ હોય તેને અતિવ્યાપ્તિ દૂષણ
કહીએ. પણ ચેતના જીવ પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થમાં નથી. જો આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહીએ તો અતિવ્યાપ્તિ દૂષણ લાગે; કારણકે જેવી રીતે આત્મા અમૂર્તિક છે તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ
પણ અમૂર્તિક છે. (૩) જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવપદાર્થમાં પ્રત્યક્ષ અને
પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો
અસંભવ દોષ લાગે છે; કારણકે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. અવ્યાબાદ કર્મથી મુક્ત; કર્મકલેશોથી રહિત; સ્વાશ્રિત; મૂર્તિ (ઈન્દ્રિયાદિ) સાથે
સંબંધ વિનાનું અતીન્દ્રિય. (૨) કેવળ; નિરપેક્ષ; નિર્વિકલ્પ; મોક્ષ; શરીરને પીડા ન હોવાપણું; વેદનીય કર્મનો અભાવ. (૩) ઈન્દ્રિયવ્યાપારાતીત; ઈન્દ્રિય વ્યાપાર રહિત. અતીન્દ્રિયપણું. અન્ય દ્રવ્યના સંસર્ગ રહિત. (૪) સ્વાત્મોત્પન્ન, અનાકૂળતા લક્ષણ. (૫) બાધા વિનાની, વિન વિનાની. (૬) પૂર્ણ; (૭) વેદનીય કર્મના અભાવપૂર્વક જે ગુણની શુર્ણ પર્યાય પ્રગટ થાય છે તેને અવ્યાબાધ ગુણ કહે છે, બાધા વિનાની, વિદ્ધ વિનાની (૮) શાતા અને અશાતારૂપ આકુળતાનો અભાવ. અતિન્દ્રિય આનંદના સ્વભાવમાં કલ્લોલ કરતો આત્મા પર્યાયમાં પૂર્ણ ભાવથી ખીલી ઉઠ્યો ત્યાં તેનો પૂર્ણ આનંદમાં ફેલાવે છે, અને તે વિદન રહિત અવ્યાબાધ છે, એની પૂર્ણ એકાંત આનંદની દશામાં કોઈ વિદન-બાધા-અંતરાય-વિરોધ હોતો નથી. (૯) મોક્ષ; કેવળ નિરપેક્ષ; નિર્વિકલ્પ, (૧૦) કોઈ પ્રશ્ન કે વિરોધ હોય નહિ. બાધારહિત. શુભાશુભભાવ આત્માની શાંતિને બાધા કરનારા છે તેથી શુભાશુભ ભાવ રહિત દશા એ અવ્યાબાધ છે. વિષય-ભોગની વાસના છે તે દુઃખ છે. એ એથીય વિશેષ તે મને સુખરૂપ છે એવી તારી માન્યતા છે તે અનંત દુઃખનું મૂળ છે. શું કહ્યું ? કે જે રાગની, વિષયની, ભોગની કે માન આદિની વાસના ઊઠે છે તે પાપ છે, દુઃખ છે; પણ એના કરતાં પણ, તેમાં મને ઠીક પડે છે. મઝા આવે છે એવી જે માન્યતા છે તે મિથ્યાત્વનું અનંત પાપ છે, અને તે અનંતા દુઃખનું મૂળ છે. મોક્ષમાં એકલા નિરાબાધ