________________
પર
તત્ત્વાર્થ સૂત્ર પ્રધાનતા કે અનિત્યની પ્રધાનતાને સિદ્ધ કરનારી બુદ્ધિ થઈ શકે નહીં. પલાશની અનેક અવસ્થાઓ છે. એક અંગારકિત જ અવસ્થા નથી તેમ પદાર્થ નિત્ય અને અનિત્ય ઉભય અવસ્થાવાળો છે. માટે એક નિત્ય જ પદાર્થ છે કે અનિત્ય જ પદાર્થ છે. આવો બોધ કરી શકાય નહીં, અને આવો બોધ કરવામાં આવે તો તે બોધ અધૂરો છે.
પ્રધાનભાવ અને ગૌણભાવથી કોઈ વખત કોઈ ધર્મની વિવેક્ષા કરાય છે તેથી નિત્યાનિત્ય ઉભય અવસ્થાવાળા પદાર્થોમાં ક્યારેક નિત્યની પ્રધાનભાવે તો ક્યારેક ગૌણભાવે વિવક્ષા કરાય છે તેમ અનિત્યની પણ પ્રધાન-ગૌણભાવે વિવક્ષા કરાય છે. શિબિકાવાહક યાનેશ્વર યાનવત્ અર્થાતુ શિબિકાને ઉપાડનાર પણ શિબિકાવાળા છે અને શિબિકાનો માલિક પણ શિબિકાવાળો છે. એક શિબિકાનો માલિક છે ત્યારે બીજા શિબિકાને ઉઠાવનારા છે. કયારેક શિબિકાવાહક મુખ્ય બને છે. કયારેક માલિક. માટે પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ એવા પદાર્થના સ્વરૂપમાં બુદ્ધિમાનું આત્માઓ બુદ્ધિને પ્રયત્નશીલ કરતા નથી. માટે પુદ્ગલો નિત્યાનિત્યના એક સ્થાનવાળા છે. અર્થાત્ યુગલો નિત્ય છે, અનિત્ય છે, નિત્યાનિત્ય છે એમાં કશો જ કોઈને બાધ નથી અને તે પુદ્ગલો રૂપ મૂર્તિવાળા છે.
ભાષ્ય - પુગલો જ રૂપી હોય છે. જેઓને અથવા જેઓમાં રૂપ હોય છે તે રૂપી કહેવાય છે. પુદ્ગલમાં રહેલી રૂપવત્તાનો પરિચય
પુરાતા હોવાથી અને ખાલી થતા હોવાથી અર્થાત્ જે પુરાય છે અને ખાલી થાય છે તે પુદ્ગલ છે. આ પુદ્ગલો પરમાણુ, કચક, ચણકથી માંડીને અનંતાનંત પ્રદેશવાળા સ્કન્ધ સુધીના હોય છે. તે જ પરમાણુ આદિ અનન્ય–બીજા કોઈનામાં ન હોય તેવી અસાધારણ રૂપવત્તાને ધારણ કરે છે. જે રૂપવત્તા અનેકરૂપે પરિણમવાની શક્તિથી પ્રાપ્ત કરેલ સૂક્ષ્મતા, સ્થૂલતા, વિશેષતા, અવિશેષતા (સામાન્યતા) પ્રકર્ષ, અપકર્ષ સ્વરૂપ છે. પુદ્ગલોની જે અનેકરૂપે પરિણમવાની શક્તિ છે તેના કારણે સૂક્ષ્મ અને સ્કૂલરૂપે તથા બધાય એક જ સરખા રૂપ, રસાદિપણે અથવા જુદા જુદા રૂપ રસાદિપણે તે જ એકદમ ઉત્કટ રૂપ અને, રસાદિપણે અથવા અનુત્કટ રૂપ, રસાદિપણે રહેલ છે જેને પુદ્ગલ ધારણ કરે છે. ભાષ્યમાં રહેલ “વ' કારનું ફળ
પૂ. ભાષ્યકાર મ. પુતા રૂપિળો મવત્તિ'માં “પd કાર વાપર્યો છે તેનાથી અહીં ધર્માદિ દ્રવ્ય-વિશેષો અર્થાત્ ધર્માદિ દ્રવ્યો રૂપી નથી પણ પુદગલો જ રૂપી છે આવું અવધારણ થાય છે. આમ “એવ'કારનું ફળ પુદ્ગલમાં જ પ્રાપ્ત થાય છે. કેમ કે રૂપવત્ત્વ અતિચિર પરિચયવાળા પરમાણુ, કચણુક આદિના ક્રમથી વધેલા દ્રવ્ય સમુદાયને છોડતું નથી. મતલબ પરમાણુ, કચણુકાદિ અને છેવટે અનંતાનંત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યને રૂપ છોડતું નથી અને પુદ્ગલો પણ રૂપીપણાને છોડતા નથી. રૂપને છોડીને પુદ્ગલો કોઈ કાળે ક્યાંય હોતાં નથી, ક્યારેય રહેતાં નથી માટે ભાષ્યકાર મ. “પુદ્ગલો જ રૂપી છે' એમ જે કહ્યું છે તે બરાબર જ કહ્યું છે.