________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૭
૧૧૩
ઉપકારક છે કેમ કે ઠંડી પડે છે એટલે ઠંડીમાં ઊઠીને ભણવાનું ગમે નહીં પણ ત્યાં બકરીની લીડીઓનો અગ્નિ સળગી રહ્યો છે એટલે તેના સંનિધાનથી ભણે છે. માટે ભણવામાં કા૨ીષના અગ્નિનું સંનિધાન છે તે જ ઉપકારક છે.
આ રીતે ધર્મ અને અધર્મ દ્રવ્યનું સંનિધાન એ જ ગતિ, સ્થિતિમાં ઉપકારક છે. ધર્માધર્માસ્તિકાય છે તે પ્રતિજ્ઞામાત્ર છે.
શંકા :- લોકવ્યાપી ધર્મદ્રવ્યના અસ્તિત્વને કહેનાર (અર્થાત્ લોકવ્યાપી ધર્મ દ્રવ્ય છે એવું કહેનાર એવા તારી પણ શું માત્ર પ્રતિજ્ઞા જ છે કે ગતિમાં ધર્મદ્રવ્યનો અને સ્થિતિમાં અધર્મ દ્રવ્યનો ઉપકાર છે ?
આ રીતે પૂર્વપક્ષે પણ આપણને જણાવ્યું કે તમે પણ માત્ર બોલો જ છો કે કોઈ યુક્તિ છે કે જેથી ધર્મદ્રવ્યનો ગતિ અને અધર્મ દ્રવ્યનો સ્થિતિ ઉપકાર સિદ્ધ થઈ શકે છે ?
સમાધાન :- તો તેના સમાધાનમાં આપણે કહીએ છીએ કે—પહેલા પણ અમે આકાશથી ધર્માધર્મ જુદા દ્રવ્ય છે તે આગમથી અને યુક્તિથી નિશ્ચિત કરવું તેમ કહીને આગમપ્રમાણ આપેલ. હવે પુનઃ તમારી શંકાના સમાધાનના અવસરે યુક્તિનો પ્રસંગ આવ્યો છે તો ધર્માધર્મનો ઉપકાર છે તે બતાવતા યુક્તિ આપીએ છીએ તે સાંભળો.
ગતિ અને સ્થિતિ અસ્વાભાવિક પર્યાય છે અને કદાચિત્ તેનું અસ્તિત્વ હોવાથી, સ્વતઃ પરિણામના આવિર્ભાવથી જીવો અને પુદ્ગલોની ગતિ તથા સ્થિતિ, પરિણામી કારણ, કર્તા, અને નિમિત્તકારણ સિવાયના બીજા કોઈ કારણથી થાય છે. દા. ત. માછલીની ગતિ ઉદાસીન કારણ પાણીની અપેક્ષા રાખે છે તેવી રીતે જીવો અને પુદ્ગલોની ગતિ, સ્થિતિ ઉદાસીન કારણ ધર્માધર્મની અપેક્ષા રાખે છે તેથી યુક્તિ દ્વારા ધર્માધર્મ સિદ્ધ થાય છે. આ જ યુક્તિને આપણે અનુમાનનો આકાર આપી બરાબર વિસ્તારથી સમજી લઈએ.
સ્વતઃ' પરિણામના આવિર્ભાવથી જીવો અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિ છે—પક્ષ ઉદાસીન કારણાન્તર સાપેક્ષાત્મલાભ—સાધ્ય
અસ્વાભાવિક પર્યાયત્વે સતિ કદાચિદ્ભાવાત્—હેતુ
ઝષગતિવત્-દૃષ્ટાન્ત
જેમ માછલું સ્વાભાવિક ગતિ કરે છે ત્યારે તેમાં પાણી કારણ બને છે. આ પાણી પરિણામી કારણ નથી. નિર્વર્તક કારણ નથી કે નિમિત્ત કારણ પણ નથી. આ બધાથી જુદું જ કારણ છે. એટલે આ ઉદાસીન કારણ કહેવાય. પાણી હોય તો માછલીની સ્વાભાવિક ગતિ થાય એવી અપેક્ષા રહે છે એટલે પાણી અપેક્ષા કારણ છે. એનો લાભ થાય તો અર્થાત્ પાણી હોય તો સ્વાભાવિક ગતિ કરવાના પરિણામવાળી માછલી ગતિ કરી શકે છે...
૧. આવાં અનુમાન સામાન્યતોદૃષ્ટ કહેવાય છે. સામાન્યથી સિદ્ધિ કરીને પછી જે આપણે સિદ્ધ કરવું છે તેની સિદ્ધિ થાય એટલે આવું કારણ જે છે તે ધર્માસ્તિકાય છે આમ સિદ્ધિ કરી.