________________
તત્ત્વાર્થ સૂત્ર
વિકલ્પ વસ્તુમાં જ થઈ શકે છે, અવસ્તુમાં નહીં. તેથી વસ્તુમાં જ સદશતા છે, અવસ્તુમાં નહીં માટે શંકા કરે છે કે—વસ્તુને લઈને જ કલ્પના થાય છે.
શંકા :- વિકલ્પ વસ્તુને પકડીને પ્રવર્તે છે.
સમાધાન :- આ તારી વાત ખોટી છે. કેમ કે તે વસ્તુનું વસ્તુપણે નિર્ધારણ નહીં હોવાથી વસ્તુનું ઉપાદાન કરીને કારણતા છે તે ખોટી વાત છે. અર્થાત્ કૈવલ વસ્તુ એ વિકલ્પમાં કારણ બની શકે નહિ. વસ્તુરૂપે જ વસ્તુ કારણ છે આવો નિર્ધાર થાય તો જ વસ્તુ વિકલ્પનું કારણ છે આવું કહી શકાય ! અને વસ્તુનું વસ્તુપણું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે એટલે ધ્રૌવ્યાંશ (સામાન્યાંશ) સિવાય નિર્ણય થઈ શકે નહિ. સામાન્યાંશ સિવાય વસ્તુના વસ્તુપણાનો નિર્ધા૨ થઈ શકે નહિ. માટે સામાન્યાંશ છે એ સિદ્ધ થાય છે.
૨૮૪
હવે સર્વથા સામાન્યરૂપ જ વસ્તુ છે એવું પણ નથી માટે કહે છે કે— વિશેષાંશની સિદ્ધિમાં યુક્તિ...
વળી સર્વ પ્રકારે વસ્તુની બીજી વસ્તુ સાથે તુલ્યતા જ છે એવું નથી. અર્થાત્ બધી જ વસ્તુ સર્વથા સમાન છે એવું નથી. જો સર્વ પ્રકા૨ે તુલ્યતા હોય તો અસમાનતાનો અભાવ થાય કેમ કે વિરૂપતાનો અભાવ છે. તેથી આ વસ્તુ આ વસ્તુથી જુદી છે આવું જે જ્ઞાન થાય છે તે ન થાય. કેમ કે કોઈ પણ પ્રકારે વસ્તુમાં ભેદ તો રહ્યો જ નહિ. એટલે સર્વ પ્રકારે વસ્તુ સમાન હોવાથી કોઈ પણ પ્રકારે વસ્તુમાં ભેદ રહ્યો નથી તેથી આપણે વિવક્ષિત વસ્તુ, બીજી વસ્તુથી જુદી છે આવી પ્રતીતિ થાય છે તે ન થાય !
માટે જ ભેદને ઇચ્છનાર, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરનારાઓએ કોઈક આકારથી (કોઈ પ્રકારે) તો વિરૂપતા (વિસŁશતા) પણ સ્વીકારવી જ જોઈએ. તો જ ભેદની પ્રતીતિ થઈ શકશે. માટે વિશેષાંશ પણ છે જ એ સિદ્ધ થાય છે.
આ રીતે હંમેશા સર્વ વસ્તુ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે એવું સ્વીકારવું જોઈએ. કેમ કે— સદેશતા હોવાથી—આ જેમ વસ્તુ છે તેમ આ પણ વસ્તુ છે આવું જ્ઞાન થાય છે એટલે સમાનતા ‘વસ્તુ છે' આવી પ્રતીતિ કરાવે છે માટે સામાન્યાંશ છે.
તેવી રીતે
વિસદશતા હોવાથી—આ વસ્તુથી આ વસ્તુ જુદી છે આવું જ્ઞાન થાય છે એટલે અસમાનતા ‘વસ્તુ જુદી છે' આવી પ્રતીતિ કરાવે છે માટે વિશેષાંશ છે.
આ પ્રમાણે પ્રતીતિ થાય છે માટે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે એ સિદ્ધ થાય છે માટે સામાન્ય-વિશેષ બંને સ્વીકારવું જ જોઈએ.
વાદી :- તમે સામાન્ય-વિશેષ ઉભયાત્મક વસ્તુ કહો છો પણ તે કેવી રીતે બની શકે ? કેમ કે સામાન્યનું લક્ષણ જુદું છે, વિશેષનું લક્ષણ જુદું છે. બંને જુદા જુદા લક્ષણવાળા હોવાથી એ બંનેનો તો અત્યન્ત ભેદ છે તો એકમાં કેવી રીતે મનાય ?