________________
૧૧૪
(૧૭) લિંગોનું એટલે કે ધર્મ ચિહ્નોનું ગ્રહણ, જેને નથી તે અલિંગગ્રહણ છે; આ |
રીતે આત્માને, બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે, એવા અર્થની
પ્રાપ્તિ થાય છે. (૧૮) લિંગ એટલે કે ગુણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થ જ્ઞાન) તે
જેને નથી, તે અલિંગગ્રહણ ; આ રીતે આત્મા, ગુણ વિશેષની નહિ
આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થના પ્રાપ્તિ થાય છે. (૧૯) લિંગ એટલે કે પર્યાય એવું જ ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ તે જેને
નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, પર્યાય વિશેષથી નહિ
આલિંગિત, એવું શુદ્ધ દ્રવ્ય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૨૦) લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ,
સામાન્ય છે જેને નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, દ્રવ્યથી, નહિ અલિંગિત એવો શુદ્ધ પર્યાય છે, એવા અર્થની
પ્રાપ્તિ થાય છે. અહિંગિત :સ્પર્શિત; આલિંગિત; આલિંગન. (૨) સ્પર્શિત. અહીક જૂઠું (૨) અસત્ય; (૩) અપ્રિય; ખોટું; મિથ્યા; કૃત્રિમ અળખામણું.
અસત્ય. અહીક વન અસત્ય વચન; જૂઠું વચન; અપ્રિય; અણગમતું; અસભ્ય; અપ્રિય. અશોક પંચાસ્તિકાયસમૂહ જેવડો લોક છે, તેનાથી આગળ અમાપ, અર્થાત્ અનંત
લોક છે. તે અલોક અભાવ માત્ર નથી પરંતુ પંચાસ્તિકાયસમૂહ જેટલું ક્ષેત્ર બાદ કરીને, અનંત ક્ષેત્રવાળું આકાશ છે. (અર્થાત્ અલોક શૂન્યરૂપ નથી, પરંતુ શુદ્ધ આકાશદ્રવ્યરૂપ છે.) (૨) માત્ર આકાશરૂપ અનંત એવો અલોક છે. (૩) લોક-દુનિયા સિવાયનો પ્રદેશ; પરમાણુ વગેરે રહિત પ્રદેશ-આકાશ. (૪) જ્યાં જેટલા આકાશમાં જીવ તથા પુલનાં, ગતિ-સ્થિતિ થતાં નથી, ધર્મ તથા અધર્મ રહેલાં નથી અને કાળ વર્તતો નથી, તેટલું કેવળ આકાશ, જેનું સ્વપણે સ્વલક્ષણ છે, તે અલોક છે. (૫) જ્યાં લોકાકાશ સિવાયના દ્રવ્યો નથી એવી જગ્યા. (૬) પ્રકાશ.
અલોકાકાશ ત્રણે લોકની બહારનો અનંત આકાશનો પ્રદેશ. (૨) લોકાકાશના
બહારના અનંત આકાશને, અલોકાકાશ કહે છે. (૩) લોકાકાશના બહારના
આકાશને આલોકાકાશ કહે છે. આલોચન : (૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે; બારીકાઈથી વિચારવું તે; બરાબર
ખ્યાલમાં લેવું તે. (૨) નિવેદન, કથન. અલૌકિક :લોક સંબંધિ નહિ તેવું; પારલૌકિક; દિવ્ય; અસાધારણ; (૨) લોકોત્તર;
અલૌકિક દૃષ્ટિમાં, પરમાર્થનું મુખ્યપણું છે. લૌકિક દૃષ્ટિમાં, વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે. (૩) અસામાન્ય; અદ્ભુત; દિવ્ય. (૪) અદ્ભુત; દિવ્ય; અસાધારણ. (૫) લોક સંબંધી નહિ તેવું; પારલૌકિક;
દિવ્ય; અસાધારણ; અસામાન્ય; અદ્ભુત; અપૂર્વ; સુંદર. અવધારવું ખ્યાલમાં લેવું. અવગ્રહ શરૂઆતનું મતિજ્ઞાન. અવગાઢ :મજબૂત. અવગાહ એક પરમાણુ પ્રદેશ રોકે તે; વ્યાપવું. અવગાહક :ઊંડા ઉતરનાર; નિમગ્ન થનાર. અવગાહન અધ્યયન; વાંચવું-વિચારવું; ઊંડો અભ્યાસ કરવો અવગાહના જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત ન્યૂન જે
ક્ષેત્ર પ્રમાણ ઘન થાય તે અવગાહના. અવગાહવું વિદ્યા-વગેરેના વિષયમાં ઊંડા ઊતરવું. અવકતત્વ કહી શકાય નહિ એવું. (એકી સાથે સ્વરૂપ, તેમ જ પરરૂપની અપેક્ષાએ,
દ્રવ્ય કથનમં આવી શકતું નથી. તેથી અવક્તવ્ય છે.) (૨) કહી શકાય નહિ એવું; અવાચ્ય. (એકી સાથે સ્વચતુષ્ટય તેમ જ પરચુતની અપેક્ષાથી દ્રવ્ય
કથનમાં આવી શકતું નથી તેથી “અવક્તવ્ય છે. અવકાળ દૂર; અંતર; (૨) તક; અવસર; પ્રસંગ; નવરાશ; ફુરસદ; સ્થળ કે
સમયનો ગાળો; ખાલી જગ્યા; શૂન્યાવકાશ. (૩) નિરંતર (૪) સ્થાન (૫)
ભેદરૂપ; અનેકરૂપ. (૮); વેક્યુમ. (૯) અવગાહન આપવાનું કાર્ય. (૧૦) આકાશ; ક્ષેત્ર; ફુરસદ.