Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Author(s): Vikramsuri, Naypadmashreeji
Publisher: Shrutnidhi

View full book text
Previous | Next

Page 580
________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૪૦ ૫૭૧ આ પ્રમાણે કહે છતે પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પૂ. આચાર્ય ભગવંત ફરમાવે છે કે – અહીં કહેવાય છે.....શું...? ગુણનું સ્વરૂપ કહેવાય છે. જેવા દ્રવ્યના ગુણો છે તેવા ગુણોનું પ્રતિપાદન કરાય છે... આ પ્રમાણે જવાબ આપતા પૂ. સૂત્રકાર મ. નૂતન સૂત્ર ફરમાવે છે કે વ્યાશ્રયા નિરા ગુણા | ધ-૪૦ || સૂત્રાર્થ - દ્રવ્યના આશ્રયવાળા અને ગુણોના આશ્રય વગરના ગુણો છે. ટીકા :- સૂત્રમાં રહેલા “વ્યાયા' શબ્દનો વિગ્રહ બતાવી સામાસિક અર્થ કરાય છે. દ્રવ્ય માત્રા: શેષાં તે વ્યાયા. સ્થિત્યંશ એ દ્રવ્ય છે. તે (દ્રવ્ય) આશ્રય છે જેઓનો પરિણામવિશેષ ગુણોનું જે પરિણામી કારણ છે તે દ્રવ્ય ગુણોનો આશ્રય છે. અહીં પરિણામી અને પરિણામરૂપ આશ્રય-આશ્રયી ભાવ છે પણ કુંડ અને બોરની જેમ આધાર-આયરૂપ નથી. કુંડ એ બોરનો આધાર છે અને બોર આધેય છે તેવી રીતે પરિણામી અને પરિણામનો આધાર-આધેય ભાવ નથી પણ આશ્રય-આશ્રયી ભાવ છે. પ્રશ્ન - ગુણ અને ગુણી(દ્રવ્ય)નો સમવાય સંબંધ હોય છે તો શું ગુણ અને દ્રવ્યનો સમવાય સંબંધ છે ? ઉત્તર :- ના, દ્રવ્ય અને ગુણનો સમવાય સંબંધ યુક્ત નથી. દ્રવ્ય અને ગુણનો સમવાય સંબંધ બની શકે નહીં, કેમ કે દ્રવ્ય અને ગુણનો આધાર-આધેય ભાવ નથી પણ આશ્રય-આશ્રયી ભાવ છે તેથી દ્રવ્ય અને ગુણનો સમવાય બની શકે નહીં. માટે પરિણામી અને પરિણામનો સમવાય સંબંધ બની શકતો નથી. આ રીતે દ્રવ્ય અને ગુણોનો સમવાય સંબંધ પ્રાપ્ત નથી માટે સમવાય સંબંધ તેઓનો યુક્ત નથી. આ વાત સમજાવી. છતાં અભ્યપગમવાદથી સમવાય સંબંધ સ્વીકારીએ તો શું થાય ? નીચે પ્રમાણે અનેક દોષો આવે. - જો દ્રવ્ય અને ગુણોનો સમવાય સંબંધ છે તો એ સમવાયનો ગુણ સાથે શો સંબંધ છે? સમવાયનો અને ગુણોનો જે સંબંધ છે તે શું સમવાય સંબંધ છે કે બીજો કોઈ સંબંધ છે ? જો સમવાય સંબંધ માનવામાં આવે તો તે સમવાયનો અને ગુણોનો જે સંબંધ છે તેનું શું નામ છે ? જો સમવાય સંબંધ એનું નામ છે એમ કહેશો તો અનવસ્થા આવશે. અર્થાત્ એનો શો સંબંધ છે ? એનો શો સંબંધ છે ? આ પ્રશ્નની પરંપરા જ ઊભી રહેશે પણ જવાબ નહીં

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606