________________
૫૭૭
અધ્યાય-૫: સૂત્ર-૪૧ પરિણાગ સમજી લેવો. કારણ કે,
પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના ધર્મદ્રવ્ય ગમન કરનારને ગતિના ઉપકારરૂપ આકારો વડે પરિણમે છે, અધર્મ દ્રવ્ય સ્થિર થનારને સ્થિતિના ઉપકારરૂપ આકારો વડે પરિણમે છે. અવગાહ કરનારને આકાશ પણ અવગાહદાતા તરીકે ઉપકારક બને છે, પુગલો શરીર અને શબ્દાદિરૂપે ઉપગ્રાહક બને છે, આત્મા જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ વૃત્તિ-આકારથી અને નારકાદિ ભાવથી પરિણમે છે. કાળ પણ વર્તનાદિ પરિણામથી પરિણમે છે.
તથા જે રીતે કહ્યા છે તે રીતે ગુણોનું પણ એટલે કે જે પ્રકારે શુક્લાદિ અને ઘટ, કપાલાદિ એક જાતિવાળા હોવાથી પરિણામરૂપે કહ્યા છે તે રીતે પરિણમે છે. (ગુણ અને પર્યાય જુદા નથી) શુક્લાદિ રૂપ ગુણો અને ઘટ-કપાલાદિ પર્યાયો ભિન્નજાતિપણે જુદા છે એવું નથી. અર્થાત્ ગુણો અને પર્યાયો પૃથક પૃથફ નથી. તેથી જ અહીં ભાષ્યમાં પર્યાયનું ગ્રહણ કર્યું નથી. કારણ કે ગુણ અને પર્યાયનું એકપણું છે.
તે શુક્લાદિ ગુણો કૃષ્ણાદિરૂપે પરિણમે છે પણ વર્ણાદિપણાને છોડતા નથી. એવી રીતે ઘટ પર્યાય પણ કપાલની અવસ્થાને પ્રાપ્ત કરનારો માટીના સ્વભાવને છોડતો નથી. એ જ રીતે કપાલાદિ પણ શંકલ, શર્કરા, પાંશુ-ધૂળ, ત્રુટિ-ત્રસરેણુ, પરમાણુરૂપે પરિણમે છે. પરમાણુઓ પણ રૂપાદિરૂપે અથવા ચણકાદિ સ્કંધરૂપે પરિણમે છે.
આ પ્રમાણે દ્રવ્યો હંમેશાં સૂક્ષ્મ અને સ્થૂલભેદરૂપ ઉત્પાદ અને વ્યયરૂપે પરિણમે છે.
ગુણોનો પરિણામ અર્થાત્ ગુણ પરિણમે છે એમ સ્વીકારાય તેથી એ પર્યાયરૂપ પણ છે અને આથી ગુણમાં ગુણવાનપણું અર્થથી સ્વીકૃત થઈ જાય છે. તેથી ગુણ નિર્ગુણ જ હોય છે આવો એકાંત રહેતો નથી. આ બતાવવા માટે ભાષ્યકારે ગુણાનાં પરિણામ: જે લખ્યું છે તે અનેકાંતવાદના સભાવની પ્રરૂપણા માટે છે.
અથવા જેઓ (બૌદ્ધો) પદાર્થને ક્ષણિક માને છે તેઓ આ પ્રમાણે કહે છે કે
ઉત્પન્ન થયા પછી તરત જ પદાર્થો નાશ પામે છે. નાશમાં કોઈ પણ હેતુની અપેક્ષા કરતા નથી. સ્વાત્મલાભ પછી અર્થાત્ સ્વરૂપની પ્રાપ્તિ પછી તરત જ ક્ષય થવો એ જ વિનાશક્ષણ કહેવાય છે.
નિરક્તના વિધાનથી અને તેના યોગથી ક્ષણિક કહેવાય છે.
શ્લોકાર્થ - “નિરુક્તિથી અહીં ક્ષણ તે કહેવાય છે કે ઉત્પત્તિ પછી તરત જ ક્ષય થાય અને તે ક્ષય કોઈની અપેક્ષા કરતો ન હોવાથી નિહેતુ છે, તેના–ક્ષણના યોગથી ક્ષણિક કહેવાય
જેમ પાણી, દીપક વગેરે પ્રતિક્ષણ સંપૂર્ણ પૂર્વના નાશના સમકાળે સમાન કાલમાં જ અન્ય અન્ય ઉત્પન્ન થાય છે એવી રીતે અન્ય પણ પર્વતાદિ સમજી લેવા. આ બધાનો પ્રતિક્ષેપ કરવા (દૂર કરવા) આ તો પરિણામ: સૂત્ર રચના છે.